Atmadharma magazine - Ank 337
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 49

background image
: ૪૪ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
સમ્યગ્દર્શન પુસ્તક ચોથું:–સમ્યગ્દર્શનનું અલૌકિક સ્વરૂપ સમજાવીને જિજ્ઞાસુને
તેની ઉલ્લાસભરી પ્રેરણા આપે છે. દરેક જિજ્ઞાસુને ખૂબ ઉપયોગી છે. સાથે સમ્યક્ત્વના
આઠ અંગની આઠ કથાઓ પણ આપવામાં આવી છે. થોડા પુસ્તકો અડધી કિંમતે
વેચાણમાં મુકેલા છે. કિંમત રૂ. ૧–૫૦ (પોસ્ટથી મંગાવનારે બે રૂપિયા મોકલવા.)



પોરબંદર:–શ્રી કંચનભાઈ નેમિદાસ ઢાંકી આસો વદ છઠ્ઠના રોજ પોરબંદર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ બિમાર હતા; બિમારી ગંભીર
લાગતાં તેમને પૂ. ગુરુદેવના દર્શનની ભાવના જાગી, આથી સોનગઢથી પધારવા માટે
વિનતી કરતાં પૂ. ગુરુદેવ, તેમજ પૂ. બેનશ્રી–બેન પોરબંદર પધાર્યા. તેમના દર્શનથી
કંચનબેનને ખૂબ ઉલ્લાસ થયો. આસો વદ ચોથે સાંજે ગુરુદેવ પોરબંદર પહોંચી ગયા
હતા, ને નિયમસારમાંથી અડધીકલાક સુધી વૈરાગ્યરસઝરતું વાંચન કર્યુ હતું. પૂ.
બેનશ્રી–બેને પણ વૈરાગ્યવચનો સંભળાવ્યા હતા. ગુરુદેવને દેખીને અને તેમની
વીરતાપ્રેરક વાણી સાંભળીને કંચનબેન ઘડીભર તો દેહના રોગને ભૂલી ગયા હતા ને
જયજયકારપૂર્વક પ્રમોદ વ્યક્ત કર્યાં હતા. આ પ્રસંગે તેમણે પરમાગમમંદિરમાં રૂ. દશ
હજાર તેમજ બીજી રકમો અર્પણ કરી હતી. પાંચમની સાંજે ગુરુદેવ પોરબંદરથી રાજકોટ
પધાર્યા હતા. તે જ દિવસે રાત્રે કંચનકાકીનો આત્મા સ્વર્ગવાસ પામ્યો હતો. તેઓ
ઉત્સાહી હતા ને અવારનવાર સોનગઢ રહીને લાભ લેતા હતા. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મની મંગલ છાયામાં તેઓ આત્મહિત પામો. (પોરબંદરથી રાજકોટ થઈને આસો વદ
સાતમે પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા. રાજકોટમાં એક દિવસ પ્રવચન વગેરેનો લાભ
મળતાં સૌને હર્ષ થયો હતો.)
જામનગરના પુંજાભાઈ મેરગના ધર્મપત્ની મોંઘીબેન (ઉ. વ. ૬૭) આસો સુદ
આઠમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ જિનમંદિરમાં હંમેશાં બંને વખતે હાજરી
આપતા. અંતિમ દિવસે રાત્રે ૯ાા સુધી તેઓ જિનમંદિરે વાંચનમાં બેઠા હતા; ત્યારબાદ
ઘેર ગયા ને સાડાદશ વાગતા તો દેહ છોડીને સ્વર્ગવાસ પામી ગયા. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.