Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭:
“આનંદથી મોક્ષને સાધી રહ્યા છીએ”
અહા, મારું તત્ત્વ જ પરમ આનંદરૂપ છે; તેમાં અંતર્મુખ
થઈને સમ્યગ્દર્શન થતાં સ્વવશપણે આનંદપરિણતિ શરૂ થઈ ગઈ;
અંતરના પૂર્ણ આનંદના સરોવરમાંથી આનંદના પૂર વહેવા માંડ્યા,
ત્યાં સર્વે પરભાવોને તે ધોઈ નાંખે છે, ને પરભાવ વગરની ચોખ્ખી
ચેતના આનંદના પૂરસહિત વહે છે.–આવી દશા તે ધન્યદશા છે.
અરે, આવી દશા તો ધન્ય છે, ને આવી દશા જેનાથી પ્રગટે
એવા ચૈતન્યતત્ત્વની અધ્યાત્મ–વાર્તા પ્રીતિપૂર્વક જેઓ સાંભળે છે
તેઓ પણ ધન્ય છે...તેઓ પણ અલ્પકાળમાં આનંદસહિત
આત્માનો અનુભવ કરીને મોક્ષને પામશે.
(નિયમસાર ગા. ૧૪૬ તથા તેના ઉપરના આઠ શ્લોકના પ્રવચનમાંથી: ૨૪૯૮ કારતક સુદ ૧૫)

ભગવાન! તારો આત્મા જ એવો આનંદધામ છે કે જેને ધ્યાવતાં એમાંથી
આનંદનો પ્રવાહ નીકળે છે, તેમાથી દુઃખ નથી નીકળતું. ‘આત્મા’ જ તેને કહેવાય કે
જ્ઞાન ને આનંદભાવરૂપે જે પરિણમે.
આવા આત્માને વશ રહેનારો ધર્મજીવ રાગને વશ કદી થતો નથી; વિકલ્પ હો
પણ તેની ચેતના વિકલ્પને વશ થતી નથી, તેમાં તન્મય થતી નથી, ચેતના વિકલ્પોથી
છૂટીને છૂટી રહે છે, ને ચૈતન્યભાવમાં જ મગ્ન રહે છે. ચૈતન્યને ચૂસતાં ધાવતાં તેને
આનંદરસ આવે છે.
બાપુ! તું હલકો નથી, –રાગ જેટલો નથી, નાનો નથી, તું તો મોટો મહાન્ છો,
રાગથી પાર પરમ આનંદ–જ્ઞાન આદિ અનંતા સ્વભાવોથી ભરેલો તું તો મોટો પરમાત્મા
છો; રાગમાં તો પરવશપણું છે, એવું પરવશપણું તને શોભે નહીં. તારા ચૈતન્યધામમાં
ચિત્તને જોડીને સ્વવશ થા, તેમાં મહાન આનંદ છે, તેમાં જ તારી શોભા છે.
સ્વવશપરિણતિ વગર આનંદ કેવો? ને ધર્મ કેવો? મહાન આનંદ–આનંદને