ક્યારેય કાંઈ ભેદ નથી. અહા, જુઓ તો ખરા! ધર્મીની પરિણતિને સર્વજ્ઞ સાથે
સરખાવી. જેમ સર્વજ્ઞની ચેતનાપરિણતિમાં રાગાદિ વિકલ્પોનો અભાવ છે, તેમ
સાધકની પણ ચેતના પરિણતિમાં રાગાદિ વિકલ્પોનો અભાવ છે; ચેતનામાં વિકલ્પ છે
જ નહીં. વિકલ્પથી જુદી પડીને ચેતનાએ અંતરમાં આત્માનો આશ્રય કર્યો ત્યારે
સ્વવશપણું થયું. સમ્યગ્દર્શનમાં પણ આવું સ્વવશપણું છે; પછી ધ્યાનમાં લીન મુનિને
ઘણું સ્વવશપણું છે; સર્વજ્ઞને સંપૂર્ણ સ્વવશપણું છે. અહીં તો કહે છે કે સ્વવશપણે
પરિણમેલા જીવમાં અને સર્વજ્ઞમાં કોઈ ભેદ અમે દેખતા નથી. બધાયને અંતરમાં
પોતાના આનંદમય સ્વતત્ત્વના અવલંબને સ્વવશપણું વર્તે છે. આનંદમાં લીન થઈને
આવું સ્વવશપણું જેને પ્રગટ્યું છે તે જીવ ધન્ય છે....સદાય ધન્ય છે.
અંદર ચૈતન્યભગવાન સાથે અનન્ય થઈને આત્મવશ રહે છે. આવું આત્મવશપણું તે જ
સર્વજ્ઞનો માર્ગ છે ને તે મહાન આનંદસ્વરૂપ છે, તેથી તે ધન્ય છે. અહા, મારી
આનંદદશા મારા આત્માને તાબે જ વર્તે છે; મારી આનંદદશા, મારી ધર્મદશા
કોઈ બીજાને તાબે નથી, તેથી તેમાં સ્વવશપણું છે. આવા સ્વવશપણાથી જ જીવને
કર્મનો ક્ષય થઈને મુક્તિ પ્રગટે છે.
સફળ છે. જ્યાં આત્મવશપણું નથી ને પરવશપણું નથી ને પરવશપણું છે ત્યાં તો
આકુળતામાં જ રોકાવાનું છે. પરભાવોના દુઃખથી રક્ષા કરવા માટે અમારું એક
ચૈતન્યતત્ત્વ જ અમને શરણરૂપ છે. સમ્યગ્દર્શન થતાં સ્વવશપણે આનંદપરિણતિ શરૂ
થઈ ગઈ, અંતરમાં પૂર્ણ આનંદના સરોવરમાંથી આનંદના પૂર વહેવા માંડ્યાં ત્યાં સર્વે
પરભાવોને તે ધોઈ નાંખે છે ને પરભાવ વગરની ચોખ્ખી ચેતના આનંદના પૂરસહિત
વહે છે.–આવી દશા તે ધન્ય દશા છે.
અલ્પકાળમાં આનંદસહિત આત્માનો અનુભવ કરીને મોક્ષને પામશે.