માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૨૧:
નિજાત્મભાવનામાં તત્પર મુમુક્ષુ જીવ
જગતન અન્ય પદર્થો પ્રત્ય પરમ નસ્પહ છ
[વીર સં. ૨૪૯૮ કારતક સુદ ૭ નિયમસાર પાનું ૨૮૧]
સ્વતત્ત્વને જાણતાં ધર્મી કહે છે કે હવે આત્માથી બાહ્ય સમસ્ત પદાર્થોની
લોલૂપતા અમને છૂટી ગઈ છે, ને અંતરના ચૈતન્યતત્ત્વમાં જ અમારું ચિત્ત લોલૂપ છે,
તેમાં જ અત્યંત ઉત્સુક છે; કેમકે સુંદર આનંદઝરતું ઉત્તમ તત્ત્વ અમારા અંતરમાં
પ્રગટ્યું છે.
અતિ–અપૂર્વ નિજાત્મભાવનાથી જે પરમ સુખ પ્રગટ્યું છે તેમાં જ અમારો
પ્રયત્ન છે...તે જ અમારું અત્યંત જરૂરનું કર્તવ્ય છે, કેમકે તે જ અમારું હિત છે.
મારે મારા આત્મા સિવાય જગતના બીજા કોઈ પદાર્થ સાથે શું પ્રયોજન છે?
મારું પરમાત્મતત્ત્વ મારા એકત્વમાં જ ડોલી રહ્યું છે, દ્વંદ્વમાં તે રહેલું નથી. આવા
એકત્વરૂપ, નિર્દોષ, એકમાત્ર આત્મતત્ત્વની જ હું ફરીફરી સમ્યક્ભાવના કરું છું, મને
એક ક્ષણની મોક્ષસુખની જ સ્પૃહા છે, ને ભવના સુખ પ્રત્યે હું તદ્ન નિસ્પૃહ છું.
એકત્વસ્વરૂપમાં તત્પર જીવને પર સાથે કાંઈ સંબંધ જ ક્યાં છે? મારા એકત્વમાં જ
મારું સુખ સમાય છે.
ભાઈ, તારે દુઃખના ત્રાસથી છૂટવું હોય ને સુખી થવું હોય તો આનંદધામ તારા
આત્મા સાથે સંબંધ કર એટલે કે તેમાં જ પરિણતિને જોડીને એકત્વ કર. તે જ તારી
સુખની જરૂરિયાત પૂરી પાડે છે. પરના સંબંધથી તારી સુખની જરૂરીયાત પૂરી નહિ પડે.
અરે, હું પોતે સત્ તત્ત્વ છું, મારો સ્વભાવ ચેતનારૂપ ને સુખરૂપ છે, તેની જ
ભાવનાવડે મારો આત્મા સુખરૂપ પરિણમે છે. મારું સ્વરૂપ જ મારા માટે સર્વસ્વ