Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૨૨: આત્મધર્મ ૨૪૯૮: માગશર
છે. પરની સાથે મારે શું લેવા–દેવા છે? અરે, અમારા ચૈતન્યની એકની ભાવનામાં
તત્પરતા આડે બીજા કોઈ સાથે સંબંધ કરવાની ફૂરસદ જ ક્યાં છે?
દેહ–મકાન વગેરે બાહ્ય પદાર્થો કાંઈ ચૈતન્યસુખ માટે જરૂરની વસ્તુઓ નથી.
સુખ માટે જરૂરી એટલું જ કે પરિણામને તારા આત્મામાં જ જોડ. બીજા પદાર્થો તો
આત્માથી બહાર દૂર–દૂર છે, તેની સાથે સંબંધ કરવા જતાં તો દુઃખ થશે. તે દૂરના
પદાર્થોથી તને શું ફળ છે? આ રીતે ધર્માત્મજીવ સ્વતત્ત્વની જ ભાવનામાં તત્પર છે ને
જગતના સમસ્ત પદાર્થો પ્રત્યે પરમ નિસ્પૃહ છે. આવી સ્વતત્ત્વની ભક્તિરૂપ આરાધના
તે મુક્તિસુખની દેનારી છે. મુક્તિસુખમાં ઊડવું હોય તો હે જીવ! પરિણતિને અંતરમાં
જોડીને એકત્વભાવના કર. તારું એકત્વપણું તે કદી સેવ્યું નથી ને પરનો સંબંધ તોડ્યો
નથી. આચાર્ય ભગવાન કહે છે કે અહો! આત્માનું એકત્વપણું અત્યંત સુંદર છે તે અમે
સમસ્ત આત્મવૈભવથી દેખાડીએ છીએ; તમે પણ તમારા સ્વાનુભવથી એકત્વ–વિભક્ત
આત્માને જાણો. તેને જાણતા જ આત્મામાં સુંદર આનંદતરંગ ઊછળશે.
અહો, ઉપશમરસઝરતી વીતરાગવાણી એમ બતાવે છે કે આત્માં શાંત–અકષાય–
આનંદમય ચૈતન્યરસથી ભરેલો છે. અંતર્મુખ પરિણામ શાંતરસરૂપ છે, ને બહિર્મુખ
પરિણામમાં તો કષાય છે–અશાંતિ છે, બનેની જાત જ તદ્ન જુદી છે. સુખના સાગરની
શાંતિ કોઈ અલૌકિક છે; એનો સ્વાદ લેનાર ધર્મીજીવ બીજે ક્યાંય તન્મય થતો નથી,
કોઈ પરભાવને વશ થતો નથી. કોઈને વશ નહિ એવી પોતાની અંતર્મુખ પરિણતિ, તે
જ ધર્મીનું આવશ્યક કાર્ય છે, તે જ મોક્ષનો માર્ગ છે.
સમ્યગ્દ્રષ્ટિને જે અંતર્મુખ પરિણતિ થઈ છે તે સદાય સ્વવશ વર્તે છે, તે કદી
પુણ્ય–પાપને વશ થતી નથી. અંતર્મુખ ચેતનાપણે જે પરિણતિ થઈ છે તે કદી રાગાદિ
પ્રપંચરૂપ થતી નથી. આખા આત્માનો આનંદરસ તેની પરિણતિમાં નિરંતર ઘોળાયા કરે
છે, પછી જગતમાં બીજા ક્યા પદાર્થની એને સ્પૃહા હોય? –એ તો પરમ નિસ્પૃહ છે.
પર પદાર્થોની અત્યંત નિસ્પૃહ થઈને પોતાના જ્ઞાનતત્ત્વમાં લીન થયેલો જીવ
સહજ ચૈતન્યપ્રકાશવડે અત્યંત શોભે છે. જ્ઞાન જ્ઞાનમાં લીન થયું એટલે શુદ્ધોપયોગરૂપ
થયું; શુદ્ધોપયોગવડે સ્વયં ધર્મરૂપ થયેલો જીવ આનંદથી ભરેલા સરસ જ્ઞાનતત્ત્વમાં
શોભે છે. જ્ઞાનતત્ત્વમાં જ આનંદ છે, તે જ જગતમાં સૌથી શ્રેષ્ઠ સુંદર છે. જેમ