: ૨૪: આત્મધર્મ ૨૪૯૮: માગશર
સંતો સોપે છે.એક જરૂરી કામ
(નિયમસાર પાનું ૩૦૧ વીર સં. ૨૪૯૮ કારતક વદ ૬)
હે જીવ! મોક્ષને માટે તારે જરૂર કરવા જેવું કાર્ય
તારા આત્માના આશ્રયે શુદ્ધતા કરવી–તે જ છે...એના
સિવાય સંસારના બીજાં કાર્યો તો અકાર્ય છે.
આવશ્યક એટલે અવશ્ય કરવા જેવું સ્વાધીન કાર્ય. પરવશ વગર એકલા
સ્વઆત્માના વશે થતું જે શુદ્ધરત્નત્રયરૂપ કાર્ય તે મોક્ષને માટે આવશ્યક છે.
આવી વીતરાગી આવશ્યકક્રિયા ધર્મી જીવોને હોય છે; આવશ્યકક્રિયાથી જે રહિત
છે તે બહિરાત્મા છે.
નાનામાં નાના અંતરાત્મા, કે મોટા અંતરાત્મા, એટલે કે ચોથાથી માંડીને બારમાં
ગુણસ્થાનપર્યંત બધાય જ્ઞાનીધર્માત્માઓ નિશ્ચય–વ્યવહાર આવશ્યકક્રિયાથી સહિત હોય
છે. અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ શુદ્ધઆત્માની અનુભૂતિરૂપ જેટલી વીતરાગી શુદ્ધ
પરિણતિ પ્રગટી છે તેટલી નિüય આવશ્યકક્રિયા છે, ને તે મોક્ષનું કારણ છે. ત્યાં સાથે
વીતરાગપરમાત્માની ભક્તિ વગેરે વ્યવહાર આવશ્યક હોય છે.
ચોથા ગુણસ્થાને નિશ્ચયક્રિયા ન હોય ને એકલો વ્યવહાર હોય–એમ નથી. ત્યાં
પણ સ્વાત્માના આશ્રયે શુદ્ધભાવરૂપ આવશ્યકક્રિયા એટલે કે મોક્ષની ક્રિયા વર્તે છે. એ
જ રીતે પાંચમાં–છઠ્ઠા ગુણસ્થાને સ્વાશ્રયે જે વિશેષ શુદ્ધતા થઈ, નિર્વિકલ્પ શાંતિની
આવશ્યક છે.–આમ સાધકઅંતરાત્માને બંને નયોના વિષયરૂપ આવશ્યકક્રિયાઓ હોય છે.
પણ તેમાં જેટલી સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધતા છે તેટલી જ મોક્ષની ક્રિયા છે, તે જ મોક્ષનો
ઉપાય છે.
અરે જીવ! મોક્ષનો મહાન આનંદ, તેને પ્રાપ્ત કરવા તારે શું કરવા જેવું છે તેને
તો ઓળખ. રાગાદિભાવો તે કાંઈ કરવા જેવું કાર્ય નથી; મોક્ષને માટે તારે જરૂર કરવા