નિર્વિકલ્પ પ્રતીત કરતાં અતીન્દ્રિય આનંદના વેદન સહિત
સમ્યગ્દર્શન થાય છે; તેમાં અનંત ગુણોના નિર્મળ ભાવો
સમાય છે, તે મોક્ષમાર્ગ છે. આવા સમ્યક્ત્વની સાથે
ધર્મીજીવને નિઃશંકતાદિ આઠ ગુણ કેવા હોય છે તેનું
આનંદકારી વર્ણન ચાલે છે. બે અંગનું વર્ણન આપે ગતાંકમાં
વાંચ્યું, ત્યારપછીનું આપ અહીં વાંચશો. આ વર્ણન પૂ.
ગુરુદેવના છહઢાળા–પ્રવચનમાંથી લીધું છે.
જેને આત્મા અને શરીરને ભિન્ન જાણ્યા છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવ શરીરમાં
ધર્માત્માનું શરીર મલિન કે રોગવાળું દેખીને તેમના પ્રત્યે ઘૃણા–દુર્ગંછા થતી નથી, પણ
શરીર મેલું હોવા છતાં અંદરમાં આત્મા તો ચૈતન્યધર્મોથી શોભી રહ્યો છે–તેનું તેને
બહુમાન આવે છે. આવા મેલા–કોઢિયા શરીરવાળાને તે કાંઈ ધર્મ હોય!–એમ ધર્મ પ્રત્યે
દુર્ગંછાનો ભાવ થતો નથી, એવું સમ્યગ્દ્રષ્ટિનું નિર્વિચિકિત્સા–અંગ છે.
શરીરમાં કોઢ થાય, શરીર ગંધાઈ જાય; તો તેને દેખીને ધર્મી વિચારે છે કે અહો, આ
આત્મા તો અંદર સમ્યગ્દર્શનાદિ અપૂર્વ રત્નોથી શોભી રહ્યો છે, દેહપ્રત્યે એમને
કાંઈ મમત્વબુદ્ધિ નથી, રોગાદિ તો દેહમાં થાય છે, ને દેહ તો સ્વભાવથી જ