Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦: આત્મધર્મ ૨૪૯૮: માગશર
પવિત્ર રત્નત્રયમાર્ગની નિંદાનો પ્રસંગ ઊભો થાય તો ધર્મી તેને દૂર કરે છે, ધર્મની
નિંદા થવા દેતા નથી. દોષને દૂર કરવો ને વીતરાગ ગુણોની વૃદ્ધિ કરવી તે
સમ્યક્ત્વનું અંગ છે, એટલે સમ્યગ્દ્રષ્ટિને એવો ભાવ સહેજે હોય છે. જેમ માતાને
પોતાનો પુત્ર વહાલો છે એટલે તે તેની નિંદા સહન કરી શકતી નથી, તેથી તેના દોષ
છુપાવીને ગુણ પ્રગટે તેમ ઈચ્છે છે, તેમ ધર્મીને પોતાનો રત્નત્રયધર્મ વહાલો છે, તેથી
રત્નત્રયમાર્ગની નિંદાને તે સહી શકતો નથી, એટલે ધર્મની નિંદા દૂર થાય ને ધર્મનો
મહિમા પ્રસિદ્ધ થાય–એવો ઉપાય તે કરે છે. દોષને ઢાંકવા–દૂર કરવા, અને ગુણને
વધારવા એ બંને વાત આ પાંચમાં અંગમાં આવી જાય છે, તેથી તેને ઉપગૂહન
અથવા ઉપબૃંહણ કહેવાય છે.
ધર્માત્મા નિજગુણને ઢાંકે એટલે કે બહારમાં પ્રસિદ્ધિની કામના ન કરે; મારા
આત્મામાં મારું કામ થઈ રહ્યું છે તે બીજાને દેખાડવાનું શું કામ છે? બીજા લોકો
મારા ગુણને જાણે તો ઠીક પડે–એવું કાંઈ ધર્મીને નથી. ધર્મી પોતાના આત્મામાં તો
પોતાના ગુણની પ્રસિદ્ધિ (પ્રગટ અનુભૂતિ) બરાબર કરે, પોતાના સમ્યક્ત્વાદિ
ગુણોને પોતે નિઃશંક જાણે, પણ બહારમાં બીજા પાસે તે ગુણોની પ્રસિદ્ધિવડે માન–
મોટાઈ મેળવવાની બુદ્ધિ ધર્મીને હોતી નથી; તેમ જ બીજા ધર્માત્માઓના દોષને
પ્રસિદ્ધ કરીને તેની નિંદા કરવાનો કે તેને હલકો પાડવાનો ભાવ ધર્મીને હોતો નથી;
પણ તેના સમ્યક્ત્વાદિ ગુણોને મુખ્ય કરીને પ્રશંસા કરે; આ રીતે ગુણની પ્રીતિ વડે
પોતાના ગુણને વધારતો જાય છે, ને અવગુણને ઢાંકે છે તથા પ્ર્રયત્ન વડે તેને દૂર
કરે છે.
ધર્મીને પોતાને ગુણ ગમે છે ને દોષ ગમતા નથી. બીજા કોઈ ધર્માત્મામાં
હીનશક્તિવશ કોઈ દોષ થઈ ગયો હોય તો તે બહાર પાડીને તિરસ્કાર ન કરે, પણ
યુક્તિથી તેને સુધારે.–પણ આનો અર્થ એવો નથી કે મિથ્યાદ્રષ્ટિ ગમે તેવા વિપરીત
કુમાર્ગનું પ્રતિપાદન કરે તોપણ તેની ભૂલ કરે છે તે તો બરાબર બતાવે, અને સાચું
તત્ત્વ કેવું છે તે સમજાવે.–જો એમ ન કરે એટલે કે કુમાર્ગનું ખંડન કરીને
સત્યમાર્ગનું સ્થાપન ન કરે તો જીવો હિતનો માર્ગ ક્યાંથી જાણે? માટે સાચા–
ખોટાની ઓળખાણ કરાવવી તેમાં કાંઈ કોઈની નિંદાનો ભાવ નથી. જીવોના હિત
માટે