Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૧:
સત્યમાર્ગની પ્રસિદ્ધિનો અને અસત્યના નિષેધનો ભાવ તો ધર્મીને આવે છે. ધર્મની
નિંદા થતી હોય, દેવ–ગુરુની નિંદા થતી હોય–એવા પ્રસંગે ધર્માત્માથી રહી શકાય નહીં,
પોતાની શક્તિથી તેને તે દૂર કરે છે.
બધા ધર્મી જીવોના ઉદયભાવ એકસરખા હોતાં નથી; શ્રદ્ધા બધાની સરખી હોય
પણ ઉદયભાવ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈની પ્રકૃતિમાં ફેર હોય, ક્રોધ–માનાદિ
દોષ (ભૂમિકાઅનુસાર) થઈ જતા હોય, ત્યાં તેની મુખ્યતા કરીને શાસનની નિંદા ન
થવા દે; અરે, એ તો ધર્માત્મા છે, જિનેશ્વરદેવના ભક્ત છે, આત્માના અનુભવી છે,
સમ્યગ્દ્રષ્ટિ છે,–એમ ગુણને મુખ્ય કરીને, પરિણામમાં ક્યાંક જરાક ફેર પડી ગયો હોય તે
દોષને ગૌણ કરી નાખે છે, ધર્મની કે ધર્માત્માની નિંદા થવા દેતા નથી. અહા, આ તો
પરમ પવિત્ર જૈનમાર્ગ...એકલી વીતરાગતાનો માર્ગ. કોઈ અજ્ઞાની જનો તેની નિંદા કરે
તેથી કાંઈ તે મલિન થઈ જતો નથી. આવા માર્ગની શ્રદ્ધામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ અત્યંત
નિષ્કંપ વર્તે છે; તલવારની તીખી ધાર જેવી તેની શ્રદ્ધા મિથ્યાત્વની કુયુક્તિઓને હણી
નાખે છે, કોઈપણ કુયુક્તિઓ વડે તેની શ્રદ્ધા ચલાયમાન થતી નથી.–આવા માર્ગને
જાણીને જે ધર્મી થયો છે એવા જીવને કોઈ દોષ થઈ જાય તો તેના ઉપગૂહનની આ વાત
છે. જ્યાં ગુણ અને દોષ બંને હોય તેમાં ગુણની મુખ્યતા કરીને દોષને ગૌણ–કરવો–તે
ઉપગૂહન છે. પણ જ્યાં સાચો માર્ગ હોય જ નહીં અને મિથ્યામાર્ગને જ ધર્મ મનાવી
રહ્યા હોય તેને તો જગતના હિત માટે પ્રસિદ્ધ કરીને બતાવે કે આ માર્ગ ખોટો છે,
દુઃખદાયક છે, માટે તેનું સેવન છોડો, અને પરમ સત્ય વીતરાગ જૈનમાર્ગને સેવો.
પોતામાં પણ રત્નત્રયધર્મની શુદ્ધી જેમ વધે તેમ કરે. દુનિયા સાથે મારે કામ નથી, મારે
તો મારા આત્મામાં શુદ્ધતા વધે ને વીતરાગતા થાય તે જ પ્રયોજન છે,–આવી
ભાવનાપૂર્વક ધર્મી પોતાના ધર્મની વૃદ્ધિ કરે છે; તેને ઉપબૃંહણગુણ કહેવાય છે.
ધર્મી જાણે છે કે મારા ગુણ મારામાં છે, મારી અનુભૂતિમાં મારો આત્મા પ્રસિદ્ધ
થયો છે–તે હું જાણું છું, દુનિયાને દેખાડવાનું શું કામ છે? શું દુનિયા માને તેથી કાંઈ મારા
ગુણની શુદ્ધિ વધે છે?–ને દુનિયા ન દેખે તેથી કાંઈ મારા ગુણની શુદ્ધિ અટકી જાય છે?–
ના. મારા ગુણ તો મારામાં છે.–આમ ધર્મી પોતાના ગુણનો ઢંઢેરો જગત પાસે નથી
પીટતા. મને ગુણ પ્રગટ્યા તે બીજા જાણે ને પ્રસિદ્ધ થાય તો ઠીક એવી તેને ભાવના
નથી. કોઈ ધર્માત્માના ગુણોની જગતમાં સહેજે પ્રસિદ્ધ થાય–તે