પડવાનું શું કામ છે?’ દુનિયા સ્વીકારે તો જ મારા ગુણ સાચા એવું કાંઈ નથી, ને
દુનિયા ન સ્વીકારે તે કાંઈ મારા ગુણને નુકશાન થઈ જતું નથી. મારા ગુણ કાંઈ મેં
દુનિયા પાસેથી નથી લીધા, મારા આત્મામાંથી જ ગુણ પ્રગટ કર્યાં છે, એટલે મારા
ગુણમાં દુનિયાની અપેક્ષા મને નથી. આમ ધર્મી જગતથી ઉદાસ નિજગુણમાં નિઃશંક
વર્તે છે.
જગતને તેની ખબર પણ ન પડે, એ તો પોતે પોતામાં આત્માની સાધનામાં મશગુલ
વર્તતા હોય. પોતાની પર્યાયમાં પોતાના ગુણોની પ્રસિદ્ધિ થઈ ત્યાં આત્મા પોતે
પોતાથી જ સંતુષ્ટ ને તૃપ્ત છે. પોતાના ગુણના શાંતરસને પોતે વેદી જ રહ્યો છે, ત્યાં
બીજાને બતાવવાનું શું કામ છે? ને બીજા જીવો પણ તેવી અંર્તદ્રષ્ટિ વગર ગુણને
ક્યાંથી ઓળખશે? આ રીતે ધર્મી પોતાના ગુણોને પોતામાં ગુપ્ત રાખે છે; ને બીજા
સાધર્મીના દોષને પણ ગોપાવીને તે દોષ દૂર કરવાનો ઉપાય કરે છે. ભાઈ, કોઈના
અવગુણ પ્રસિદ્ધ થાય તેથી તને શું લાભ છે? અને એનાં અવગુણ પ્રસિદ્ધ ન થાય તેથી
તને શું નુકશાન છે? ‘ભેંસના શિંગડા ભેંસને ભારે’–તેમ સામાના ગુણ–દોષનું ફળ
એને છે, એમાં તારે શું? માટે સમાજમાં જે રીતે ધર્મની નિંદા ન થાય ને પ્રભાવના
થાય–તે રીતે ધર્મી પ્રવર્તે છે.
વૃદ્ધિ થાય ને દોષ ટળે,–એટલે કે આત્માનું હિત થાય તે ધર્મની શોભા વધે–તેમ ધર્મી
વર્તે છે. કોઈ સાધીર્મીથી કોઈ દોષ થઈ ગયો હોય ને ખ્યાલમાં આવી જાય તો તેનો
ફંફેરો ન કરે, તિરસ્કાર ન કરે, પણ ગુપ્તપણે બોલાવીને પ્રેમથી સમજાવે કે–જો ભાઈ!
આપણો જૈનધર્મ તો મહાન પવિત્ર છે, મહાભાગ્યે આવો ધર્મ મળ્યો છે, તેમાં તારાથી
આવો દોષ થઈ ગયો પણ તું મુંઝાઈશ નહીં, તારા આત્માના શ્રદ્ધા–જ્ઞાનમાં દ્રઢ રહેજે.
જિનમાર્ગ મહા પવિત્ર છે, અત્યંત ભક્તિથી તેની આરાધના વડે તારા દોષને છેદી
નાંખજે.–આમ પ્રેમથી તેને ધર્મનો ઉત્સાહ જગાડીને તેના દોષ દૂર કરાવે છે. દોષને
છૂપાવવામાં કાંઈ તેના દોષને