માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૩:
ઉત્તેજન આપવાનો હેતુ નથી પણ તિરસ્કારથી તે જીવ નિરૂત્સાહિત ન થઈ જાય ને
બહારમાં ધર્મની નિંદા ન થાય–તે હેતુ છે; તથા ગુણની પ્રીતિવડે શુદ્ધતાની વૃદ્ધિનો હેતુ
છે; આવું ઉપગૂહન તથા ઉપબૃંહણ–અંગ છે. આ અંગના પાલન માટે જિનેન્દ્રભક્ત એક
શેઠની કથા પ્રસિદ્ધ છે, તે ‘સમ્યક્ત્વ–કથા’ વગેરેમાંથી જોઈ લેવી. આ રીતે સમ્યક્ત્વના
પાંચમાં ગુણનું વર્ણન કર્યું.
(વિશેષ આવતા અંકે)
• સન્તન વત •
સન્તો કહે છે: ભાઈ! તારે અત્યારે આત્માનો
આનંદ કમાવાનો અવસર આવ્યો છે તેને તું ચુકીશ નહિ.
આચાર્યદેવ કહે છે કે સ્વાનુભવથી હું જે શુદ્ધાત્મા
દેખાડું છું તેમાં સંદેહ કર્યાં વગર તારા સ્વાનુભવથી તું
પ્રમાણ કરજે!
અનાકુળ સ્વરૂપનું ધ્યાન અનાકુળ પરિણતિ વડે
જ થાય છે; તે ધ્યાનમાં જ આનંદ સ્ફુરે છે.
વિકલ્પ તો આકુળતા છે, આકુળતામાં આનંદની
સ્ફુરણા કેમ થાય?
આત્મા જડતો નથી–એમ કોઈ કહે, તો તેને કહે
છે કે ભાઈ! જ્યાં આત્મા છે ત્યાં તું ગોતતો નથી પછી
ક્યાંથી જડે? અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવમાં શોધ તો
જરૂર આત્મા જડશે. પરભાવમાં શોધ્યે તે નહિ મળે.