Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪: આત્મધર્મ ૨૪૯૮: માગશર
સમયસાર – મંગલાચરણ * (પૃ. ૧૬ થી ચાલુ)
અહો સિદ્ધપદ! તેના મહિમાની શી વાત! શુદ્ધાત્માની પૂર્ણદશા...તે તો જગતમાં
સૌથી આશ્ચર્યકારી છે...જેનો મહિમા વચનથી કે વિકલ્પથી પાર પડે નહીં. સંસારમાં
એવી કોઈ વસ્તુ નથી કે જેની ઉપમાથી સિદ્ધપદ બતાવાય. સિદ્ધગતિ અનુપમ
છે...અદ્ભુત એનો મહિમા છે–જે સાધકને સ્વાનુભવગમ્ય થાય છે. જે સિદ્ધગતિને
કોઈ રાગની–પુણ્યની ઉપમા પણ નથી આપી શકાતી, તો તે સિદ્ધગતિ રાગથી કે પુણ્યથી
કેમ પમાય? એ તો સ્વાનુભૂતિથી જ ઓળખાયને સ્વાનુભૂતિવડે જ પમાય–એવી
અદ્ભુત અનુપમ છે. સંસારના બધા ભાવોથી એની જાત જ જુદી છે. અહો! આવા
સિદ્ધભગવંતો! મારા આત્મામાં પધાર્યા છે.
મારામાં શુદ્ધાત્માના નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–શાંતિરૂપ જે દશા થઈ છે તે તો
સિદ્ધપ્રભુની ભાવસ્તુતિ છે; બહુમાનનો વિકલ્પ તે દ્રવ્યસ્તુતિ છે. આવી ભવસ્તુતિ તથા
દ્રવ્યસ્તુતિવડે આત્મામાં સિદ્ધપ્રભુને સ્થાપ્યા–હવે સિદ્ધદશા થયે જ છૂટકો. અત્યારે ભલે
સાક્ષાત્ સિદ્ધદશા ન હોય, પણ નિર્વિકલ્પઅનુભૂતિના બળે સ્વભાવની સન્મુખ થઈને જે
ભાવશ્રુતની ધારા ઊપડી તે હવે અપ્રતિહતપણે વચ્ચે ભંગ પડ્યા વગર સિદ્ધપદ લેવાની
જ છે.–આવી નિઃશંકતા સહિત, અપૂર્વ મંગલાચરણ કરીને સમયસાર શરૂ થાય છે.
આ સમયસાર શુદ્ધાત્માને પ્રકાશે છે, એટલે તેના કથન–શ્રવણથી મોહનો નાશ
થાય છે. સ્વ–પર બંનેના એટલે કે વક્તા અને શ્રોતા બંનેના, મોહના નાશને માટે આ
સમયસાર કહેવાય છે. માટે હે શ્રોતા! તું રાગનું કે વિકલ્પનું કે શબ્દોનું લક્ષ રાખીને
સાંભળીશ નહીં, પણ કહેવાના વાચ્યરૂપ જે શુદ્ધાત્મા છે તેમાં જ લક્ષને એકાગ્ર કરજે;
તેમાં લક્ષને એકાગ્ર કરતાં જ તારા મોહનો નાશ થઈ જશે. આ સમયસારના કથન કાળે
અમારું ઘોલન અંદર શુદ્ધાત્મામાં છે તેના બળે અમારો અસ્થિરતાનો મોહ પણ છૂટતો જ
જાય છે, ને તું પણ શ્રવણના કાળમાં તારા જ્ઞાનમાં શુદ્ધાત્માનું ઘોલન કરજે–જેથી તારા
મોહનો પણ જરૂર નાશ થશે, ને સમ્યગ્દર્શનાદિ વિશુદ્ધતા થશે. અંતરમાં જ્ઞાનધારાના
ઘોલનથી પરમ આનંદ પમાય છે ને મોહ ટળે છે. આ રીતે ભાવસ્તુતિ સહિત
સાંભળનારા શ્રોતાઓને શ્રીગુરુ આ સમયસાર સંભળાવે છે.
અનાદિઅનંત શ્રુતમાં જે કહ્યું. શ્રુતકેવળીભગવંતોએ સ્વંય અનુધવીને જે કહ્યું,
અને સર્વજ્ઞ કેવળીભગવંતોએ જે કહ્યું.–તે જ ભાવો હું મારા સ્વાનુભવપૂર્વક આ
સમયસારમાં કહીશ. આ રીતે દેવ તરીકે કેવળીભગવાનની સાક્ષી, ગુરુ તરીકે શ્રુત