Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcZp
Tiny url for this page: http://samyakdarshan.org/GWlPtB

PDF/HTML Page 30 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
સ્વ–પરને એક માનતો થકો અજ્ઞાનપર્યાયમાં વર્તે છે તે પરસમય છે. ચોથાગુણસ્થાને
સમ્યકત્વાદિ જેટલી શુદ્ધઅનુભૂતિ વર્તે છે તેમાં સ્થિત આત્મા સ્વસમય છે. અહા,
આત્મા અનુભૂતિમાં આવ્યો તેમાં તો અનંતા ગુણ સમાઈ જાય છે. સ્વસન્મુખ
અનુભૂતિમાં આખો આત્મા સમાઈ જાય છે. સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને, શુદ્ધપરિણતિ
સાથે એકત્વરૂપે પરિણમેલો આત્મા તે સ્વસમય છે. જેવો જ્ઞાનસ્વભાવ છે તેવું
પરિણમન થયું તેમાં તો આત્મા શોભે છે, તે તો આત્માનું સ્વરૂપ છે. પણ
જ્ઞાનસ્વભાવથી વિરુદ્ધ એવા મોહાદિ પરભાવરૂપે પરિણમવું તે પરસમયપણું છે, તેમાં
આત્માની શોભા નથી.
એકત્વપણામાં આત્માની શોભા છે, પણ સંસારના જીવોને તે એકત્વની
અનુભૂતિ દુર્લભ છે; દુર્લભ હોવા છતાં જ્ઞાનીની યથાર્થ ઉપાસનાવડે તેની પ્રાપ્તિ થઈ શકે
છે; અને આ સમયસારમાં આચાર્યદેવે આત્માના અદ્ભુત વૈભવથી તે એકત્વસ્વરૂપ
દેખાડીને તેનો સ્વાનુભવ કરાવ્યો છે. શુદ્ધઆત્માની સ્વાનુભૂતિ મહા આનંદમય છે ને તે
જ આ સમયસારના અભ્યાસનું ફળ છે.
ભૂતાર્થસ્વભાવ ત્રિકાળ છે, તેની સન્મુખ થઈને તેનો સ્વીકાર કરતાં આત્મા
પોતે પોતામાં એકત્વથી સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમે છે. જ્ઞાનસ્વભાવમાં તન્મયરૂપ
જ્ઞાનભાવે પરિણમતો આત્મા તે સાચો આત્મા છે; અને ક્રોધાદિ પરભાવોમાં તન્મય
થઈને અજ્ઞાન–ભાવરૂપે પરિણમતો આત્મા તે અનાત્મા છે, આત્મભાવની તેને પ્રાપ્તિ
નથી થઈ. –આમ જીવને એક સ્વસમયપણું અને બીજું પરસમયપણું–એવી બે
અવસ્થાઓ છે. તેમાં સ્વસમયપણું તે સુંદર છે. અનાદિથી પરસમયપણું છે તે છૂટીને
સ્વસમયપણું થાય–એવી વાત આ સમયસારમાં બતાવી છે. તેને હે ભવ્ય જીવો! તમે
બહુમાનપૂર્વક સાંભળીને લક્ષમાં લેજો.
* * * * *
* પ્રભુ! તું મહાન તત્ત્વ છો; રાગ જેટલો નાનકડો તું નથી.
* તારામાંથી તો અલૌકિક આનંદના તરંગ ઊઠે એવો તું છો.
* તારામાંથી રાગના કે દુઃખના તરંગ ઊઠે એવો તું નથી.
* અંતર્મુખ થતાં સ્વતત્ત્વ જ્ઞાન–આનંદના તરંગરૂપે પરિણમે છે.
* આવા આનંદમય તત્ત્વનું માપ વિકલ્પોથી થઈ શકે નહીં;
એનું માપ તો ચેતનાવડે જ થાય.–એવું મહાન આત્મતત્ત્વ છે.