Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcZp
Tiny url for this page: http://samyakdarshan.org/GWlXZ7

PDF/HTML Page 46 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
રૂપેપરિણમતી નથી, શુદ્ધતારૂપ પરિણમે છે; ત્યારે તેને ‘શુદ્ધ’ કહીએ છીએ.
આવા આત્માને ‘જ્ઞાયકભવ’ કહ્યો, તેનો અર્થ એવો નથી કે પરજ્ઞેયોની
અપેક્ષાથી તેને જ્ઞાયકપણું છે. જ્ઞાયકભાવ પરજ્ઞેયોથી નિરપેક્ષ છે,–કેમકે જ્યારે
પરજ્ઞેયને ન પ્રકાશતો હોય ને અંતર્મુખ થઈને પોતે સ્વસંવેદનથી પોતાના સ્વરૂપને
પ્રકાશતો હોય ત્યારે પણ તેને જ્ઞાયકપણું જ છે. સ્વને પ્રકાશે કે પરને પ્રકાશે, જ્ઞાયક
તો જ્ઞાયક જ છે. પરજ્ઞેય હોય તેવી જ્ઞાનઅવસ્થા થાય તે વખતે પણ ‘આ જ્ઞાયક
છે’ એમ જ્ઞાયકપણે જ આત્મા પ્રસિદ્ધ થાય છે; તે વખતે પણ કાંઈ જ્ઞેયપણે આત્મા
પ્રસિદ્ધ થતો નથી. અરે, જે ‘જ્ઞાયકભાવ’ને પરજ્ઞેયની પણ અપેક્ષા નથી, તેને
બહારનાં માન–અપમાન કેવા?
રાગને જાણતી વખતે જ્ઞાનમાં ‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાયકપણું જ પ્રકાશે છે, પણ
‘હું આ રાગ છું’ એમ રાગપણે જ્ઞાન પ્રકાશતું નથી. એટલે રાગને જાણનારું જ્ઞાન
રાગરૂપે પરિણમતું નથી; રાગથી ભિન્નપણે જ પરિણમે છે, માટે તે ‘શુદ્ધ’ છે. આવી
શુભાશુભરાગથી જુદી શુદ્ધ જ્ઞાનપરિણતિ થઈ ત્યારે આત્માને શુદ્ધપણે ઉપાસ્યો કહેવાય.
પૂર્વે નહોતું જાણ્યું એવું એકત્વસ્વરૂપ તેણે જાણી લીધું; આત્માનો જેવો વૈભવ
આચાર્યદેવે બતાવ્યો તેવો તેણે જાણી લીધો. અહા! ભગવાન આત્મા પોતે પોતાના
જ્ઞાયકસ્વરૂપે પ્રસિદ્ધ થયો...અનુભૂતિમાં પ્રગટ થયો.
આત્માનાસ્વસંવેદન પૂર્વક જે જ્ઞાન ખીલ્યું તેમાં પરજ્ઞેયો તથા રાગાદિ
ભાવો પણ જણાય–એ તો જ્ઞાનનું સામર્થ્ય છે. અનેક પરજ્ઞેયો જણાય, છતાં જ્ઞાયક
તો જ્ઞાયકભાવરૂપે જ રહે છે, જ્ઞાયક કાંઈ જ્ઞાયકપણું છોડીને તે પર જ્ઞેયોરૂપે થતો
નથી. રાગને જાણનારું જ્ઞાન કાંઈ રાગરૂપ મેલું થઈ જતું નથી. અજ્ઞાની એકલા
રાગરૂપે જ પોતાનું અસ્તિત્વ માને છે, આખો જ્ઞાયકસ્વભાવ રાગ વગરનો છે તેનું
અસ્તિત્વ તેને દેખાતું નથી. જ્ઞાયકભાવરૂપે પોતાનું અસ્તિત્વ દેખે તો જ્ઞાયકસત્તા
જ્ઞાનભાવરૂપે પરિણમે, ને શુભાશુભરૂપે ન પરિણમે; એ રીતે રાગાદિથી ભિન્નપણે
ઉપાસવામાં આવતાં જ્ઞાયકભાવ શુદ્ધપણે અનુભવમાં આવે છે. શુદ્ધ આત્માનો
આવો અનુભવ કરવો તે જ આ સમયસારનું તાત્પર્ય છે. સીમંધરભગવાન પાસે
જઈને કુંદકુંદાચાર્યદેવ