ક્્યાંય, કોઈ પરભાવમાં કે કોઈ સંયોગમાં કિંચિત્ સુખ નથી, સુખ તો
ચૈતન્યની વીતરાગી અનુભૂતિમાં જ છે––એમ જેના અંતરમાં ભાસ્યું હોય,
એવા જીવની આ જિજ્ઞાસા છે કે હે પ્રભો! હું મારા પરમાત્મતત્ત્વને જાણુ––
એવો ઉપદેશ મને આપો.
સર્વત્ર હું દુઃખથી તરફડી રહ્યો છું, ચાર ગતિમાં ક્યાંય મને ચેન નથી,
સ્વર્ગમાંય ચેન નથી; પરમાત્મતત્ત્વમાં જે સુખ ભર્યું છે તેનો મને અનુભવ કેમ
થાય–એ જ મારે સમજવું છે. પ્રભો! સંસારમાં બીજી કોઈ વાંછા નથી, મારા
ચૈતન્ય સુખ સિવાય બીજું કાંઈ હું ચાહતો નથી. આવો અંતરનો પોકાર જેને
જાગ્યો તે શિષ્યને શ્રીગુરુ પરમાત્મતત્ત્વ સમજાવે છે, ને કોરો ઘડો જેમ
પાણીના ટીપાંને ચૂસી લ્યે તેમ, તે શિષ્ય તરત સમજી જાય છે.
સેવન વગર અનંતકાળ દુઃખના દરિયામાં જ ડુબી રહ્યો, હવે આ દુઃખના
દરિયાનો કિનારો આવે ને હું સુખ પામું એનો ઉપાય શું છે? તે જાણીને તેનું જ
સેવન કરવાની ધગશ છે. એક જ ધગશ છે, એક જ ધૂન છે, એક જ જિજ્ઞાસા
છે. જે પરમાત્મસ્વભાવના લાભ વગર, એટલે ભાન વગર, હું સંસારમાં ભમ્યો
અને જેની પ્રાપ્તિથી મારું ભ્રમણ મટે એવો પરમાત્મસ્વભાવ મને બતાવો.––આ
રીતે જિજ્ઞાસુ શિષ્ય આત્માનું સ્વરૂપ સાંભળવા માંગે છે.