: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
બીજાું કાંઈ મારે નથી જોઈતું – એક આત્મા જ જાણવો છે
કે જેને જાણવાથી સુખનો અનુભવ થાય.
(૧૬મા પાનાંનો લેખ ચાલુ)
આત્મજ્ઞાન સિવાય જગતમાં કાંઈ સાર નથી. ભરત જેવા ચક્રવર્તી કે
સ્વર્ગના ઈન્દ્ર પણ શુદ્ધઆત્માને જ સાર સમજીને, તીર્થંકરભગવાન પાસે
વિનયથી એનું જ સ્વરૂપ પૂછે છે, ને બહુમાનથી સાંભળે છે. પ્રભો! જગતમાં
સૌથી ઉત્તમ ને આદરણીય જે શુદ્ધાત્મા તે કેવો છે? પોતાને તેનું ભાન હોય
તોપણ મુમુક્ષુ જીવો ભગવાન પાસે મુનિરાજ પાસે જઈને ફરીફરીને આદરપૂર્વક
તેનું સ્વરૂપ સાંભળે છે. અહીં (પરમાત્મપ્રકાશમાં) પ્રભાકર ભટ્ટ પણ એ જ
વાત પૂછે છે, અને તેને પરમાત્માનું સ્વરૂપ સમજાવે છે. (દરેક જિજ્ઞાસુશિષ્યે
પોતાને પ્રભાકર ભટ્ટના સ્થાને જ સમજવો.)
જુઓ તો ખરા, શુદ્ધાત્માના જિજ્ઞાસુને માટે ઉત્કૃષ્ટ દાખલો ઠેઠ
ભરતચક્રવર્તીનો આપ્યો. જેમ ઋષભદેવની સભામાં ભરતચક્રવર્તીએ
શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછ્યું હતું તેમ અહીં સંસારથી ભયભીત થઈને આત્માના
સુખને માટે પ્રભાકર ભટ્ટ યોગીન્દુદેવને વિનયથી તે જ વાત પૂછે છે.
શુદ્ધાત્માની આરાધનારૂપ રત્નત્રય જેને પ્રિય છે એવા જીવો જ્ઞાની પાસે તેનો
જ પ્રશ્ન પૂછે છે. વાહ! શ્રોતા એવા છે કે જેને પ્રિયમાં પ્રિય આત્મા છે,
આત્માના રત્નત્રય જેને પ્રિય છે, વ્યવહારમાં પંચપરમેષ્ઠીની ભક્તિ પ્રિય છે;
એ સિવાય સંસારમાં બીજું કાંઈ જેને પ્રિય નથી, જેઓ ચૈતન્યના વીતરાગ
નિર્વિકલ્પ આનંદરસના પ્યાસા છે, અને જેમને રાગની કે પુણ્ય–વૈભવની
પિપાસા નથી. પ્રવચનસારમાં કહે છે કે ‘પરમ આનંદના પિપાસુ ભવ્યજીવોને
માટે આ ટીકા રચાય છે. સમાધિશતકમાં કહે છે કે કૈવલ્યસુખની સ્પૃહાવાળા
જીવોને માટે પરથી વિભક્ત આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે. જુઓ તો
ખરા, સંતોએ તો પરમ આનંદનાં પરબ માંડ્યા છે. જેમ ભરઉનાળામાં
તૃષાતૂરને માટે ઠંડા પાણીનાં પરબ મંડાયા હોય ત્યાં તરસ્યા જીવો પ્રેમથી
આવીને પાણી પીએ છે ને તેનું હૃદય ઠરે છે; તેમ સંસાર–ભ્રમણરૂપી
ભરઉનાળામાં રખડી–રખડીને