Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 43
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
સિંહે મુનિરાજના ઉપદેશથી આવું ભેદજ્ઞાન કર્યું હતું ને પછી તે ભરતક્ષેત્રમાં તીર્થંકર
થયા હતા. વળી ઋષભદેવ પ્રભુએ પૂર્વભવમાં જ્યારે મુનિએ આહારદાન દીધું ત્યારે પણ
એક સિંહ અને વાંદરાએ એક સાથે અનુમોદના કરી હતી, સાથે બેસીને ઉપદેશ સાંભળ્‌યો
હતો; ને અંતે તેઓ બંને ઋષભદેવ ભગવાનના પુત્રો થઈને મોક્ષમાં ગયા. આપણે પણ
હવે મિત્રપણે સાથે રહેશું ને ભેદજ્ઞાન કરીને ભગવાન થઈશું.
વાંદરાની વાત સાંભળીને સિંહે હિંસકભાવ છોડી દીધા, શાંતભાવ પ્રગટ કરીને
ભેદજ્ઞાન કર્યું; અને તે સિંહ તથા વાંદરો એકબીજાના સાધર્મી–મિત્રો બની ગયા.
ધન્ય તે સિંહ! ધન્ય તે વાંદરો!
(નાનકડા બંધુઓ, તમે આ સિંહ અને વાંદરાની વાર્તામાંથી ભેદજ્ઞાનનો ઉત્તમ
બોધ ગ્રહણ કરજો શરીર અને આત્મા જુદા છે––એવી સમજણ કરજો.)
(વિશેષ આવતા અંકે)
“અહો, મને રત્ન મળ્‌યું!”
વીતરાગવાણીરૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધચિદ્રપ–રત્ન
પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્યપ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે
અહો! મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્‌યું, સર્વજ્ઞ ભગવાનની
વાણીરૂપી શ્રુતસમુદ્રનું મંથન કરી–કરીને, કોઈપણ પ્રકારે વિધીથી
મેં, પૂર્વે કદી નહીં પ્રાપ્ત કરેલું અને પરમપ્રિય એવું શુદ્ધ ચૈતન્યરત્ન
પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્યરત્નની પ્રાપ્તિથી મારી મતિ સ્વચ્છ થઈ
ગઈ છે; તેથી મારા ચૈતન્ય સિવાય અન્ય કોઈ દ્રવ્ય મને મારું
ભાસતું નથી. આ ચૈતન્યરત્નને જાણી લીધા પછી હવે જગતમાં
મારા ચૈતન્યરત્નથી ઊંચો બીજો કોઈ એવો પદાર્થ નથી કે જે મારે
માટે જ્ઞેય હોય–દ્રશ્ય હોય કે ગમ્ય હોય. જગતમાં ચૈતન્યથી અન્ય
બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય
નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું
નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી.
વાહ, કેવું અદ્ભુત છે મારું ચૈતન્યરત્ન!
(રત્નસંગ્રહમાંથી)

PDF/HTML Page 42 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :














અમરેલીના જિનમંદિરમાં બિરાજમાન શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ
ભગવંતોની પંચકલ્યાણકવિધિ અગાઉ આંકડિયામાં તથા ભાવનગરમાં થઈ હતી.
ભાવનગરમાં ગુરુ કહાન ભક્તિપૂર્વક ભગવાન નેમનાથાદિ ભગવંતોની પ્રતિમા ઉપર
અંકન્યાસ વિધાન કરી રહ્યા છે તેનું મંગલ દ્રશ્ય.

PDF/HTML Page 43 of 43
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd No. G. 182
પૃ. ગુરુદેવના વિહારનો કાર્યક્રમ
[માહ વદ ૧૩ શનિવાર તા. ૧ર ફેબ્રુઆરીના રોજ સોનગઢથી મંગલપ્રસ્થાન]
ગોંડલ તા. ૨૮–૨૯ રાજકોટ માર્ચા તા. ૧ થી ૧પ (ફાગણ વદ ૨ થી અમાસ)
મોરબી તા. ૧૬ થી ૧૯ (ચૈત્ર સુદ બીજ તા. ૧૭ મીએ જિનમંદિરની વર્ષગાંઠ)
જામનગર તા. ૨૦ થી ૨૩
વાંકાનેર તા. ૨૪ થી ૨૭ (ચૈ. સુદ તેરસ તા. ૨૭ મીએ મહાવીરજયંતિ તથા
જિનમંદિરની વર્ષગાંઠ)
સુરેન્દ્રનગર તા. ૨૮ થી ૩૦
જોરાવરનગર તા. ૩૧ માર્ચ તથા ૧ એપ્રિલ
લીંબડી એપ્રિલ તા. ૨–૩–૪
વઢવાણ તા. પ–૬–૭ (ચૈત્ર વદ આઠમે જિનમંદિરની વર્ષગાંઠ)
અમદાવાદ તા. ૮ થી ૧૩
પાલેજ તા. ૧૪–૧પ અધિક વૈ. સુદ ૧–૨
અમદાવાદ તા. ૧૬
દહેગામ તા. ૧૭–૧૮; રખિયાલ તા. ૧૯–૨૦
તલોદ તા. ૨૧–૨૨ એપ્રિલ; સોનાસણ તા. ૨૩ રવિવાર.
ઝીંઝવા તા. ૨૪; હિંમતનગર તા. ૨પ–૨૬, નવા તા. ૨૭
ચોરીવાડ તા. ૨૮–૨૯
રણાસણ તા. ૩૦ એપ્રિલ તથા પહેલી મે.
ફત્તેપુર મે. તા. ૨ થી ૧૬ (પ્રથમ વૈશાખ વદ ૪ થી દ્વિતીય વૈશાખ સુદ ૪ સુધી)
(વૈશાખ સુદ ત્રીજે પંચકલ્યાણક–મહોત્સવ પૂર્વક વેદી–પ્રતિષ્ઠા)
બામણવાડા તા. ૧૭–૧૮ (સુ. પ રામપુરા–સુ. ૬ બામણવાડા–વેદીપ્રતિષ્ઠા)
ઉદેપુર તા. ૧૯ થી ૨૨ (સ્વાધ્યાયભવન ઉદ્ઘાટન)
કુરાવડ તા. ૨૩–૨૪ (સ્વાધ્યાયભવન ઉદ્ઘાટન)
મંદસોર તા. ૨પ થી ૨૮ પ્રતાપગઢ તા. ૨૯ થી ૧ જૂન
રતલામ તા. ૨–૩ ઈન્દોર તા. ૪–પ–૬–૭
મુંબઈ તા. ૮ ભાવનગર તા. ૯–૧૦–૧૧–૧૨
સોનગઢ તા. ૧૩ જૂન મંગળવાર
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૦૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) ફાગણ : (૩૪૧)