Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 43
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
• ચૈતન્યની મીઠી – મધુરી ર્ચા •
ચૈતન્યરસ અત્યંત મધુર છે...તેની ચર્ચા મુમુક્ષુને આનંદ ઉપજાવે છે

પ્રશ્ન:–દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદના વિચારમાં પણ મિથ્યાત્વ છે, તે કઈ રીતે?
ઉત્તર:–ભેદના વિચાર તે કાંઈ મિથ્યાત્વ નથી; એવા ભેદવિચાર તો સમ્યગ્દ્રષ્ટિનેય
હોય; પણ તે ભેદવિચારમાં જે રાગરૂપ વિકલ્પ છે તે વિકલ્પને લાભનું કારણ
માનીને તેમાં જે જીવ એકત્વબુદ્ધિ કરીને અટકે છે તેને મિથ્યાત્વ છે–એમ જાણવું.
એકત્વબુદ્ધિ વગર ભેદવિકલ્પ તે મિથ્યાત્વ નથી, તે અસ્થિરતાનો રાગ છે.
પ્રશ્ન:–ગુણભેદના વિચારથી પણ મિથ્યાત્વ ન ટળે, તો મિથ્યાત્વને ટાળવું કેમ?
ઉત્તર:–જે શુદ્ધવસ્તુમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ–એ શુદ્ધવસ્તુમાં પરિણામ
તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે. બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ.
ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુમાં ક્યાં છે!–નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીત
ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને
વિકલ્પમાં વસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પથી ખસીને
(છૂટી પડીને) સ્વભાવમાં આવી ત્યાં સમ્યક્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્‌યું.––આ
મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, વિકલ્પ કરતાં ચિદાનંદસ્વભાવનો અનંતો
મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ.–એમ કરવાથી પરિણામ
તેમાં તન્મય થાય છે.
પ્રશ્ન:–એક સમયની પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે, –વ્યય એટલે શું?
ઉત્તર:–પર્યાયનો સ્વભાવ એવો છે કે તેનું અસ્તિત્વ એક સમય જ રહે, પછીના
સમયે તે ન રહે; એનું નામ ‘વ્યય’ છે. દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય એકસમયપૂરતી
છે; એટલે દ્રવ્યથી જોતાં વસ્તુ નિત્ય દેખાય છે ને પર્યાયથી જોતાં વસ્તુ અનિત્ય
દેખાય છે;–આમ વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે.
પ્રશ્ન:–નવતત્ત્વને જાણવા તે સમ્યગ્દર્શન છે, કે શુદ્ધજીવને જાણવો તે સમ્યગ્દર્શન છે?

PDF/HTML Page 22 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
ઉત્તર:–નવ તત્ત્વોને યથાર્થપણે જાણતાં તેમાં શુદ્ધજીવનું જ્ઞાન પણ ભેગું આવી જ
જાય છે; ને શુદ્ધજીવને જાણે તો તેને નવ તત્ત્વનું પણ યથાર્થજ્ઞાન જરૂર હોય છે.–
આ રીતે નવતત્ત્વનું જ્ઞાન તે સમ્યગ્દર્શન કહો, કે શુદ્ધજીવનું જ્ઞાન તે સમ્યક્ત્વ
કહો; તે બંને એક જ છે. (જ્ઞાન કહેતાં તે જ્ઞાનપૂર્વકની પ્રતીત, તેને સમ્યગ્દર્શન
સમજવું.)
–આમાં એક વિશેષતા એ કે, સમ્યક્ત્વ પ્રગટવાની અનુભૂતિના કાળે નવ તત્ત્વો
ઉપર લક્ષ નથી હોતું, ત્યાં તો શુદ્ધજીવ ઉપર જ મીટ હોય છે. ને ‘આ હું’ એવી
જે નિર્વિકલ્પપ્રતીતિ છે તેના ધ્યેયભૂત એકલો શુદ્ધ આત્મા જ છે.
પ્રશ્ન:– નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે–એ વાત કેટલા ટકા
સાચી?
ઉત્તર:–સો એ સો ટકા સાચી; જે નિર્વિકલ્પતારૂપ પરિણમન છે તેમાં તો મનનું
અવલંબન જરાપણ નથી, તેમાં તો મનનો સંબંધ તદ્ન છૂટી ગયો છે. તે વખતે
અબુદ્ધિપૂર્વક જે રાગાદિ પરિણમન હોય તેમાં મનનો સંબંધ છે.
પ્રશ્ન:–જીવ ક્યા વેદથી મોક્ષ પામે?
ઉત્તર:–પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદ–એ ત્રણેય વેદનો અભાવ કરે. ત્યારે જીવ
મોક્ષ પામે; કોઈપણ વેદ હોય ત્યાં સુધી જીવ મોક્ષ ન પામે. આ ભાવવેદની
અપેક્ષાએ સમજવું.
અને, મોક્ષગામી જીવને અંતિમ ભવે દ્રવ્યવેદમાં પુરુષવેદ જ હોય છે; પરંતુ
તેનોય જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષ થાય છે, કેમકે શરીરને સાથે રાખીને
મોક્ષ થાય નહિ.
આ રીતે, કોઈ પણ વેદથી મોક્ષ થતો નથી. જ્યાં સુધી વેદ છે ત્યાં સુધી મોક્ષ
નથી. મોક્ષ પામનારો જીવ સમસ્ત વેદથી રહિત, અવેદી હોય છે. એટલે ‘મોક્ષ’
તત્ત્વ શોધવું હોય તો અવેદમાર્ગણામાં શોધી શકાય. વેદમાં તે મળે નહિ.
માર્ગણા એટલે શું?
માર્ગણા એટલે જીવને શોધવાનાં પ્રકારો; જ્યાં જ્યાં જીવ મળે તેવા સ્થાનોને
માર્ગણાસ્થાન કહેવાય છે.

PDF/HTML Page 23 of 43
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
માર્ગણાસ્થાન કેટલાં છે?
માર્ગણાસ્થાનો મુખ્યપણે ૧૪ છે.––(તે દરેક માર્ગણા, તથા તેના પેટા ભેદ નીચે
કૌંસમાં બતાવ્યા છે–
૧ ગતિ ૪+૧ (ચારગતિ, તથા એક સિદ્ધગતિ)
૨ ઈન્દ્રિય પ+૧ (એકેન્દ્રિથી પંચેન્દ્રિય; તથા અતીન્દ્રિય)
૩ કાય ૬+૧ (પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર તથા ત્રસ એ છકાય, તથા એક અકાય)
૪ જોગ ૧૫+૧ (૪ મનના, ૪ વચનના, ૭ કાયાના, કુલ ૧પ યોગ, અને એક અયોગ)
પ વેદ ૩+૧ (સ્ત્રી–પુરુષ–નપુંસક ત્રણ વેદ, તથા એક અવેદ)
૬ કષાય ૪+૧ ક્રોધાદિ ૪ કષાય, તથા એક અકષાય)
૭ જ્ઞાન ૮ (મતિ આદિ પાંચ સમ્યગ્જ્ઞાન, ત્રણ અજ્ઞાન)
૮ સંયમ ૭+૧ (૧ અસંયમ, ૧ સંયમાસંયમ, પ સંયમ કુલ ૭; તથા ૧ સંયમ–
અસંયમ બંનેથી પાર)
૯ દર્શન ૪ (ચક્ષુ–અચક્ષુ આદિ)
૧૦ લેશ્યા ૬+૧ (કૃષ્ણ–નીલ–કાપોત, પ્રીત–પદ્મ–શુક્લ છ લેશ્યા; ૧ અવલેશ્યા)
૧૧ ભવ્યત્વ ૨+૧ (ભવ્ય તથા અભવ્ય; તથા તે બંનેથી પાર)
૧૨ સમ્યક્ત્વ ૬ (ત્રણ સમ્યક્ત્વ; મિશ્ર, સાસાદન તથા મિથ્યાત્વ)
૧૩ સંજ્ઞિપ્ત ૨+૧ (સંજ્ઞી, અસંજ્ઞી; સંજ્ઞા–અસંજ્ઞા બંનેથી પાર)
૧૪ આહાર ૨ (આહારક, અનાહારક)
ઉપર મુજબ ૧૪ માર્ગણા છે. કઈ કઈ માર્ગણામાં ક્યાક્યા
ગુણસ્થાનવાળા જીવો હોય? તેની સંખ્યા કેટલી? તેનું ક્ષેત્ર કેટલું? તેનો કાળ
કેટલો? અને તેના ભાવો ક્યા? વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન ‘ષટખંડાગમ’
વગેરે સિદ્ધાંતગ્રંથોમાં છે.
પ્રશ્ન:–૧૪ માર્ગણાઓમાંથી કઈ કઈ માર્ગણાઓ ‘નિરંતર’ છે? અને કઈ
માર્ગણાઓ ‘સાંતર’ છે?
ઉત્તર:–પ્રથમ નિરંતર અને સાંતરની વ્યાખ્યા: જે ગતિ વગેરે માર્ગણામાં કોઈને કોઈ
જીવ સદાય વિદ્યમાન હોય, જીવ વગરની ખાલી ન હોય, તે માર્ગણાને ‘નિરંતર’

PDF/HTML Page 24 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
કહેવાય છે; અને જે માર્ગણામાં જીવ ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય–તેને
‘સાંતર’ (અંતરસહિત) કહેવાય છે.
સામાન્યપણે તો બધી માર્ગણા નિરંતર છે; પણ વિશેષપણે જોતાં
માર્ગણાના પેટા પ્રકારોમાંથી નીચેના આઠ પ્રકારો સાંતર છે––
(૧) અપર્યાપ્ત મનુષ્યગતિ; (૨) વૈક્રિયિકમિશ્રકાયયોગ;
(૩) આહારકકાયયોગ;
(૪) આહારકમિશ્રકાયયોગ;
(પ) સૂક્ષ્મસાંપરાય સંયત; (૬) ઉપશમ સમ્યક્ત્વ;
(૭) સાસાદન સમ્યક્ત્વ; (૮)
સમ્યક્મિથ્યાત્વ
(આ આઠ માર્ગણાસ્થાનોમાં જીવો ક્યારેક હોય છે, ને ક્યારેક તે માર્ગણવાળો
કોઈ પણ જીવ જગતમાં હોય જ નહિ, તેથી તે આઠ પ્રકારો અંતરસહિત છે.)
માર્ગણામાં જીવને શોધવાની રીત: (એક દ્રષ્ટાંત) જેમકે ગતિમાર્ગણા, તેમાં––
નરકગતિમાં જીવ છે?...હા.
નરકગતિમાં કેટલા જીવ છે? અસંખ્યાત જીવ છે.
નરકગતિના જીવોનું ક્ષેત્ર કેટલું છે? લોકના સંખ્યાતમા ભાગનું ક્ષેત્ર છે.
નરકગતિના જીવોનો કાળ કેટલો છે? સામાન્યપણે અનાદિઅનંત; વિશેષપણે
એક જીવનો કાળ દશ હજાર વર્ષથી માંડીને ૩૩ સાગરોપમ સુધી.
નરકગતિના જીવોને ભાવ ક્યા હોય છે? ઔદયિકાદિ પાંચે ભાવો સંભવે છે. એ
રીતે સત્, સંખ્યા વગેરે આઠ બોલથી દરેકનું વર્ણન થાય છે.
(એ જ રીતે મનુષ્યગતિ દેવગતિ વગેરેમાં પણ ઊતરવાનું.) એ પ્રમાણે
સામાન્ય વર્ણન કરીને પાછા તેના પેટાભેદમાં દરેક બોલ લાગુ પાડવા–જેમકે
પહેલી નરકમાં જીવ છે? કેટલા જીવ છે? કેટલું ક્ષેત્ર છે? કેટલો કાળ છે? વગેરે.
વળી માર્ગણા સાથે ગુણસ્થાનોનું પણ વર્ણન કર્યું છે: ક્યા ગુણસ્થાને કઈ
કઈ માર્ગણા સંભવે? તથા કઈ માર્ગણામાં કયાકયા ગુણસ્થાન સંભવે? વગેરે
ઘણા પ્રકારથી વિસ્તારપૂર્વક વર્ણન સિદ્ધાંતગ્રંથોમાં કર્યું છે; તે સર્વજ્ઞતાની પ્રતીત
કરાવનારું અને વીતરાગતા પોષક છે. કોઈવાર એ સિદ્ધાંતગ્રંથોમાંથી મહત્ત્વના
વિષયોનું દોહન આત્મધર્મમાં આપવાની ભાવના છે.

PDF/HTML Page 25 of 43
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
માર્ગણાસ્થાનોની જેમ ગુણસ્થાનોમાં પણ નિરંતર અને સાંતરના ભાગ
આ પ્રમાણે છે––૧, ૪, પ, ૬, ૭, ૧૩, ૧૪ આ સાત ગુણસ્થાનો તો નિરંતર છે,
તે ગુણસ્થાનવાળા કોઈ ને કોઈ જીવ જગતમાં સદાય હોય જ છે, તેનો કદી
વિરહ નથી; અને બાકીનાં ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ એ સાત ગુણસ્થાનો
સાંતર છે.
પ્રશ્ન:–ભેદજ્ઞાનની રીત અટપટી અઘરી લાગે છે તો શું કરવું?
ઉત્તર:–વારંવાર દ્રઢપણે અતિશય પ્રેમથી તેનો અભ્યાસ કરતાં તે જરૂર સુગમ
થઈ જાય છે. ભેદવિજ્ઞાન કરીકરીને અનંતા જીવો મુક્તિ પામ્યા, તે જીવો
આપણા જેવા જ હતા, તો તેમણે જે કર્યું તે આપણાથી પણ થઈ શકે તેવું છે.
ખરી ધગશથી તેનો અભ્યાસ કરવો જોઈએ. અટપટું તો છે પણ અશક્ય નથી,
એટલે તેના ખરા પ્રયત્નથી તે જરૂર થઈ શકે તેવું છે. સાચી સમજણથી માર્ગ
સરળ થઈ જાય છે.
રાગ અને જ્ઞાન વચ્ચે સૂક્ષ્મ સાંધ છે, તેઓ કાંઈ સાંધ વગરના એકમેક
થઈ ગયા નથી, માટે પ્રજ્ઞાછીણીના વારંવાર અભ્યાસવડે તેમને ભિન્ન પાડીને
શુદ્ધજ્ઞાનને અનુભવી શકાય છે. માટે નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો.
પ્રશ્ન:–જાતિસ્મરણજ્ઞાન ક્યારે થાય?
ઉત્તર:–એ જ્ઞાન જેને પૂર્વભવના તે પ્રકારના સંસ્કાર હોય તેને થાય છે. પણ
મુમુક્ષુને મુખ્યતા આત્મજ્ઞાનની છે, જાતિસ્મરણની મુખ્યતા નથી. મોક્ષનું કારણ
આત્મજ્ઞાન છે, જાતિસ્મરણજ્ઞાન મોક્ષનું કારણ નથી. ધર્મસંબંધી
જાતિસ્મરણજ્ઞાન હોય તો તે વૈરાગ્યનું કે સમ્યક્ત્વાદિનું નિમિત્ત થાય છે. પણ
ભાવના અને પ્રયત્ન આત્મજ્ઞાનનો હોય, જાતિસ્મરણનો નહીં.
જાતિસ્મરણ તો ભવને જાણે છે; એકલું જાતિસ્મરણજ્ઞાન મોક્ષનું કારણ
થતું નથી. સ્વાનુભવ જ્ઞાન વડે આત્માની સ્વજાતને જાણવી તે પરમાર્થ
જાતિસ્મરણ છે, તે મોક્ષનું કારણ છે.
પ્રશ્ન:–દર્શનમોહની એક પ્રકૃતિનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ’ કેમ છે?
ઉત્તર:–કેમકે તેના ઉદયની સાથે ‘સમ્યક્ત્વ’ પણ હોય છે, એટલે સમ્યક્ત્વની
સહચારિણી હોવાથી તેનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ’ પડ્યું. ક્ષાયોપશમિક
સમ્યક્ત્વની સાથે તેનો ઉદય હોય છે.

PDF/HTML Page 26 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
પ્રશ્ન:–ધર્મનો મર્મ શું છે?
ઉત્તર:–આત્મા પોતાના સ્વભાવસામર્થ્યથી પૂરો છે ને પરથી અત્યંત જુદો છે––
એમ સ્વ–પરની ભિન્નતા જાણીને, સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે
તે ધર્મનો મર્મ છે.
પ્રશ્ન:–કેવળજ્ઞાનીના શરીરમાં નિગોદજીવો હોય?
ઉત્તર:–ના; કેવળીનું શરીર પરમ ઔદારિક છે, તેના આશ્રયે નિગોદના જીવો ન
હોય. પરમ ઔદારિક શરીર, આહારક શરીર, દેવ તથા નારકીનાં વૈક્રિયિકિ
શરીર, પૃથ્વી–અપ્–તેજ–વાયુકાય, એ આઠ સ્થાનોનાં આશ્રયે નિગોદજીવો નથી.
(સૂક્ષ્મનિગોદ તો જગતમાં સર્વત્ર છે, તે કોઈના આશ્રયે નથી. બાદરનિગોદજીવો
ઉપરોક્ત સ્થાનના આશ્રયે હોતાં નથી; તે ક્ષેત્રે ભલે હો.)
પ્રશ્ન:–જીવ અત્યારે જે પુણ્ય–પાપ કરે છે તેનું ફળ ક્યારે મળે?
ઉત્તર:–કરેલા પુણ્ય–પાપનું ફળ કોઈ જીવને આ ભવમાં જ પણ મળે છે ને કોઈને
પછીના ભવમાં મળે છે.
કોઈને પુણ્યભાવના બળે કે પવિત્રતાના બળે પૂર્વનાં પાપ પલટીને
પુણ્યરૂપ પણ થઈ જાય છે; એ જ રીતે તીવ્રપાપથી કોઈને પૂર્વનાં પુણ્ય–પલટીને
પાપરૂપ પણ થઈ જાય છે.
પુણ્ય–પાપનાં પરિણામનો (કલુષતા–અશાંતિનો) ભોગવટો તો તે
પરિણામ વખતે જ જીવને થતો હોય છે, તેની આકુળતાને તે વખતે જ તે વેદે છે.
કોઈ જીવ શુદ્ધતાના બળે, પૂર્વે બાંધેલા પાપકર્મને ફળ આવ્યા પહેલાંં જ
છેદી નાંખે છે.
પ્રશ્ન:–એક છૂટો પરમાણુ આંખથી કે બીજા કોઈ (દૂરબીન વગેરે) સાધનથી જોઈ
શકાય ખરો?
ઉત્તર:–ના; મૂર્ત હોવા છતાં પાંચઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો તે વિષય નથી;
અવધિજ્ઞાન વડે પરમાણુને જાણી શકાય. પણ બહારનાં કોઈ સાધનથી
અવધિજ્ઞાન થતું નથી. અવધિજ્ઞાન આંખવડે પણ જણાતું નથી.
પરમાણુને જાણે એવું સૂક્ષ્મ અવધિજ્ઞાન જ્ઞાનીને જ થાય છે, અજ્ઞાનીને
તેવું અવધિજ્ઞાન થતું નથી. એટલે, એકત્વરૂપ પરમ–આત્માને જે જાણે તે જ એક
પરમાણુને જાણી શકે.

PDF/HTML Page 27 of 43
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
અવધિજ્ઞાન સિવાય જિનાગમ દ્વારા પરમાણુના યથાર્થસ્વરૂપનો નિર્ણય
થઈ શકે છે, –તે પરોક્ષજ્ઞાન છે.
પ્રશ્ન–
પડ્યો હતો ભ્રાંતિમાં કે આત્મા પરથી અભિન્ન છે;
જાગ્યો હવે જાણી લીધું કે આત્મા સર્વથી ભિન્ન છે.
–આટલું જાણ્યું, પણ હવે પછી શું?
ઉત્તર:–જાણ્યું જ નથી. ખરેખર જેણે આટલું જાણ્યું તેને ‘હવે પછી શું’ એવો પ્રશ્ન
રહે નહિ. સ્વ–પરની ભિન્નતા જેણે યથાર્થ જાણી તેની પરિણતિ સ્વ તરફ વળે,
અતીન્દ્રિય આનંદને અનુભવે, ને હવે સાદિઅનંત આ જ કરવાનું છે–એમ
નિઃસંદેહતા થાય. આમ થાય ત્યારે જ સ્વ–પરને ખરેખર જુદા જાણ્યા કહેવાય.
પરિણતિ પરમાં જ રહ્યા કરે ને સ્વમાં ઝુકે નહિ તો તેણે પરથી ભિન્ન જાણી કેમ
કહેવાય?
પ્રશ્ન:–ક્રોધાદિ વિભાવપર્યાયમાં તો બીજું નિમિત્ત હોય, પણ શુદ્ધપર્યાયમાંયે
નિમિત્ત હોય?
ઉત્તર:–હા; શુદ્ધભાવમાંય કોઈને કોઈ નિમિત્ત હોય છે, કાં દેવ–ગુરુ નિમિત્ત, કાં
કાળ નિમિત્ત, કાં દેહાદિ યોગ્ય નિમિત્ત હોય છે. જો કે કાર્ય તો નિમિત્તથી
નિરપેક્ષપણે, સ્વયં પોતાથી થાય છે, પણ નિમિત્તનું નિમિત્ત તરીકે અસ્તિત્વ
હોય છે.
વિભાવપર્યાયમાં જેમ કર્મનું નિમિત્ત છે તેમ શુદ્ધપર્યાયમાં કર્મ નિમિત્ત નથી;
તેમજ તે પર્યાયમાં પરનો આશ્રય નથી તેથી તેને નિરપેક્ષ કહેવાય છે. પણ તેથી
કાંઈ પર ચીજ તેમાં નિમિત્ત પણ ન હોય–એમ નથી. સિદ્ધભગવાનનેય કેવળજ્ઞાનમાં
લોકાલોક નિમિત્ત છે. પર ચીજ નિમિત્ત હોય તે કાંઈ દોષનું કારણ નથી.
પ્રશ્ન:–એક સાથે વધુમાં વધુ કેટલા જીવો કેવળજ્ઞાન પામે?
ઉત્તર:–એકસો ને આઠ.
પ્રશ્ન:–કોઈને સીધું ક્ષાયિક સમ્યક્ત્વ થાય?
ઉત્તર:–ના; ક્ષાયોપશમિક પૂર્વક જ ક્ષાયિક સમ્યક્ત્વ થાય. અનાદિના જીવને પહેલાંં
ઔપશમિક સમ્યક્ત્વ થાય, ને પછી ક્ષાયોપશમિક પૂર્વક જ ક્ષાયિક થાય–એ નિયમ
છે. એટલે, દરેક મોક્ષગામી જીવ ત્રણે પ્રકારના સમ્યક્ત્વનો જરૂર પામે જ.

PDF/HTML Page 28 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
પ્રશ્ન:–એક તીર્થંકરને એકથી વધુ ગણધરો હોય?
ઉત્તર:–હા; આ ચોવીસીમાં સૌથી વધુ (૧૧૦) ગણધરો પદ્મપ્રભુને, અને સૌથી
ઓછા (૧૦) ગણધરો પાર્શ્વનાથપ્રભુને હતા. બધાય ગણધરો નિયમથી તે ભવે
મોક્ષ પામે છે.
પ્રશ્ન:–‘જિનપદ નિજપદ એકતા’ એટલે શું?
ઉત્તર:–જેવું જિનપદ તે જ નિજપદ–એમ કહીને આત્માનો પરમાર્થસ્વભાવ
બતાવ્યો છે. જિન જેવા નિજસ્વભાવને જાણે તે જિન થાય. જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો
(અથવા સમ્યગ્દર્શન થવા માટેના ત્રણ કરણમાં પ્રવેશ્યો) ત્યાં તેને ‘જિન’ કહ્યો
છે. પ્રવચનસારમાં, અરિહંતને ઓળખતાં આત્મા ઓળખાય છે–એમ કહ્યું છે, તે
પણ જિનપદ અને નિજપદની સમાનતા સૂચવે છે.
પ્રશ્ન:–આત્માને ‘પરમાત્મા’ કેમ કહ્યો?
ઉત્તર:–સર્વજ્ઞતારૂપ પરમ ઉત્કૃષ્ટ તેનો સ્વભાવ છે તેથી તે પરમ આત્મા છે.
પ્રશ્ન:–પરમાત્મા હોવા છતાં તે સંસારમાં કેમ ભટકે છે?
ઉત્તર:–પોતાના પરમાત્મસ્વભાવને ભૂલ્યો છે માટે.
પ્રશ્ન:–પરમબ્રહ્મના જિજ્ઞાસુને અર્થાત્ મોક્ષના અભિલાષીને કાંઈ કાર્ય કરવાનું
રહે છે?
ઉત્તર:–હા; એને જ ખરૂં કાર્ય કરવાનું છે. પોતાના સ્વભાવનું સમ્યક્ભાન અને
તેમાં લીનતા, અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મહાન કાર્ય એ દરેક
જિજ્ઞાસુનું કર્તવ્ય છે. અને આવા પોતાના જ્ઞાનભાવમય કાર્ય સિવાય અન્ય
સમસ્ત કાર્યોમાં તેને અકર્તાપણું છે. આ પરમ બ્રહ્મની એટલે કે કેવળજ્ઞાનની
પ્રાપ્તિનો ઉપાય છે.
પ્રશ્ન:–જો ઈશ્વર આ જીવને કાંઈ નથી કરતા, તેમજ એકદ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ
નથી કરતું, તો જીવને મોક્ષ, સ્વર્ગ, નરક વગેરે કોણ કરે છે?
ઉત્તર:–જીવ પોતે પોતાના તે–તે પ્રકારના ભાવથી મોક્ષાદિકરૂપ થાય છે; પોતે જ
પોતાની તેવી પર્યાયોને કરે છે, બીજા કોઈ કર્તા નથી.
પ્રશ્ન:–અમેરિકાથી એક જિજ્ઞાસુ ભાઈ પૂછાવે છે કે–
Soul transpermation
from one body to another is possible or not ? if not, why ?

PDF/HTML Page 29 of 43
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
એક શરીરમાંથી બીજા શરીરમાં જીવ જઈ શકે કે નહિ?–જો નહિ, તો શા માટે?
ઉત્તર:– જીવ જ્યારે કોઈ એક શરીરને છોડીને બીજા શરીરમાં અવતરે છે ત્યારે
તે શરીરના સંબંધમાં રહેવાની અમુક ચોક્કસ મુદત (આયુષ) હોય છે, ત્યાં
સુધી તે શરીર સાથે રહે છે; તે શરીરમાંથી સર્વથા બહાર નીકળીને બીજે જઈ
શકતો નથી; પણ વિક્રિયાના બળે બીજા નવા શરીરો રચીને તે (મૂળ શરીર
ઉપરાંત) નવા શરીરમાં પણ જીવ પ્રવેશ પામી શકે છે. આયુષ્ય પૂરું થતાં એક
શરીરને તદ્ન છોડીને જીવ બીજા શરીરમાં પ્રવેશ કરે છે.
અને, જો દેહથી દેહથી ભિન્ન આત્માની અત્યંત ભિન્નતા જાણીને મોક્ષને
સાધે તો જીવ દેહથી તદ્ન જુદો પડી જાય છે, ને સદાકાળ દેહ વગરનો રહે છે–
છતાં પરમ સુખી રહે છે. દેહ વગર જ આત્માના પરમ સુખની સિદ્ધિ એ
ભારતની અજોડ અધ્યાત્મવિદ્યા છે, જે અમેરિકામાં નથી. (અમારા અમેરિકા
વગેરેના જિજ્ઞાસુ બંધુઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાત્મવિદ્યાના સંસ્કાર
મેળવે તે માટે જૈનબાળપોથીનું ઇંગ્લીશ ભાષાંતર ભાઈશ્રી સુમનભાઈ આર.
દોશી દ્વારા તૈયાર થઈ રહ્યું છે–જે થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. જૈનસાહિત્યમાં આ
બાળપોથીની પાંચ ભાષામાં એક લાખ ઉપરાંત નકલ પ્રસિદ્ધ થઈ ચૂકી છે એ
જૈનસાહિત્ય માટેનું એક ગૌરવ છે. આફ્રિકાથી પણ ઇંગ્લીશ જૈનબાળપોથીની
એક હજાર નકલનો ઓર્ડર ઘણા વખતથી આવેલ છે.)
પ્રશ્ન:–શરીર જડ છે, રૂપી છે; આત્મા ચેતન છે, અરૂપી છે; ઈત્યાદિ વસ્તુસ્વરૂપના
વિચારો કરવા છતાં શરીર સાથેની એકત્વબુદ્ધિ ટળતી નથી, તો તે ટાળવાનો
ખરો ઉપાય શું કરીએ?
ઉત્તર:–બંનેનું ખરેખરું વસ્તુસ્વરૂપ જાણે તો ભેદજ્ઞાન થાય ને એકત્વબુદ્ધિ અવશ્ય
ટળે. પરંતુ જ્ઞાનમાં જીવ અને શરીરની ભિન્નતાનું યથાર્થ વસ્તુસ્વરૂપ જાણ્યા
વિના માત્ર વિચાર કરે તેથી કાંઈ એકત્વબુદ્ધિ છૂટે નહિ. જ્ઞાનમાં વસ્તુસ્વરૂપને
બરાબર જાણે તો મિથ્યાબુદ્ધિ છૂટી જ જાય. માટે વિચારદશાને સૂક્ષ્મ બનાવીને,
સૂક્ષ્મ ભૂલ ક્્યાં રહી જાય છે તે પકડવી જોઈએ. અને ખરા સ્વરૂપનો સ્પષ્ટ
નિર્ણય કરવો જોઈએ. સ્પષ્ટ જ્ઞાનવડે પર સાથેની એકત્વબુદ્ધિ જરૂર ટળે છે. જો
ન ટળે તો વિચારદશામાં ક્્યાંક ઊંડી–ઊંડી ભૂલ છે એમ સમજવું ને ગુરુગમે
સાચો નિર્ણય કરવો.
[जयजिनेन्द्र]

PDF/HTML Page 30 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
અમરેલી શહેરમાં
જિનેન્દ્ર ભગવાની પ્રતિષ્ઠાનો મંગલ – મહોત્સવ

અમરેલીના અનેક મુમુક્ષુઓની ભાવનાથી ટાવર સામે ચોકમાં શ્રી
જિનેન્દ્રભગવાનનું રળિયામણું મંદિર બંધાયું અને ફાગણ સુદ એકમથી પાંચમ સુધી
શાંતિનાથ ભગવાન વગેરે જિનભગવંતોની પ્રતિષ્ઠાનો મંગલઉત્સવ, પૂ. ગુરુદેવની
મંગલ છાયામાં આનંદ–ઉલ્લાસપૂર્વક ઉજવાયો. મહા વદ ૧૪ના રોજ શ્રી શાંતિનાથ,
પાર્શ્વનાથ અને નેમનાથ ભગવંતો અમરેલીમાં પધારતાં ભક્તિભીનું સ્વાગત થયું.
ફાગણ સુદ એકમની સવારમાં પૂ. ગુરુદેવ અમરેલીશહેરમાં પધારતાં
ભક્તજનોએ ભાવભીનું સ્વાગત કર્યું. શાંતિનાથ–મંડપમાં જિનેન્દ્ર ભગવાનના દર્શન–
પૂજન બાદ મંગલ–પ્રવચનમાં ગુરુદેવે આનંદસ્વરૂપ આત્માનું સ્મરણ કરતાં કહ્યું કે–
જેને જેની પ્રીતિ હોય તે વારંવાર તેને યાદ કરે છે. કોઈ મંગલ ઉત્સવનો પ્રસંગ
હોય ત્યારે વહાલા સગાંઓને ખાસ યાદ કરે છે; તેમ અહીં ભગવાન પધારવાના મંગલ–
ઉત્સવમાં ધર્મીજીવ વહાલામાં વહાલા એવા આનંદસ્વરૂપ આત્માને યાદ કરે છે.
આત્માને ઓળખીને વારંવાર તેનું સ્મરણ કરવું તે મંગળ છે. ધર્મીજીવ કહે છે કે હે
પરમાત્મા! મારા જ્ઞાનના આંગણે આપ પધારો, આપની પધરામણીથી અમારા આંગણા
ઉજળા થયા. આ રીતે ભગવાન જેવા પોતાના આનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં
બિરાજમાન કરવો તે અપૂર્વ મંગળ છે.–આવા અપૂર્વ મંગળપૂર્વક ભગવાનની પ્રતિષ્ઠાનો
ઉત્સવ શરૂ થાય છે.
ફાગણ સુદ બીજ: આજે સોનગઢમાં સીમંધરનાથપ્રભુની પ્રતિષ્ઠાનો વર્ષગાંઠનો
મંગલ દિવસ હતો; ને અમરેલીમાં સીમંધરપ્રભુની મંગલછાયામાં જિનેન્દ્રભગવાનની
પ્રતિષ્ઠા વિધિનો મંગલ પ્રારંભ થયો. સવારમાં શશીભાઈ ખારાએ પ્રતિષ્ઠા મંડમાં શ્રી
સીમંધરભગવાનને બિરાજમાન કર્યાં; ત્યારબાદ મુકુન્દભાઈ ખારાના સુહસ્તે જૈનધર્મનું
ઝંડારોપણ થયું, અને શ્રી સવિતાબેન રસિકલાલ તરફથી પંચપરમેષ્ઠી ભગવાનનું
પૂજનવિધાન થયું. બપોરે પૂજનવિધાનની સમાપ્તિપૂર્વક શ્રી જિનેન્દ્રઅભિષેક થયો.
ફાગણ સુદ ત્રીજની સવારમાં નાંદીવિધાન થયું; આનંદપ્રસંગના ચિહ્નરૂપ મંગલ

PDF/HTML Page 31 of 43
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
કલશનું સ્થાપન સૌ. ડો. તરલિકાબેનના સુહસ્તે થયું, તથા ચાર ઈન્દ્ર–ઈન્દ્રાણીની
સ્થાપના થઈ; આચાર્યઅનુજ્ઞાની વિધિમાં ભક્તોએ પોતાની ભાવના ગુરુદેવ સમક્ષ
વ્યક્ત કરી કે અહો! આવા વીતરાગી દેવગુરુધર્મની પ્રભાવના માટે, ને ચંચળ લક્ષ્મીનો
મોહ ઘટાડવા માટે અમે જિનેન્દ્રદેવની પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવા માંગીએ છીએ...તે
માટે હે ગુરુ! આજ્ઞા આપો! એ પ્રમાણે ગુરુદેવના મંગલ–આશીષપૂર્વક પ્રતિષ્ઠા–
મહોત્સવ શરૂ થયો. ઈન્દ્રોએ યાગમંડલ વિધાનદ્વારા નવ દેવોનું (અરિંહત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય, જિનબિંબ, જિનવાણી અને જિનધર્મ–એ નવ દેવો
પૂજ્ય છે તેમનું) પૂજન કર્યું.
ફાગણ સુદ ૪ની સવારે પ્રવચન બાદ ઈન્દ્રોનું સરઘસ જિનપૂજન માટે નીકળ્‌યું,
સાથે ૧૦૮ મંગળ કળશો સહિત જલયાત્રા નીકળી હતી; ભક્તિના ઉમંગભર્યા
વાતાવરણ સહિત જિનમંદિરે આવ્યા...ભક્તોથી ઊભરાઈ રહેલું મંદિર શોભતું
હતું...કાલે તો આ મંદિરમાં જિનેન્દ્રભગવાન બિરાજશે, ને ધર્માત્માઓ ભક્તિભાવથી
પ્રભુજીને પૂજશે. સાંજે ઈન્દ્ર–ઈન્દ્રાણી દ્વારા નિજમંદિરની વેદી–કળશ–ધ્વજ શુદ્ધિની વિધિ
થઈ; તેમાં કેટલીક મુખ્ય વિધિ પૂજ્ય બેનશ્રી–બેનના સુહસ્તે થઈ હતી. આ પ્રસંગે
ભક્તજનોનો મહાન આનંદ–ઉલ્લાસ, નાનકડા મંદિરમાં તો સમાતો ન હતો. અમરેલીનું
જિનમંદિર બરાબર ટાવરની સામે, મુખ્ય બજારની મધ્યમાં એવું શોભી રહ્યું છે કે
બજારમાં ઠેઠ ટાવર પાસેથી પણ પ્રભુના દર્શન થાય છે. જિનમંદિરની ઘણા વર્ષોની
ભાવના ફળી તેથી અમરેલીના ભક્તજનો હર્ષ અને તૃપ્તિ અનુભવતા હતા. જિનમંદિર
માટે તથા પ્રતિષ્ઠામહોત્સવ માટે ખાસ કરીને ભાઈશ્રી પ્રવીણભાઈ ડોકટર અને તેમના
પરિવારે, તથા કમાણી પરિવારે અને ખારા કુટુંબના પરિવારે હર્ષોલ્લાસપૂર્વક ભાગ
લીધો હતો. પ્રવીણભાઈ ડોકટરે તો ભરલત્તામાં આવેલું પોતાનું કિંમતી મકાન
જિનમંદિર માટે અર્પણ કરી દીધું હતું. અહા, અમારું ઘર જિનેન્દ્રભગવાનનું ધામ બને–
એના જેવું રૂડું શું! એમ ભક્તિભાવથી તેમણે પોતાનું મકાન વિનામૂલ્યે આપ્યું છે.
અમરેલી પૂ. શ્રી શાંતાબેનનું ગામ હોવાથી, જિનેન્દ્રભક્તિની ઘણી તમન્નાપૂર્વક
તેઓશ્રીએ જિનમંદિરના બધા કાર્યોમાં ઉલ્લાસપૂર્વક પ્રેરણા આપી હતી. તથા શેઠશ્રી
નરભેરામભાઈ કામાણીએ સ્વહસ્તે આ જિનમંદિરનું શિલાન્યાસ કરીને જિનમંદિરના
કાર્યમાં પ્રોત્સાહન આપ્યું હતું. આમ ગુરુદેવના પ્રભાવના યોગે ધર્મકાર્યમાં ચારે તરફથી
સુયોગ બની ગયો હતો. ભરબજાર વચ્ચે રસ્તામાં ચાલતાં–ચાલતાં પણ
જિનભગવાનના દર્શન થાય–એવી જિનમંદિરની રચના દેખીને હર્ષ થાય છે... કે “હરતાં
ફરતાં પ્રગટ પ્રભુને દેખું રે...મારું જીવ્યું ધન્ય થયું લેખું રે.” સાધકને

PDF/HTML Page 32 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
તો પોતાનું સાધ્ય સદાય નજરસમક્ષ જ હોયને સાધકનું સાધ્ય એની દ્રષ્ટિથી કદી દૂર
થાય નહીં...એના ‘પ્રભુ’ તો એને હાજરાહજુર જ હોય!
‘વેદીશુદ્ધિ’ થઈ ગઈ...ભૂમિકા શુદ્ધ થઈ
ગઈ, હવે પ્રભુને પધારતાં શી વાર! ફાગણસુદ
પાંચમીની સવારમાં શાંતિનાથ પ્રભુ જિનધામમાં
પધાર્યા; સાથે નેમનાથપ્રભુ પધાર્યા ને પારસપ્રભુ
પણ પધાર્યા. વિદેહીનાથ સીમંધરભગવાન પણ
પધાર્યા...અહા...પ્રભુ પધાર્યા! ભક્તોના
આનંદોલ્લાસની શી વાત! ચારે કોર આનંદ–
આનંદ છવાયો...ભક્તિના જયજય–નાદથી માત્ર
જિનમંદિર જ નહિ પણ આખું અમરેલીશહેર
ગાજી ઊઠયું...ગુરુદેવે પ્રભુજીની વેદીકાપર
કેશરનાં મંગલ સ્વસ્તિક કર્યાં, કળશ અને ધ્વજ
ઉપર પણ ગુરુદેવના સુહસ્તે સાથિયા
પૂરાયા...પરમ ભક્તિભીના ચિત્તે ગુરુદેવ જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા કરાવતા હતા,
ત્યારે પૂ. બેનશ્રી–બેન પરમ ભક્તિથી જિનભગવંતોના સ્વાગત–ગીત ગવડાવતા હતા.
મૂળનાયક શ્રી શાંતિનાથભગવાનની પ્રતિષ્ઠા શ્રી શેઠશ્રી નરભેરામ હંસરાજ કામાણી
વતી તેમના સુપુત્ર શ્રી પ્રફુલ્લભાઈ એ કરી હતી; નેમનાથ ભગવાનની પ્રતિષ્ઠા ડો.
પ્રવીણચંદ્ર દિનકરરાય દોશીએ કરી હતી; પાર્શ્વનાથપ્રભુની પ્રતિષ્ઠા સમરતબેન
મૂળજીભાઈ ખારાના સુપુત્રોએ કરી હતી; અને સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા પૂ. શાંતાબેનના
ભાઈ શ્રી મુકુંદરાય મણિલાલ ખારાએ કરી હતી. જિનમંદિર ઉપર કળશ તથા
ધ્વજારોહણ અનુક્રમે મંગળજી મૂળજીભાઈ ખારાએ, તથા લાભુબેન મોહનલાલ સુંદરજી
પારેખે કર્યું હતું. આ ઉપરાંત કુંદકુંદાચાર્યદેવના ચરણપાદૂકાની સ્થાપના ભાઈશ્રી
ગુણવંતરાય કપુરચંદ વોરાએ કરાવી હતી, અને સમયસાર–જિનવાણીની સ્થાપના
ભાઈશ્રી નાનચંદ ભગવાનજી ખારાએ કરાવી હતી. આમ ઘણા આનંદોલ્લાસપૂર્વક
અમરેલીમાં દેવ–ગુરુ–શાસ્ત્રની મંગલપ્રતિષ્ઠા થઈ હતી, ને અમરેલીના ભક્તો કૃતકૃત્ય
થયા હતા. પ્રતિષ્ઠાવિધિ જયપુરના પંડિત શ્રી કેસરીચંદજીએ કરાવી હતી. તેઓ ઘણા
વખતથી સોનગઢ રહીને ગુરુદેવના પ્રવચનોનો લાભ લ્યે છે.
પ્રતિષ્ઠા બાદ ગુરુદેવ સાથે સૌએ જિનભગવંતોનું પૂજન કર્યું હતું; બેનશ્રી–બેને

PDF/HTML Page 33 of 43
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
આનંદથી પૂજા કરાવી હતી. ભગવાનની પહેલી પૂજા ગુરુદેવ સાથે કરતાં ભક્તોનાં હૈડાં
આનંદથી નાચી ઉઠ્યા હતા. શાંતિયજ્ઞ બાદ ઉત્સવની પૂર્ણતાના હર્ષોપલક્ષમાં જિનેન્દ્ર–
ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. સોનગઢના રથમાં ચાંદીની ગંધકૂટીમાં ઊંચે–
ઊંચે બિરાજમાન સીમંધરભગવાનને નીહાળીને અમરેલીની જનતા આશ્ચર્ય પામતી
હતી...જિનેન્દ્રદેવના શાસનનો અદ્ભુત મહિમા દેખીને આનંદ થતો હતો...ને ભક્તજનો
આનંદથી નાચી ઊઠતા હતા.
પ્રભુજીની પ્રતિષ્ઠાના હર્ષોપલક્ષમાં આજે નૌકારશી જમણ કરવામાં આવ્યું હતું.
ગુરુદેવે અમરેલીમાં પાંચદિવસ સુધી જૈનશાસનમાં કહેલા આત્માનો અદ્ભુત મહિમા
સંભળાવ્યો હતો. અહો, અચિંત્ય મહિમાવંત આવી આત્મવસ્તુ...કે જેની અનુભૂતિ વડે
ભગવાન થવાય...એનું શ્રવણ આ કાળે મહાભાગ્યવંત મુમુક્ષુઓને નિરંતર શ્રીગુરુમુખે
સાંભળવા મળી રહ્યું છે...હે મુમુક્ષુઓ! જિનમાર્ગમાં કહેલા આવા અદ્ભુત આત્મતત્ત્વને
ઓળખવાનો આ અવસર છે...એવા આત્મતત્ત્વને પ્રસિદ્ધ કરતા કરતા ગુરુદેવે ગામેગામ
વિચરી રહ્યા છે...તમે બહુમાનથી શ્રવણ કરીને આત્મતત્ત્વને લક્ષગત કરો.
(અમરેલીના ઉત્સવ બાદ ફાગણ સુદ છઠ્ઠની સવારમાં ભગવાનનાં દર્શન–ભક્તિ
કરીને ગુરુદેવે અમરેલીથી આંકડિયા તરફ પ્રસ્થાન કર્યું.–કયું આંકડિયા?––આ
‘આત્મધર્મ’ નું જે જન્મધામ છે તે!)
સ્ત્ત્ .
જે તત્ત્વ જુદું છે તે તો જુદું જ છે, ચાહે અહીં હો, ચાહે બીજેહો,
પણ જે જુદું છે તેમાં શું ફેર પડે છે? કંઈ પણ નહીં.
જે સ્વતત્ત્વ છે તે તો અહીં–તહીં સર્વત્ર સાથે જ છે. બસ,
સ્વતત્ત્વના દેખનારને સર્વત્ર શાંતિ જ છે.
સ્વતત્ત્વ કેવું છે? કેટલું મોટું...ગંભીર અને શાંત છે તે દેખવાનું છે.
સ્વતત્ત્વ કદી પણ સૂનુંસૂનું નથી લાગતું. એ તો સદાય આનંદથી
ભરપૂર છે. સ્વતત્ત્વને દેખનાર જીવ સર્વત્ર આનંદમાં રહી શકે છે.

PDF/HTML Page 34 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
સુરતના ભાઈશ્રી શીરીષચંદ્ર મનહરલાલની અઢીવર્ષની બેબી હેમાકુમારી તા. ૨૬–
૧–૭૨ ના રોજ ઘરઆંગણે રમતાં–રમતાં મોટરઅકસ્માતમાં સ્વર્ગવાસ પામી
ગયેલ છે.
રાજકોટના દીપ્તિબેન પી. જૈન (પ્રતાપરાય પ્રભુદાસની સપુત્રી) તા. ૧૦–૧–૭૨
ના રોજ મુંબઈ મુકામે અકસ્માત સ્વર્ગવાસ પામેલ છે. તેમની ઉંમર લગભગ આઠ
વર્ષની હતી, હમણાં જ તેઓ બાલવિભાગના સભ્ય બન્યા હતા. (બાલવિભાગના
સભ્ય આ સમાચાર વાંચો ત્યારે પાંચ નમસ્કારમંત્ર ગણજો.) ઉત્તમકૂળને આવો
જૈનધર્મ પામવા છતાં બાલવયમાં જ અનેક જીવોનું આયુષ્ય પૂરું થઈ જાય છે;
માટે આયુષ્યના ભરોસે ન રહેતાં, આજે જ જાગીને આત્મસાધના કરવા જેવું છે.
આ અમૂલ્ય જીન્દગીમાં સોથી પહેલું અને સૌથી મુખ્ય કામ એ જ છે કે આત્માને
ઓળખવો. ફરીફરીને જ્ઞાનીઓ કહે છે કે–
‘હે! આત્મ તારો...આત્મ તારો, શીઘ્ર એને ઓળખો.
ગોંડલના પટેલ લીંબાભાઈ બેચરભાઈ (ઉ. વર્ષ ૮૬) તા. ૨૦–૧–૭૨ ના રોજ
હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ગોંડલના એક અગ્રણી મુમુક્ષુ
હતા, ઘણા વર્ષોથી ગુરુદેવના સત્સંગનો લાભ લેવા અવારનવાર સોનગઢ
આવતા હતા; ને ગોંડલ–જિનમંદિરના કાર્યોમાં પણ હંમેશાંં ઉત્સાહથી ભાગ લેતા
હતા.
ધ્રાંગધ્રાવાળા ચંચળબેન મૂળજી ગાંધી (ઉ. વ. ૮૩) માહ સુદ પૂનમના રોજ
સોનગઢ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અનેક વર્ષોથી સોનગઢ
કુંદકુંદમુમુક્ષુનિવાસની ચાલીમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા; ને છેવટ સુધી
ઉત્સાહથી તેમણે ધર્મચર્ચા સાંભળી હતી.
પોરબંદરથી શેઠ નેમિદાસ ખુશાલદાસનો પત્ર છે, તેમાં લખે છે કે–થોડા દિવસ
પહેલાંં અમે સોનગઢ આવેલા ત્યારે મારી સાથે રજનીકાન્ત જગમોહન પણ હતા;
અમે માગશર વદ ૧૧ તથા ૧૨ ના રોજ ગુરુદેવને આહારદાન કર્યું હતું. તે
રજનીકાન્તના કુટુંબને છેલ્લા અઠવાડિયાથી મારે ત્યાં (પોરબંદરમાં ઘરે) રહેવા
લાવેલ; ગઈકાલે (તા. ૨૭–૧–૭૨ ના રોજ) સવારે બધા સાથે ચાપાણી કરીને
સંડાસ ગયા, ત્યાં જ તે રજનીકાન્તનું હાર્ટ બંધ થવાથી અવસાન થઈ ગયું. તેમની
ઉંમર ૩૯ વર્ષની હતી; તેમને બીજી કોઈ બિમારી ન હતી.

PDF/HTML Page 35 of 43
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
ભાઈ! સંસારની તો આવી જ સ્થિતિ છે. એની ક્ષણભંગુરતાનો જો
ખરોખરો કારમો ઘા લાગે તો–તો જીવ ક્ષણભંગુરતાથી પાછો વળીને શાશ્વત
ચૈતન્યધામમાં આવી જાય! આવા પ્રસંગે માત્ર મોહને લીધે આઘાતથી વૈરાગ્ય
થાય તે સાચો વૈરાગ્ય નથી; જેનાથી સાચો વૈરાગ્ય થાય તેનાથી તો પરિણતિ
વિરક્ત થઈને પાછી વળી જાય.
ભાઈશ્રી નાગરદાસ રામજીભાઈ ભાયાણી ઉ. વર્ષ ૮૨ (તેઓ શાંતિલાલ વગેરેના
પિતાજી) તા. ૨૮–૧–૭૨ ના રોજ વિલપાર્લા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
લાઠીના અગ્રગણ્ય મુમુક્ષુ હતા, ને લગભગ પચાસ વર્ષથી ગુરુદેવના પરિચયમાં
આવ્યા હતા. ગત આસો માસમાં મુંબઈ મુકામે ગુરુદેવે તેમના ઘરે પધારીને દર્શન
દીધા તેથી તેમને ઘણી પ્રસન્નતા થઈ હતી. સ્વર્ગવાસની આગલી રાતે તેમણે
આખા ઘરને બેસાડીને માંગળિક સંભળાવ્યું હતું. તેઓ એકવાગ્યા સુધી વાતચીત
કરતા હતા, તે પછી એકને દશમિનિટે સ્વર્ગવાસ પામ્યા.
વડદલાનિવાસી ચુનિલાલ લલ્લુભાઈ શેઠ (ઉ. વર્ષ ૯૦) તા. ૨૯–૧–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ સાથેના સંઘમાં તેમણે તીર્થયાત્રાઓ કરી હતી;
અંતિમ ઘડી સુધી તેઓ પ્રેમપૂર્વક આત્મધર્મ વાંચતા હતા.
લાઠીના ભાઈશ્રી પ્રેમચંદ પાનાચંદ ભાયાણી (ઉ. વર્ષ ૭૦) તા. પ–૨–૭૨ ના
રોજ ઘાટકોપર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ લાઠી મુમુક્ષુમંડળના અગ્રગણ્ય
વડીલ હતા; લાંબા વખત સુધી સોનગઢ રહીને ગુરુદેવના સત્સંગનો લાભ લીધો
હતો; ને ગુરુદેવ લાઠી પધારે ત્યારે લાભ લેવાની ઘણી હોંશ હતી.
વાંકાનેરના ભાઈશ્રી વૃજલાલ કળશચંદના માતુશ્રી માહ સુદ ૧૨ની રાત્રે
સ્વર્ગવાસ પામ્યા છે. સમ્યગ્દર્શન પુસ્તક ચોથું તેમને પ્રિય હતું. સ્વર્ગવાસની રાતે
‘આત્માધર્મ’ માંથી સમાધિમરણ ટાણે સાધકની શૂરવીરતાનું વર્ણન સાંભળીને
પ્રસન્ન થયા હતા.
––સંસાર એટલે જ ક્ષણભંગુર ભાવોનો ભંડાર! આ ચૈતન્યતત્ત્વ જ એક એવું છે
કે જે પોતાની ચૈતન્યસત્તાને કદી છોડતું નથી, સદાય ચૈતન્યભાવે જીવતું ને જીવતું
જ રહે છે. અહા! આવું ચૈતન્યતત્ત્વ લક્ષગત કરે એને મરણ ક્યાંથી હોય? તેથી
શ્રીગુરુ કહે છે કે હે ભાઈ! તારે જન્મ–મરણનાં દુઃખોથી બચવું હોય તો તારા
મહાન ચૈતન્યતત્ત્વને લક્ષગત કરીને અનુભવમાં લે. એને અનુભવતાં જ પરમ
આનંદથી તને એમ થશે કે ‘અબ હમ અમર ભયે ન મરેંગે.’

PDF/HTML Page 36 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
એક હતો વાંદરો.એક હતો સિંહ
આ ચિત્ર સંબંધમાં બોધકથારૂપ લખાણ લખી મોકલવા પાઠકોને નિમંત્રણ
આપેલું; તે અનુસાર મોટા નાના અનેક જિજ્ઞાસુઓએ ભેદજ્ઞાનપ્રેરક બોધકથા
લખી મોકલી છે. પાઠકોમાં ભેદજ્ઞાનની આવી ઉત્તમ ભાવના દેખીને આત્મધર્મ
ગૌરવ અનુભવે છે; આવા પાઠકોનો સમૂહ તે આત્મધર્મની શોભા છે. લેખ
મોકલનાર સૌને ધન્યવાદપૂર્વક અહીં તેમનાં નામો આપ્યાં છે. તથા બધા
લખાણોનું દોહન અહીં આપ્યું છે. દરેકને એક ભેટપુસ્તક મોકલાશે; તથા કોઈ પણ
એક વ્યક્તિને ચંદ્રક માટેનું ઈનામ મોકલાશે.
૧. “રાજ હંસ” ભારતી (કાવ્ય) ધ્રાંગધ્રા
૨. વાસંતીબેન જૈન દાદર, મુંબઈ
૩. સુશીલાબેન જૈન સાબલી
૪. કૈલાસબેન જૈન સાબલી
પ. નિજાનંદ જૈન દાદર, મુંબઈ
૬. માત્રાભાઈ માસ્તર ટાટમ
૭. પાઠશાળાના બાળકો કાનાતળાવ
૮. ખુમાભાઈ પટેલ ચોરીવાડ
૯. એક ભાવિકબેન રાજકોટ
૧૦. દેવજીભાઈ ધારીઆ મુંબઈ
૧૧. મનસુખલાલ મોનજી ઉમરાળાવાળા
૧૨. સમરતબેન જૈન નાકોડા
૧૩. હસમુખ જૈન સુરેન્દ્રનગર
૧૪. દયાળચંદ ગુલાબચંદ થાનગઢ
૧પ. પ્રવીણકાન્ત એમ. જૈન ભાવનગર
૧૬. મહેન્દ્ર કે. જૈન દાહોદ
૧૭. કોદરલાલ છગનલાલ મુનાઈ
૧૮. શારદાબેન ગુલાબચંદ જામનગર
૧૯. તરૂણાબેન જૈન લીંબડી
૨૦. ચારૂબાળા જૈન મુંબઈ
૨૧. રેણુકાબેન જૈન વઢવાણ
૨૨. કનકબાળા જૈન જોરાવરનગર
૨૩. વનિતાબેન ગુલાબચંદ જામનગર
૨૪. હસમુખ જે. જૈન મદ્રાસ
૨પ. રજનીકાંત મગનલાલ સાબલી
૨૬. પ્રકાશકુમાર મણિલાલ સાબલી
૨૭. ચંદ્રિકાબેન કાંતિલાલ સાબલી
૨૮. શોભનાબેન લાલચંદ રાજકોટ
૨૯. વીણાબેન જૈન મલાડ, મુંબઈ
૩૦. મનોરમાબેન એચ. જૈન દાહોદ
૩૧. એક મુમુક્ષુ સાબલી
૩૨. હરીશકુમાર શાંતિલાલ જામનગર
૩૩. નવીનીલકુમાર પી. જૈન સાબલી
૩૪. દેવચંદ કલ્યાણજી મુંબઈ
૩પ. મોહનલાલ હરખચંદ ધ્રાફ્રા
૩૬. હરિસિંગજી દરબાર સરવાળ
૩૭. સૌ. ભાનુબેન પારેખ રાજકોટ
૩૮. સત્યદેવ જૈન ભાદ્રોડ
૩૯. નંદાણી સ્ટોર્સ રાજકોટ

PDF/HTML Page 37 of 43
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
• સુખ સંસારી પરછાયા જેવું •
(વાંદરાની છાયા અને સિંહના ચિત્ર ઉપરથી આ કાવ્ય
ધ્રાંગધ્રાના કવિશ્રી ‘રજહંસ’–ભારતીએ મોકલ્યું છે.)
(રાગ : શામ કલ્યાણ)
સુખ સંસારી પરછાંયા જેવું,
જીવ સમજે ના ઝાંવા મારે;
વાનર–છાયા સિંહે દેખી,
પકડી ખાવા વલખા મારે...સુખ સંસારી૦
ભેદ જ્ઞાનનાં જીવ અભાવે,
ભેદ ન સમજે વાનર ને છાંયામાં;
સ્વાદ મલે ના શાશ્વત સુખનો,
મન માન્યાં સંસારી સુખમાં...સુખ સંસારી૦
ઝાંવા મારતા સિંહને દેખી,
વૃક્ષે વાનર બેઠો બતાવે;
ઝળહળતો અવકાશી સૂરજ,
“જીવસ્વરૂપ તારું આવું છે”–સુખ સંસારી૦
“ભેદજ્ઞાન હીન સુખ સૌ મિથ્યા,
ભેદજ્ઞાનથી સુખરૂપ તું પ્રકાશે;
તારું સુખ ના તુંથી અળગું”
સિંહને વાનર આ પાઠ ભણાવે...સુખ સંસારી૦
ભેદજ્ઞાન વિણ સંસાર તુટે ના,
ભેદજ્ઞાન વિણ મુક્તિ મળે ના;
“રાજહંસ” કરો ભેદજ્ઞાનને,
ગુરુ કાન ચરણ સેવી જીવનમાં...સુખ સંસારી૦

PDF/HTML Page 38 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
એક હતો સિંહ.એક હતો વાંદરો
(ચિત્ર ઉપરથી લખાયેલ ૩૯ બોધકથાઓનું દોહન)
અગાઉના જમાનાની વાત છે. એક સુંદર જંગલ હતું. જંગલમાં અનેક પશુઓ
રહેતા હતા. સિંહ ને હાથી રહે, હરણ રહે ને વાંદરા રહે, સર્પ રહે ને સસલાં પણ રહે.
એક ઝાડ ઉપર બે વાંદરા રહેતા હતા. એક વાંદરો યુવાન હતો; બીજો વાંદરો
બુઢ્ઢો હતો. તે જંગલમાં એક ભૂખ્યો સિંહ શિકારને શોધતો હતો. ફરતાં–ફરતાં તે આ
ઝાડ પાસે આવ્યો. ઝાડ ઉપર બે વાંદરા જોયા. હવે ઝાડ ઉપર તો સિંહથી પહોંચી શકાય
તેમ ન હતું. પણ બુદ્ધિમાન સિંહે વાંદરાને પકડવાની એક યુક્તિ શોધી કાઢી.
ઉનાળાની ભરબપોર હતી. ઝાડ ઉપરના વાંદરાનો પડછાયો નીચે પડતો હતો.
સિંહે જોયું કે બૂઢ્ઢો વાંદરો છાયાની ચેષ્ટાને જ પોતાની માની રહ્યો છે; એટલે સિંહે તો
વાંદરા સામે નજર કરીને એક ગર્જના કરી અને તેના પડછાયા ઉપર જોરથી પંજો માર્યો.
“હાય! હાય! સિંહે મને પકડ્યો” એમ સમજીને તે મૂરખ બુઢ્ઢો વાંદરો તો
ભયથી ચીચીયારી પાડતો નીચે પડ્યો...ને સિંહના પંજામાં પકડાઈને મરણ પામ્યો. પણ
બીજો જુવાન વાંદરો તો ઊંચા ઝાડ ઉપર નિર્ભયપણે બેસી રહ્યો...ને ત્યાં બેઠા–બેઠા
સિંહની ચેષ્ટા તેણે જોયા કરી.
તે યુવાન વાંદરાએ વિચાર કર્યો કે બીજો વાંદરો નીચે પડીને કેમ મરી ગયો? ને
હું કેમ ન મર્યો?
વિચાર કરતાં તેણે શોધી કાઢ્યું કે હા, બરાબર! તે વૃદ્ધ વાંદરે નીચેની છાયાને
પોતાની માની, એટલે છાયા પર સિંહનો પંજો પડતાં જ તે અજ્ઞાનથી ભયભીત થઈને
નીચે પડ્યો ને સિંહનો શિકાર બનીને મર્યો. મેં છાયાને પોતાની ન માની, તેથી હું
મરણથી બચી ગયો.
હવે તે યુવાન વાંદરાને એમ થયું કે સિંહે મારા દાદાને (વૃદ્ધ વાંદરાને) મૂર્ખ
બનાવ્યો, તો હું પણ તેને તેની મૂર્ખતા બતાવીને બોધ આપું કે સિંહ કાકા! તમે પણ
એવી જ મૂર્ખાઈ કરી રહ્યા છો.
એકવાર તેણે તે સિંહને જઈને કહ્યું કે હે સિંહકાકા! તમે તો આ વનના રાજા
છો. પણ બીજો એક સિંહ આવ્યો છે, તે કહે છે કે વનના રાજા તમે નહિ પણ

PDF/HTML Page 39 of 43
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
હું છું. ત્યારે તે સિંહે ક્રોધથી કહ્યું–અરે, મારી સત્તાની ના પાડનાર વળી બીજો સિંહ
કેવો? ચાલ, બતાવ! એ ક્યાં રહે છે? એટલે એની ખબર લઉં!
ત્યારે વાંદરાએ કહ્યું–કાકા, સામેના કુવામાં તે સિંહ રહે છે. બસ, સિંહ તો દોડ્યો
ને કુવામાં જોયું તો પોતાના જેવો સિંહ દેખાયો; હતી તો તે પોતાની જ છાયા, એ કાંઈ
સાચો સિંહ ન હતો, પણ મૂરખો તેને જ બીજો સાચો સિંહ સમજીને, ક્રોધથી અંધ થઈને,
તેને મારવા કુવામાં પડ્યો––ને અંતે કુવામાં ડુબી મર્યો.
આ રીતે સિંહ અને વાંદરાની જેમ અજ્ઞાનથી જીવો સંસારમાં જન્મ–મરણ કર્યાં
કરે છે.––પણ જો સાચું જ્ઞાન કરે, ને છાયાથી જુદું પોતાનું સ્વરૂપ જાણે તો તેને જન્મ–
મરણ થાય નહિ.
હવે એકવાર એવું બન્યું કે
પહેલાંંની જેમ જ તે વનમાં ઝાડ
પર વાંદરો બેઠો હતો ને ભૂખ્યો
સિંહ આવ્યો. સિંહને એમ થયું કે
નીચે જે છાયા હાલતી–ચાલતી
દેખાય છે તે જ વાંદરો છે. એટલે
તેણે તો તે પડછાયા ઉપર પંજા
મારવા માંડ્યા! પંજા મારી–
મારીને થાક્યો, પણ તે સિંહના
હાથમાં તો કાંઈ ન આવ્યું. જેમ
વિષયોમાં ઝાંવા મારી મારીને
થાકે તોપણ જીવને જરાય સુખ
મળતું નથી તેમ સિંહે ઘણાં ઝાંવા
માર્યા પણ તેના હાથમાં કાંઈ ન
આવ્યું. ત્યારે ઝાડ ઉપર બેઠેલા
વાંદરાએ કહ્યું કે અરે, સિંહરાજ!
જેમ અત્યારે તમે મૂર્ખાઈ કરી
રહ્યા છો તેમ પૂર્વે તમારા દાદાએ
પણ એવી મૂર્ખાઈ કરીને પ્રાણ
ખોયા હતા, જેમ તમે

PDF/HTML Page 40 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
મારી છાયાને જ વાંદરો સમજીને તેના ઉપર પંજો મારી રહ્યા છો તેમ પૂર્વે તમારા એક
સિંહદાદાએ કૂવામાં પોતાની છાયા દેખીને તેને જ સાચો સિંહ માની લીધો ને તેની સાથે
લડવા કુવામાં ઝંપલાવીને ડુબી મર્યા.
સિંહ કહે : અરે વાંદરાજી! જેમ મારા દાદાએ ભૂલ કરી હતી તેમ તારા દાદાએ
પણ ભૂલ કરી હતી. એકવાર તારા એક વાંદરાદાદા ઝાડ ઉપર બેઠા હતા ને નીચે તેની
છાયા પર સિંહે પંજો માર્યો, ત્યાં તો ઉપરનો વાંદરો ધ્રૂજી ઊઠ્યો, ને ‘સિંહ મને મારી
નાંખશે’ એવા ભયથી નીચે પડ્યો. એમ તું પણ હમણાં નીચે પડવાનો છો.
વાંદરાએ હસીને કહ્યું––અરે સિંહમામા! એ જમાના ગયા. હવે તો ભેદજ્ઞાનના
જમાના આવ્યા છે. પડછાયાને પોતાનો માનવાના જમાના વીતી ગયા. તમને ખબર
નહિ હોય કે હું સોનગઢના આંબાવનમાં રહી આવ્યો છું. એ સોનગઢમાં એક મહાત્માના
પ્રતાપે ભેદજ્ઞાનના વાયરા વાઈ રહ્યા છે; ત્યાંના મનુષ્યો તો જડ–ચેતનનું ભેદજ્ઞાન
કરનારા છે, ને તે દેખીને મારા જેવા વાંદરાને પણ દેહને આત્માની ભિન્નતાની ભાવના
જાગી છે. હવે, છાયાને પોતાનું રૂપ માનીને પ્રાણ ગુમાવવાના મૂર્ખાઈના જમાના ગયા.
તમે તમારે છાયા ઉપર ગમે તેટલા પંજા મારોને, હું તો છાયાથી જુદો નિર્ભયપણે મારા
સ્થાને બેઠો છું.
વાંદરાની વાત સાંભળીને સિંહમામા સમજી ગયા કે અહીં મારું કાંઈ ચાલવાનું
નથી. ઊલટું વાંદરાની બુદ્ધિ પ્રત્યે તેને બહુમાન જાગ્યું કે વાહ! દેહ અને છાયાની
ભિન્નતાના ભાનથી આ વાંદરાને કેવી નિર્ભયતા છે! તો પછી, દેહ અને આત્માની
ભિન્નતા જાણવાથી તો કેવી નિર્ભયતા થાય! આમ સિંહને વિચારવાનું પરિવર્તન થયું.
સિંહે પોતાના વિચાર વાંદરાને જણાવ્યા. વાંદરાએ કહ્યું––મામા! તમારી વાત
તદ્ન સાચી છે. દેહ અને આત્માની ભિન્નતા જાણતાં, આ સિંહની તો શી વાત! –પરંતુ
કાળરૂપી સિંહનો પણ ભય રહેતો નથી; કાળરૂપી સિંહ આવે કે મૃત્યુ આવે, તોપણ તેને
પાછો વાળી દ્યે કે અરે કાળ! તું ચાલ્યો જા...મારી પાસે તારું જોર નહિ ચાલે; તારો પંજો
મારા ઉપર નહિ ચાલે, કેમકે હું કાંઈ દેહ નથી, હું તો અવિનાશી આતમરામ છું;
મૃત્યુરૂપી સિંહ મને મારી શકે નહીં.
હે સિંહમામા! આવા સરસ ભેદજ્ઞાનની વાત સાંભળીને હવે તમે હિંસાના
ક્રૂરભાવ છોડો ને આત્માના પરમ શાંતભાવને ધારણ કરો. તમારા વંશમાં પૂર્વે એક