Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 43

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
જગતમાં બધી વસ્તુ જીવ પામી ચુક્યો, પણ પોતાનું ચૈતન્યતત્ત્વ પોતે કદી અનુભવ્યું
નહિ તેથી તે દુર્લભ છે ભલે દુર્લભ છે–એ ખરું, છતાં પણ તે ન જાણી શકાય એવું નથી,
તે જાણી શકાય છે, ને તેની ઓળખાણ વડે તે સુલભ થાય છે. જ્ઞાનીઓને આત્મા
સુલભ છે. અજ્ઞાનીને જગતના વિષયો સુલભ લાગે છે ને અતીન્દ્રિય આત્મા દુર્લભ
લાગે છે. આવા એકત્વ સ્વરૂપને જે જાણવા માંગે છે તેને તેનું સ્વરૂપ આ સમયસારમાં
આચાર્યદેવે બતાવ્યું છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ દુર્લભ છે એમ કહ્યું, તેથી કાંઈ તે પ્રાપ્ત નહિ થઈ શકે એમ
નથી કહેવું; પણ દુર્લભ છે–માટે તું અપૂર્વ ભાવે તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરજે. દુર્લભ
વસ્તુની અચિંત્ય કિંમત સમજીને તેની પ્રાપ્તિની લગની લગાડતાં તે સુલભ થઈ જશે.
પૂર્વે સાચા ભાવે આત્માનું સ્વરૂપ તેં સાંભળ્‌યું નથી. સાંભળ્‌યું ત્યારે રુચિ કરી નથી; માટે
હવે જ્ઞાની પાસેથી એવા અપૂર્વભાવે સાંભળજે કે પોતાની વસ્તુ પોતાને સુલભ થઈ
જાય. અરે, પોતાની વસ્તુ તે પોતાને દુર્લભ હોય? દુર્લભપણું તે વ્યવહાર છે, ને
સુલભપણું તે નિશ્ચય છે.
પૂર્વે અનંતવાર આત્માની વાત તો સાંભળી છે, –છતાં નથી સાંભળી–એમ કેમ
કહો છો? તો કહે છે કે ચૈતન્યવસ્તુ જેવી મહાન છે તેવી લક્ષમાં ન લીધી, તેનો પ્રેમ ન
કર્યો, તેથી શ્રવણનું ફળ તેને ન આવ્યું, માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી.
ખરેખર સાંભળ્‌યું તેને કહેવાય કે જેવી ચૈતન્યવસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય.
તે જ પ્રમાણે, નિગોદમાં અનંત જીવો એવા છે કે જેને હજી સુધી કાન જ મળ્‌યા
નથી; છતાં અહીં કહે છે કે તેણે પણ અનંતવાર કામ–ભોગ–બંધનની જ કથા સાંભળી
છે.–નથી સાંભળી, છતાં સાંભળી કેમ કહો છો? કેમકે તે વિકથાના શ્રવણનું ફળ જે
રાગનો અનુભવ–તે તેને વર્તે છે. શબ્દો ભલે ન સાંભળ્‌યા, પણ સાંભળ્‌યા વગર એકલા
શુભાશુભરાગના અનુભવરૂપી સંસારની ચક્કીમાં તે પીલાઈ રહ્યા છે; એટલે તે પુણ્ય–
પાપની વિકથા જ સાંભળી રહ્યા છે એમ કહ્યું છે. ઉપાદાનમાં જેવું વેદન છે તેવું જ
શ્રવણ કહ્યું. ચૈતન્યના એકત્વને જે નથી અનુભવતો તેણે ચૈતન્યની વાત સાંભળી જ
નથી, રાગને એકત્વપણે જે અનુભવે છે તે રાગની કથા જ સાંભળી રહ્યો છે–ભલે
ભગવાનના સમવસરણમાં બેઠો હોય! ભાવશ્રવણ તેને કહેવાય કે જેવું શ્રવણ કર્યું તેવા
તત્ત્વને અનુભવમાં લ્યે. બાપુ! તારા અનુભવમાં આવી શકે એવું તારું તત્ત્વ છે,