Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 43

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
ને તે જ તત્ત્વને પોતે જાતે અનુભવીને તને બતાવીએ છીએ. અરે, તું પોતે ચૈતન્યનાથ,
સુખનો ભંડાર! ને તારા સુખની ભીખ બીજા પાસે માંગે, એ તે કાંઈ તને શોભે છે?
અનંતકાળથી તેં નહિ સાંભળેલું, નહિ અનુભવેલું તારું અચિંત્ય તત્ત્વ જ્ઞાની સંતો તને
અત્યારે સંભળાવે છે; તે સમજીને તેનો પરમ મહિમા લાવીને, તેનો અનુભવ કરવાનો
આ અવસર આવ્યો છે.–આવો અવસર તું ચૂકીશ મા!
અરે, આત્માનું આવું સ્વરૂપ સાંભળવા માટે પણ જેને નિવૃત્તિ ન મળે, એની
જિજ્ઞાસા પણ ન જાગે–એને તો આત્માની કિંમત જ ક્યાં છે! ઈન્દ્રો સ્વર્ગને પણ તૂચ્છ
સમજીને જે તત્ત્વનું શ્રવણ કરવા આ મનુષ્યલોકમાં આવે છે તે ચૈતન્યતત્ત્વના
મહિમાની શી વાત? અરે, આવા ચૈતન્યના અનુભવ વગરના એકલા શુભાશુભભાવો
તે તો ભાર છે, બળદ ભારને ખેંચે તેમ અજ્ઞાની શુભાશુભ કષાયચક્રમાં વર્તતો થકો
દુઃખના ભારને ખેંચે છે; ચૈતન્યના અતીન્દ્રિયસુખના સ્વાદને ચુકીને ઈન્દ્રિયવિષયોની
તૃષ્ણાથી આકુળ–વ્યાકુળ દુઃખી થાય છે. તેનાથી છૂટવા માટે આત્માનું પરથી ભિન્ન,
એકત્વસ્વરૂપ અહીં સમજાવ્યું છે. આવું સ્વરૂપ સમજે તો કષાયના ભારથી છૂટીને જીવ
હળવો થઈ જાય, ને તેને પોતાના એકત્વ ચિદાનંદસ્વરૂપના અનુભવથી પરમ આનંદનો
સ્વાદ આવે.
• • •
આત્માના સ્વભાવને પરથી ભિન્ન જાણે તો અંદરનું ચૈતન્ય–પાતાળ ફાટીને
શાંત–આનંદ પ્રગટે; અને જેને આવા આત્માની ખબર નથી, ને પરવિષયમાં સુખ માને
છે તેને તો મોહરૂપી મોટું ભૂત વળગ્યું છે અને તેથી તેને વિષયોની તૃષ્ણા ફાટી નીકળી
છે. અંદર ચૈતન્યને સ્વવિષય બનાવીને તેમાં ઝુકતાં આનંદનો દરિયો ફાટે; ને પરમાં
સુખ માનીને પરવિષય તરફ ઝુકતાં તૃષ્ણાનો દરિયો ફાટે છે.
અરે જીવ! જેને જાણતાં જ આનંદના દરિયા ઉલ્લસે છે એવા તારા સ્વતત્ત્વને તું
મહિમાથી સાંભળ તો ખરો. અનંત કાળથી સમજ્યા વગર આત્માનું બગાડયું છે, તો
હવે આ ભવમાં તો મારે મારા આત્માનું સુધારી લેવું છે. અનંત ભવની બગડેલી
બાજી, હવે આ ભવે સત્સમાગમે મારે સુધારી લેવી છે,
–એમ અંદરથી આત્માના
હિતની ખટક જાગવી જોઈએ. અરે આવા સત્સંગનો યોગ પામીને હવે મુમુક્ષુને ભવ
બગડવાની વાત હોય નહીં, હવે ભવમાં ભટકવાનું હોય નહીં; હવે તો ભવનો અંત
લાવવાની વાત છે. આવો અપૂર્વ ધર્મ મળ્‌યો તો હવે