અનુભૂતિમાં તો એક સહજ ચૈતન્યવિલાસરૂપ આત્મા જ પ્રકાશે છે. ધર્મીને ભેદના
વિકલ્પોનું ગ્રહણ નથી, તેણે તો પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપમાં જ ચિત્તને
એકાગ્ર કર્યું છે; એટલે શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાયના સમસ્ત પરભાવોનો પરિગ્રહ
તેને નથી. આ રીતે નિજભાવોથી ભિન્ન સકલ અન્યભાવોને છોડીને તે અલ્પકાળમાં
મુક્તિ પામે છે.
ગ્રહણ વગર પરભાવનો ત્યાગ થાય નહીં. ઈન્દ્રિયો મારામાં છે જ નહિ–ત્યાં ઈન્દ્રિયોનું
આલંબન કેવું? ઈન્દ્રિયાતીત જ્ઞાનવડે જે જાણવામાં આવે એવો હું છું. આવા આત્મામાં
ઉપયોગ જોડતાં જ્ઞાનમાં ભેદ–વિકલ્પ રહેતા નથી, અભેદ અનુભૂતિ જામે છે આવી
અનુભૂતિ જામી ત્યાં અતીન્દ્રિય આનંદનું વેદન છે. આત્મા પોતે પોતામાં જામી
ગયો....લીન થયો, ત્યાં કોઈ પરભાવ તેમાં ન રહ્યા. આવી પરિણતિરૂપે આત્મા પરિણમે
તેને પરમાર્થ પ્રતિક્રમણ કહેવાય છે.
સ્વીકારનારી દ્રષ્ટિમાં પણ કષાય નથી; એટલે દ્રવ્ય ને પર્યાય બંને શુદ્ધ છે.–આવા
સ્વતત્ત્વને ધર્મી અનુભવે છે; પછી પર્યાયમાં કાંઈક રાગાદિભાવો રહે તેને તો ખરેખર
પરજ્ઞેયપણે જાણે છે. અહા! આવો મારો ભગવાન આત્મા! તે હવે મારા અનુભવમાં
આવ્યો; હવે કોઈ પરભાવ મને મારા સ્વરૂપે ભાસતા નથી. હું તો એક પરમસ્વભાવ જ
છું. ભેદનો વિષય હું નહીં, દ્રવ્ય–ગુણ–પર્યાયનાય ભેદ વગર એક અભેદ પરમભાવરૂપે
અનુભવમાં આવ્યો તે હું છું–સમ્યગ્દર્શન થયું તેમાં આવો આત્મા સાક્ષાત્ થયો છે, સ્પષ્ટ
નિઃશંક અનુભવમાં આવ્યો છે.