મારું કર્તાપણું, અનુમોદવાપણું કે કારણપણું મારા સહજ ચૈતન્યભવની
અનુભૂતિમાં જ સમાય છે. એનાથી બહાર કોઈ ભંગ–ભેદોમાં હું નથી.–આમ
ધર્મી અનુભવે છે ભેદ–વિકલ્પ તો હું છું જ નહીં, તો જે હું નથી તેનો કર્તા હું કેમ
હોઉં?
નથી, એટલે તેના ફળરૂપ ચારગતિ મને નથી; તેનો હું કર્તા નથી.
છે તેની અનુભૂતિમાં ગુણસ્થાન–માર્ગણાસ્થાનસંબંધી કોઈ પરભાવોનું અસ્તિત્વ
જ નથી એટલે તેમનું કર્તાપણું નથી. ધર્મીની સ્વસત્તા તો આનંદમય
ચૈતન્યવિલાસથી ભરેલી છે. આવી ચૈતન્યસત્તામાં જડ શરીર કેવું ને રાગ
કેવો?–તોપછી તે જડ શરીરથી ને રાગથી જીવને ધર્મ થાય–એ વાત પણ કેવી?
અહા, મારું તત્ત્વ સર્વે ભેદભંગરૂપ વ્યવહારના વિકલ્પોથી નિરપેક્ષ છે;
પરભાવોથી જુદું મારું સહજ તત્ત્વ છે તેને જ હું ભાવું છું. જુઓ, ભેદજ્ઞાનવડે
આવા તત્ત્વની ભાવનાથી વીતરાગતા થાય છે, ને ચારિત્ર પ્રગટે છે–એમ આ
પાંચ ગાથા પછી તરત (૮૨ મી ગાથામાં) કહેશે.
પણ શરીરની ક્રિયાનું કે રાગના એક વિકલ્પનું પણ કર્તૃત્વ (તેની મીઠાશ) જેને
હોય તેને તેમાં મધ્યસ્થતા ન થાય, ને મધ્યસ્થતા વગર વીતરાગતા ન થાય,
વીતરાગતા વગર ચારિત્રદશા ન થાય. આ રીતે ભેદજ્ઞાન વગર, એટલે કે
શુદ્ધાત્માની ભાવના વગર કદી ચારિત્ર હોતું નથી. અહો, જૈનમાર્ગ કોઈ અલૌકિક
છે....આ તો અંતરમાં ચૈતન્યનો વીતરાગી માર્ગ છે.