ધગશથી અંતરમાં ઊતરવા લાગ્યો. શ્રીગુરુ કાંઈ નિરંતર ઉપદેશ દેતા ન હોય, પણ
એકવાર શ્રીગુરુ પાસેથી સાંભળતાં પણ માત્ર શિષ્યને અંદર ચૈતન્યમાં તેની ધૂન ચડી
ગઈ. પરસન્મુખ ભાવમાં તે અટકતો નથી, રાગમાં રાજી થતો નથી; રાગમાં રાજી
થનારને રાગ વગરનું તત્ત્વ ક્યાંથી અનુભવમાં આવે? દેવ–ગુરુ તરફની ભક્તિના
રાગમાં રાજી થઈ જાય, તો તેણે ખરેખર વીતરાગી ગુરુનો ઉપદેશ સાંભળ્યો નથી.
વીતરાગી ગુરુનો ઉપદેશ તો રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવાનું કહે છે. તું
રાગથી જુદો પડીને ચૈતન્યરૂપ થા, તો તારું કલ્યાણ થાય. તું પૂર્ણ આનંદનો દરિયો, તેમાં
રાગના વિકલ્પો કેવા? બહારના વિકલ્પોથી તારું સ્વરૂપ નીરાળું છે. દેવ–ગુરુ તરફનો
વિકલ્પ તું નહીં, અંતરની ચેતનાવડે જે સ્વસંવેદનમાં આવે તે તું છો.–આવું સાંભળીને
શિષ્ય અંતરમાં તેવા ભેદજ્ઞાન માટે મથ્યો, અને તેવો જ અનુભવ કર્યો. તે ઉપકારથી કહે
છે કે અહો! મારા ગુરુએ મને આવું સ્વરૂપ નિરંતર સમજાવ્યું. આનાથી વિરુદ્ધ ઉપદેશ
આપે તે ગુરુ સાચા નહિ. રાગથી લાભ માને એવા ગુરુના ઉપદેશથી આત્માનું સાચું
સ્વરૂપ સમજાય નહીં. અહીં તો સવળી જ વાત છે. સાચા ગુરુનો ઉપદેશ મહા ભાગ્યે
મળ્યો, ને અંતરની લગનીથી પોતે તે સમજ્યો; સમજતાં કહે છે કે અહા! મારા
ધનભાગ્યથી મને મારું આવું સ્વરૂપ સમજવામાં આવ્યું. અંતરના કોઈ અલૌકિક અપૂર્વ
પુરુષાર્થથી પોતે પોતાનું સ્વરૂપ અનુભવીને ન્યાલ થયો.....પરમેશ્વરનો પોતામાં જ
સાક્ષાત્કાર થયો.....અહા, આવું મારું સ્વરૂપ! એકલું આનંદમય, રાગથી તદ્ન ન્યારું,
આવું સ્વરૂપ મહા પુરુષાર્થથી મેં મારામાં દેખ્યું.
વાત! આખી દશા ફરી ગઈ; પરિણતિ એકદમ ગુલાંટ મારીને રાગથી તદ્ન છૂટી પડી
ગઈ. અહા! શ્રીગુરુપ્રતાપે મારું આવું સ્વરૂપ મેં અનુભવ્યું. ચૈતન્યનો દરિયો હું જ છું;
ચૈતન્યસ્વરૂપમાં મોહનો અંશ પણ નથી.
તેનો અચિંત્ય મહિમા લક્ષગત કરી, તેમાં સાવધાન થયો એટલે તેમાં ઉપયોગને એકાગ્ર
કર્યો, એ રીતે પોતાના સ્વરૂપને ચેત્યું–અનુભવમાં લીધું....અત્યંત સ્પષ્ટ