પોતાના હાથમાં જ સોનું દેખે કે આ રહ્યું સોનું! એ રીતે પોતાના હાથમાં જ સોનું
દેખીને આનંદિત થાય. તેમ પોતાનું પરમેશ્વર સ્વરૂપ પોતામાં જ હતું પણ તે ભૂલીને
બહારમાં રાગમાં શોધતો હતો. શ્રીગુરુએ તેને બતાવ્યું કે ભાઈ! તારું સ્વરૂપ તો તારામાં
જ છે, રાગમાં તારું સ્વરૂપ નથી, તારો જ્ઞાનસ્વરૂપ આત્મા સદા મહા આનંદસ્વરૂપ છે.
એ રીતે પોતામાં જ પોતાના જ્ઞાનસ્વરૂપને સાક્ષાત્ દેખ્યું કે અહા! હું જ જ્ઞાનસ્વરૂપ
પરમેશ્વર છું.–એ રીતે પોતે પોતાના સ્વાનુભવથી જીવ મહાઆનંદિત થયો. આનંદના
અંશના સાક્ષાત્ અનુભવથી પૂર્ણ આનંદથી ભરેલો આત્મા પ્રતિતમાં આવી ગયો કે હું
તો આખોય આવા આનંદસ્વરૂપ જ છુ. વિકલ્પ અને રાગ એ મારી જાત નથી.–આનું
નામ અનુભવદશા!
તેની મને ધૂન ચડી, મારા ચૈતન્યનો પરમ પ્રેમ જાગ્યો ને અત્યંત સાવધાનીથી
ઉપયોગને અંદર જોડીને મેં મારા સ્વરૂપને અનુભવ્યું. આત્માની તો કોઈ અચિંત્ય
તાકાત છે; જ્યારે પોતે જાગે ત્યારે પોતાના સ્વરૂપને અનુભવમાં લઈને સમ્યગ્દર્શનાદિ
કરે છે. અહા! આવા ચૈતન્યતત્ત્વનો મહિમા સાંભળીને તેનો પ્રેમ કરે ને તેની લગની
લગાડે તે ન્યાલ થઈ જશે.
સ્વરૂપની ધૂન એવી લગાડ કે સંસારનો રસ ઊડી જાય. અરે, મારા ચૈતન્યરસ પાસે
જગતના બધા રસ નીરસ છે. ચૈતન્યનો રંગ ચડે તેને રાગનો રંગ ઊતરી જાય. આવી
આત્માની ધૂનથી, આત્માને સમજી–શ્રદ્ધી–અનુભવીને હું સમ્યક્ પ્રકારે એક આત્મારામ
થયો છું....આત્માના આનંદબાગમાં કેલિ કરું છું.–આવો હું મારા આત્માને કેવો અનુભવું
છું? તેનું આ વર્ણન છે.
ભિન્ન થઈને મારી ચેતના વડે જ હું મને અનુભવું છું–આવું સ્વસંવેદન