એકરસપણે સમાય છે; પણ રાગાદિ પરભાવનો એક અંશ પણ તેમાં સમાતો નથી.
આવો ચૈતન્યમાત્ર હું, પોતાથી જ પોતાને અનુભવું છું. મારો આત્મા એવો નથી કે,
રાગવડે કે પર તરફના જ્ઞાનવડે અનુભવમાં આવી જાય. જેમાં રાગ નથી, જેમાં
પરનું અવલંબન નથી, એવા સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાનવડે હું મને વેદું છું. –આમ ધર્મી
પોતે જ પોતાના અનુભવની સાક્ષી આપે છે.
તે ઈંદ્રિયાતીત સ્વસંવેદનપ્રત્યક્ષજ્ઞાનથી થયો છે. મારા અનુભવમાં ચૈતન્યમાત્ર ભાવ
છે, તેમાં રાગાદિ ભાવો નથી. ચૈતન્યમાત્ર ભાવમાં આનંદ વગેરે અનંતા સ્વભાવો
સમાય છે, પણ રાગાદિનો અંશ પણ તેમાં સમાતો નથી. મારો ચૈતન્યસ્વભાવ એક
છે, તે રાગાદિ અનેક વિભાવો વડે ભેદાતો નથી; રાગાદિ પરભાવો કે ગતિ વગેરે
વિભાવો–તે બધાયથી જુદો ને જુદો એક ચિન્માત્ર ભાવરૂપે જ હું છું–માટે હું એક છું.
રાગાદિ અનેક પરભાવ હોવા છતાં તેમાં મારી પરિણતિ તન્મય થતી નથી,
એકત્વસ્વભાવમાં જ મારી પરિણતિ તન્મય રહે છે, માટે એકપણે જ હું મને
અનુભવું છું. અનેક પ્રકારના ભેદભાવોપણે હું મને અનુભવતો નથી, શ્રીગુરુએ પણ
મારો એકત્વ–જ્ઞાયકસ્વભાવ આવો જ ઉપદેશ્યો હતો, ને નિરંતર તેના અભ્યાસથી
તેવો જ મારા અનુભવમાં આવ્યો. આવો અનુભવ પોતે કર્યો ત્યારે ગુરુના
ઉપદેશની સાચી ખબર પડી કે ગુરુ મને આવું સ્વરૂપ કહેતા હતા. આ રીતે પોતાના
અનુભવની ને ગુરુના ઉપદેશની અપૂર્વ સંધિ થઈ છે.
આવું ચૈતન્યતત્ત્વ જેણે અંદર લક્ષગત કર્યું તે તો તરી ગયો, ન્યાલ થઈ ગયો.
શુદ્ધપર્યાય થાય છે ખરી; પણ તે પર્યાયના ભેદને જોતાં વિકલ્પ થાય છે; તે
વિકલ્પરૂપ ભેદભાવથી મારું જ્ઞાયકતત્ત્વ જુદું છે. એક જ્ઞાયકભાવપણે હું મને દેખું છું,
તેમાં નવતત્ત્વના ભેદ દેખાતા નથી, માટે નવતત્ત્વના ભેદથી પાર એક અખંડ
જ્ઞાયકતત્ત્વ હું છું. નવતત્ત્વના ભેદમાં