: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
સ્વદ્રવ્યનું ત્વરાથી ગ્રહણ કર.
પરદ્રવ્યનું ગ્રહણ ત્વરાથી છોડ.
સ્વદ્રવ્યમાં ત્વરાથી રમણતા કર.
પરદ્રવ્યમાં રમણતાને ત્વરાથી છોડ.
સ્વદ્રવ્યનો ત્વરાથી રક્ષક થા.
પરદ્રવ્યની રક્ષકતા ત્વરાથી છોડ.
જુઓ, આમાં સ્વ–પરનું અત્યંત ભેદજ્ઞાન કરાવીને શ્રીમદ્રાજચંદ્રજીએ આત્માની
પ્રાપ્તિની ને આસ્રવોથી છૂટવાની રીત ટૂંકમાં બતાવી છે. આત્માની પ્રાપ્તિની રીત સંતોએ
જાણી છે ને જાતે અનુભવી છે તે જ બતાવી છે; તેને હે જીવ! તું ગ્રહણ કરીને નિર્ણય કર.
સંતો કહે છે કે આત્મા એક છે; પોતે પોતાને સ્વસંવેદનથી પ્રત્યક્ષ થાય એવો
છે. વિકલ્પોની અશુદ્ધ ક્રિયાથી પાર શુદ્ધ છે. આવા તત્ત્વના નિર્ણયના સંસ્કાર
પહેલેથી હોવા જોઈએ.
અરે, ધર્મી માતા તો બાળકને ઘોડીયામાં હુલરાવતાં હુલરાવતાં ગાતી હતી કે
બેટા! તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું ચિદાનંદ છો, તું જગતથી ઉદાસીન નિર્વિકલ્પ છો.
અધ્યાત્મના આવા ઉત્તમ સંસ્કાર તે ભારતની મહાન વિદ્યા છે. લોકોને અમેરિકા વગેરે
પરદેશની વિદ્યાની કિંમત લાગે છે પણ ભારતની આ મૂળ અધ્યાત્મવિદ્યા મોક્ષનું કારણ
છે, તેને લોકો ભૂલી રહ્યા છે. પણ આ અધ્યાત્મવિદ્યા વગર કદી સાચી શાંતિ કે સુખ
મળવાનું નથી. આ તારી પોતાની ચીજ તારામાં છે, તે જ સંતોએ બતાવી છે. અનંત
ગુણના અંશનું જેમા વેદન થાય એવું તો સમ્યક્ત્વ છે. અનંતગુણ એકરસ થઈને આનંદ
અનુભવાય ત્યારે સમ્યક્ત્વ થાય. આત્મા આવી અદ્ભૂત વસ્તુ છે, એના અનુભવ વગર
શાસ્ત્ર ભણતર પણ તારી શકે તેમ નથી. જેણે સ્વાનુભવ વડે સમયકત્વ પ્રગટ કર્યું તે
મિથ્યાત્વના બોજાથી છૂટીને, હળવી તૂંબડીની જેમ તરતો થઈ ગયો, તે હવે સંસાર–
સમુદ્રમાં ડુબે નહિ. તે પોતે નિઃશંક થઈ ગયો કે આ આત્મા હવે મોક્ષને સાધી રહ્યો છે,
હવે આ આત્મા સંસારમાં ડુબવાનો નથી....નથી.
જેમ કોઈ શાહુકારને કોઈ દેવાળીયો કહે–તો તેને શંકા ન પડે; તે તો નિઃશંક છે.
–દુનિયા ભલે દેવાળીયો કહે, પણ મારી મૂડી મારી પાસે પડી છે, તે હું જાણું છું. તેમ
અંતરના સ્વાનુભવી જ્ઞાનીધર્માત્માને કોઈ ગમે તેવો કહે પણ તે તો નિઃશંક છે કે અરે,
દુનિયા ગમે તે બોલે, દુનિયાની નજર કેટલી? મારા અંદરના ચૈતન્યનિધાનને મેં મારા
સ્વાનુભવથી દેખ્યા છે, મારા નિધાન મારી પાસે, મારામાં જ પડ્યા છે. દુનિયાની