Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮: આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
• જ્ઞાનીએ તો અંતર્મુખ થઈને સ્વભાવનું સુખ ચાખ્યું છે, ત્યાં સંસારના કોઈ સુખની
વાંછા તેને નથી. અરે, મારા ચૈતન્યસુખ પાસે સંસારનું સુખ કેવું? સંસારના
રાગજનિત કોઈપણ સુખમાં ધર્મીને સુખ લાગતું જ નથી. ચૈતન્યસુખના અમૃત
પાસે એ વિષયસુખો તો ઝેરી સ્વાદવાળો લાગે છે.
• મારો આત્મા સદા ચિદાનંદસ્વરૂપ છે–એમ મેં જાણ્યું છે તેથી હવે અન્ય કાંઈ મારે
સાધ્ય નથી. મારાથી અન્ય કોઈ પણ પરદ્રવ્ય–દેખેલું કે સાંભળેલું હો, પરિચયમાં
આવ્યું હો, બૂરુ હો કે ભલું હો, સંસ્કૃત હો કે વિકૃત હો, નષ્ટ હો કે ઉત્પન્ન હો, સ્થૂળ
હો કે સૂક્ષ્મ હો, જડ હો કે ચેતન હો, ઈન્દ્રિયોને પ્રિય હો કે અપ્રિય હો, –તે અન્ય
દ્રવ્યોથી મારે કાંઈ પણ સાધ્ય જ નથી; સદા ચિદાનંદસ્વરૂપ મારો આત્મા જ મારે
સાધ્ય છે.
અર્ધા શ્લોકમાં મુક્તિનો ઉપદેશ
‘હું ચિદ્રૂપ કેવળ શુદ્ધ આનંદરૂપ છું’ – એમ સ્મરણ કરું
છું – ચિંતન કરું છું, – મુક્તિ માટે સર્વજ્ઞ ભગવાનો જે ઉપદેશ છે
તે આ અર્ધા શ્લોકમાં સમાઈ જાય છે.
શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન કરવું તેમાં સર્વજ્ઞદેવનો બધો ઉપદેશ
સમાઈ જાય છે, તેથી કુન્દકુન્દસ્વામીએ શુદ્ધ આત્માની
અનુભૂતિને સમસ્ત જિનશાસન કહ્યું છે.
વૈરાગ્ય–સમાચાર
• મુંબઈના ભાઈશ્રી ચંદ્રકાન્ત હરિલાલ દોશી તા. ૭–૩–૭૨ ના રોજ મુંબઈ મુકામે
હૃદય બંધ પડી જતાં એકાએક સ્વર્ગવાસ પામી ગયા. મુંબઈ મુમુક્ષુમંડળના તેઓ
એક ઉત્સાહી ને ઉદાર કાર્યકર હતા; પરમાગમમંદિર વેલાસર થાય તે માટે તેમને
ઘણી ભાવના હતી. સોનગઢમાં સ્વતંત્ર મકાન કરીને કેટલોક વખત તેમણે લાભ
લીધો, ને વિશેષ નિવૃત્તિથી રહેવાની ભાવના હતી. સ્વર્ગવાસના બે દિવસ અગાઉ
તેમને મુંબઈમાં ગુરુદેવના દર્શનનો તથા પ્રવચનનો લાભ મળતાં તેઓ ઘણા ખુશી
થયા હતા, ને ગુરુદેવસમક્ષ પોતાનો પ્રમોદ તથા ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. બે
દિવસ બાદ તો તેઓ સ્વર્ગવાસ પામી ગયા.