: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
• રંગુનવાળા પારેખ મગનલાલ રતનશી (ઉ. વ. ૮૩) અમદાવાદ મુકામે તા. ૮–
૩–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. વિહાર પહેલાંં ઠેઠ સુધી સોનગઢ રહીને
તેમણે ગુરુદેવના પ્રવચનોનો લાભ લીધો હતો; અને કાયમ સોનગઢ રહેવાની
ભાવના હતી.
• રાજકોટના ભાઈશ્રી ધીરજલાલ મૂળચંદ દોશી (ઉ. વર્ષ૮૪) તા. ૧૧–૧૨–૭૧ ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
• શ્રી મહાનંદવિજયજી જેતપુર મુકામે તા. ૧૪–૩–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામી ગયા છે.
પ્રથમ તેમણે શ્વેતાંબર દીક્ષા લીધી હતી; પણ પછી છેલ્લા કેટલાક વખતથી જિજ્ઞાસુ
ભાવે સોનગઢમાં રહીને ગુરુદેવના પ્રવચનાદિનો લાભ લેતા હતા. તાજેતરમાં ગુરુદેવ
જેતપુર પધાર્યા ત્યારે તેઓશ્રીના દર્શન–પ્રવચનથી પ્રસન્ન થયા હતા.
• રાજકોટના ભાઈશ્રી વસંતલાલ મોહનલાલ જસાણી ગત માસમાં આશરે ૪૦
વર્ષની ભરયુવાન વયે મુંબઈમુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
• મહુવાવાળા શાહ પુનમચંદ વનમાળીદાસ ફાગણ સુદ ૪ ના રોજ મુંબઈમુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ તાજેતરમાં વિહાર વખતે સોનગઢ હતા, ને મુંબઈ પણ
હંમેશ વાંચનમાં જતા હતા.
• દડવાવાળા (હાલ ભાવનગર) બચુભાઈ હરગોવિંદદાસના સુપુત્ર ભરતકુમાર માત્ર
૧૩ તેર વર્ષની વયે માહ વદ નોમના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામી ગયા છે.
નાની વય છતાં દેવ–ગુરુની ભક્તિનો તેમને પ્રેમ હતો, ને સોનગઢ બોર્ડિગમાં
રહેવાની તેમને ભાવના હતી.
• ભાઈશ્રી વિમચલચંદજી જૈન B.E. ગીરડીહ મુકામે તા. ૧૪–૩–૭૨ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા છે. તેમની ઉંમર ચાલીસેક વર્ષની હતી. ષટ્ખંડાગમ વગેરે
સિદ્ધાંતગ્રંથોનો તેમને સારો અભ્યાસ હતો. જૈન સિદ્ધાંત અનુસાર પૃથ્વીની રચના,
તથા ચંદ્ર ઉપર મનુષ્યના ગમનની અશક્યતા વગેરે બાબતમાં પણ તેમને સારો
અભ્યાસ હતો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો અને અવારનવાર
સોનગઢ પણ આવતા. આવા જૈનસિદ્ધાંતના અભ્યાસી એક ઉત્સાહી યુવાન
ભરયુવાન વયે ચાલ્યા ગયા તે ખૂબ વૈરાગ્યપ્રસંગ છે. તેઓ છેલ્લા ચાર–પાંચ
વર્ષથી ગંભીર બીમારીમાં હોવા છતાં પોતાની ધાર્મિક ભાવનાઓમાં દ્રઢ રહેતા હતા.
જૈનધર્મના સંસ્કાર બળે આગળ વધીને તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવગુરુધર્મની છાયામાં આત્મહિત પામો.