• ગીરનારદર્શન :–ફાગણ સુદ ૧૪ ના રોજ જેતપુરથી પૂ. ગુરુદેવ ગીરનારતીર્થના
દર્શને પધાર્યા હતા. તળેટીના જિનમંદિરમાં ભાવભીની ભક્તિ થઈ હતી. અનેક
મુમુક્ષુઓએ પણ ગીરનારદર્શનનો લાભ ગુરુદેવ સાથે લીધો હતો.
• મુંબઈમાં પ્રતિષ્ઠામહોત્સવ :–પૂ. ગુરુદેવ રાજકોટથી બે દિવસ માટે
મુંબઈ ઘાટકોરપર સર્વોદય ઈસ્પિતાલ પાસે દિ. જિનમંદિરમાં સવાપાંચ ફૂટના આદિનાથ
ભગવાનની પ્રતિષ્ઠાના પંચકલ્યાણક ઉત્સવ નિમિત્તે પધાર્યા હતા. બે દિવસ દરમિયાન
પ્રવચનમાં આઠ–દશ હજાર શ્રોતાજનોએ ઉત્સાહથી લાભ લીધો હતો, અને સારી
પ્રભાવના થઈ હતી.
• જૈન વિદ્યાર્થીગૃહ : સોનગઢ:–આ સંસ્થાના સોનગઢમાં વીસ વર્ષથી ચાલે છે.
કોઈપણ જૈન વિદ્યાર્થી દાખલ થઈ શકે છે. પૂરી ફી માસિક રૂ. ૪૦ તથા અધૂરી ફી રૂ.
૨૫ છે. બોર્ડિંગના વિધાર્થીઓને અવારનવાર પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના
પ્રવચનોનો લાભ પણ મળે છે. દાખલ થવા ઈચ્છનારે (જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ,
સૌરાષ્ટ્ર) એ સરનામે પચીસ પૈસાની ટિકિટ મોકલીને પ્રવેશપત્ર મંગાવી લેવા, ને તા.
૨૦–૫–૭૨ સુધીમાં ભરીને મોકલી દેવા.
“આત્મધર્મ” પત્ર સંબંધી જરૂરી માહિતી
૧. પ્રસિદ્ધિ સ્થળ:– શ્રી દિ. જેન સ્વા. મંદિર ટ્રસ્ટ, સોનગઢ
૨. પ્રસિદ્ધિ ક્રમ:– દરેક અંગ્રેજી માસની પચીસમી તારીખ
૩. મુદ્રકનું નામ:– શ્રી મગનલાલ જૈન
૪. ક્યા દેશના:– ભારત
૫. ઠેકાણું:– અજિત મુદ્રણાલય–સોનગઢ (સૌરાષ્ટ્ર)
૬. પ્રકાશકનું નામ:– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી
શ્રી પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર
ક્યા દેશના:– ભારત ઠેકાણું:– સોનગઢ (સૌરાષ્ટ્ર)
૭. તંત્રી – શ્રી પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર
ક્યા દેશના:– ભારત ઠેકાણું:– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
૮. માસિકના માલિકનું નામ:– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
આથી અમો જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિગતો અમારી જાણ
અને માન્યતા મુજબ બરોબર છે. તા. ૨૫–૩–૭૨
પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર, શ્રી દિ. સ્વા. મંદિર ટ્રસ્ટ વતી.