Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
પ્રગટ કરવા માટે તું તારી પર્યાયવડે તારા અખંડ આત્માનું સેવન કર. એને
સેવતાં અનંત ગુણનાં નિધાન આપે–એવો આ ચૈતન્યરાજા છે.
પરવસ્તુ તો જુદી છે, એટલે એની સેવાની વાત ન લીધી; રાગની સેવાની
વાત ન લીધી, રાગને તો અનાદિથી સેવી–સેવીને દુઃખી થઈ રહ્યો છે;
ક્ષણિકપર્યાયને કે ગુણભેદને પણ સેવવાનું ન કહ્યું કેમકે તે ભેદમાં આખો આત્મા
અનુભવમાં આવતો નથી. માટે ભેદના વિકલ્પોથી પાર જે જ્ઞાનાનંદ એકસ્વરૂપ–તેને
જ્ઞાનમાં–શ્રદ્ધામાં લઈને અનુભવવો, એ જ ચૈતન્યરાજાની સાચી સેવા છે, તે જ
મોક્ષ માટેની આરાધના છે.
અહા, આત્મા પોતે આખોય ચૈતન્યસ્વરૂપ તો છે જ; પણ ‘હું આવો છું’
એવી અનુભૂતિ તેણે કદી કરી નથી તેથી તેણે જ્ઞાનસ્વરૂપ આત્માને કદી સેવ્યો જ
નથી. સત્સમાગમે બોધિ પામીને, મોહગ્રંથિ તોડીને જ્યારે સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટ
કરે ત્યારે જ જ્ઞાનસ્વરૂપ આત્માની સાચી સેવા થાય. આવા આત્માની સેવા
(જ્ઞાન, શ્રદ્ધા, અનુભૂતિ) સિવાય બીજા કોઈ ઉપાયે મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે
મોક્ષાર્થી જીવોએ આત્માને ઓળખીને તેનું જ સેવન કરવું.
અહીં આત્માને ‘જાણવાનું’ કહ્યું–તે સાધારણ પરલક્ષી જાણપણાની વાત નથી,
પણ અંતરના સ્વાનુભવસહિતના જાણપણાની વાત છે. ખરેખર જાણ્યું જ તેને
કહેવાય કે તેની શ્રદ્ધા કરીને અનુભવ પણ કરે. અનુભૂતિ વગરનું જાણપણું તે સાચું
જાણપણું નથી.
બાપુ! તારે આ ધગધગતા–ભડભડતા સંસારમાંથી બહાર નીકળીને
ચૈતન્યની અપૂર્વ શાંતિ જોઈતી હોય તો તું આત્માનો અર્થી થઈને તેને અનુભવમાં
લે. આત્મા સિવાય બીજું તો કોઈ આ કષાયના ધગધગતા અગ્નિથી બચવાનું સ્થાન
નથી. અજ્ઞાનથી જીવ કષાયઅગ્નિમાં સળગી રહ્યો છે. એકવાર એક સર્પ કંદોઈના
તેલના ધગધગતા કડાયામાં પડ્યો ને અર્ધો તેલમાં સેકાઈ ગયો... તેની બળતરાથી
છૂટવા ત્યાંથી કુદ્યો...પણ કુદીને ક્યાં જવું તેના ભાન વગર, કુદીને અગ્નિના ભઠ્ઠામાં
જ જઈ પડ્યો! અરે! અર્ધો બળ્‌યો...તે બળતરાથી છૂટવા તરફડિયા તો માર્યા, પણ
ભાનનો ભૂલેલો અર્ધો બળેલો તે પાછો અગ્નિમાં જ જઈને પડ્યો ને પૂરો બળ્‌યો.
તેમ સંસારીજીવો અજ્ઞાનથી મોહભ્રાંતિથી દુઃખી–દુઃખી થઈ રહ્યા છે, દુઃખમાં
બિચારા તેલના કડાયામાં પડેલા સર્પની માફક સેકાઈ રહ્યાં છે...તેનાંથી છૂટવા તો