Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 45

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
એમ કહેવામાં જ્ઞાન–શ્રદ્ધાનો કાળભેદ નથી બતાવવો, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા
બતાવવી છે. ચૈતન્યનો જેવો અનંત–અચિંત્ય મહિમા છે તેવો જ્ઞાનમાં બરાબર લઈને
તેની શ્રદ્ધા થાય છે, માટે કહ્યું કે પ્રથમ જાણીને તેની શ્રદ્ધા કરવી. આવા જ્ઞાન–
શ્રદ્ધાન–પૂર્વક જ આત્મા નિઃશંકપણે પોતાના સ્વરૂપમાં ઠરે છે ને તેને શુદ્ધ આત્માની
સિદ્ધ થાય છે.
આત્માનું પૂર્ણસ્વરૂપ જ્ઞાનમાં જ્યાં આવ્યું ત્યાં જ તેની શ્રદ્ધા થઈ જાય છે
કે ‘આ....હું!’–એમ સ્વસંવેદનપૂર્વક જ્ઞાન ને શ્રદ્ધા એક સાથે જ પ્રગટે છે.–આનું નામ
આત્માની સેવા.–આવી સેવા વડે ચૈતન્યરાજા પ્રસન્ન થાય છે એટલે કે મોક્ષ સધાય છે.
આત્માનો જે અર્થી થયો તે જીવને સીધો જ આત્માને અનુભવ કરવાનું કહ્યું
છે. પહેલાંં નિર્ણય કરવો ને પછી અનુભવ કરવો–એવા બે ભેદ નથી લીધા. સત્ય
આત્માનું જ્ઞાન, નિર્ણય ને અનુભવ–એક સાથે જ છે. ચૈતન્યઅનુભૂતિ તે જ આત્મા
છે. ચૈતન્યપણે જે સદા સૌને અનુભવમાં આવે છે, તે ચૈતન્યસ્વરૂપ જ આત્મા
છે. ‘આ ચૈતન્યપણે જે સદા સૌને અનુભવમાં આવે છે, તે ચૈતન્યસ્વરૂપ જ આત્મા
છે. ‘આ ચૈતન્ય....ચૈતન્ય....’ એમ ચેતન્યભાવપણે જે અનુભવાય છે તે જ હું છું–
એમ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની શ્રદ્ધા કરવી; ને નિઃશંકપણે ચૈતન્યપણે જ
પોતાને અનુભવવો,–આ આત્મરાજાને સેવવાની રીત છે. આવી સેવા વડે મોક્ષની
સિદ્ધિ થાય છે.
ચૈતન્યભાવ રાગાદિથી છૂટો પડીને એમ અનુભવાયું કે ‘આવો ચૈતન્યભાવ
હું’–આમ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી અનુભવ થયો તે મોક્ષને સાધવાની અપૂર્વ
કળા છે. આ તો અનુભવ માટે તૈયાર થયેલો છે એવા મોક્ષાર્થી જીવની વાત છે. મહા
મોક્ષસુખ–જે અનંતકાળ ટકી રહે, તેનો ઉપાય પણ અલૌકિક જ હોય ને! એ
કાંઈ સાધારણ શુભરાગના ભાવથી પમાઈ જાય–એવું નથી. આત્માનું જેવું મહાન
સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં આવે તો જ તે સધાય જેવડો મહાન છે તેવડી મહાન ન
માનતાં કંઈ પણ ઓછું માને, તેને રાગવાળો માને, પર સાથે સંબંધવાળો માને તો
સાચો આત્મા તેના જ્ઞાનમાં ન આવે, જ્ઞાન વગર એની સાચી શ્રદ્ધા પણ ન થાય,
અને વસ્તુના જ્ઞાન–શ્રદ્ધાન વગર તેમાં ઠરવારૂપ આચરણ પણ થઈ શકે નહિ.–આ
રીતે આત્માને જાણ્યા વગર સાધ્યની સિદ્ધિ થતી નથી.
ચૈતન્યસ્વરૂપ તે આત્માનું અબાધ્ય સ્વરૂપ છે, તેને આત્મામાંથી બાદ કરી
શકાય નહિ. બીજું બધું આત્મામાંથી બાદ કરી શકાય, શરીર–મન–વાણી–દેવ–ગુરુ–