ચૈતન્યભાવપણે જે અનુભવાય છે તે જ હું છું,–આમ અનુભવ કરવો તે આત્મપ્રાપ્તિની
રીત છે. આત્મા એવી વસ્તુ છે કે ચૈતન્યપણે જ તે અનુભવમાં આવે છે, બીજા
કોઈ ભાનથી અનુભવવા માગે તો આત્મા અનુભવમાં આવી શકે નહીં.
રાજા થઈને પોતે પોતાને સેવવાની આ વાત છે. અરે, આત્માનો અનુભવવા માટે
રાગની મદદ માગવી એ તે કાંઈ ચૈતન્યને શોભે છે? મારે કોઈકની મદદ જોઈએ, મારે
રાગ જોઈએ–એમ જે દીનતા કરે છે તે તો કાયર છે, એવા કાયર જીવો આત્મરાજાને
ભેટી શક્તા નથી, તેને અનુભવી શક્તા નથી. આ તો શૂરવીરોનું કામ છે; વીતરાગનો
માર્ગ એ શૂરવીરનો માર્ગ છે.–મને મારા આત્મઅનુભવમાં પરનો આશ્રય છે જ નહીં,
વિકલ્પનો આશ્રય મને નથી. સ્વાધીનપણે મારી ચેતનાવડે જ હું મારા આત્માને
અનુભવું છું.–આવા અનુભવવડે મોક્ષના દ્વારમાં પ્રવેશ થાય છે.
સૂક્ષ્મતા વડે બીજા બધા ભાવોને જુદા પાડીને જે આ એકલા ચૈતન્યભાવપણે પરમ
શાંત તત્ત્વ અનુભવાય છે–તે જ હું છું–એમ આત્મજ્ઞાન થાય છે; આવા આત્મજ્ઞાનમાં
જેવો આત્મા જણાયો તે જ હું છું એમ નિઃશંક શ્રદ્ધા થાય છે; આવા જ્ઞાન
અને શ્રદ્ધાપૂર્વક આત્મામાં ઠરતાં આત્માની સિદ્ધ થાય છે.
આત્માનો અનુભવ થઈ શકે છે. ધર્મીને એવો અનુભવ થયો છે.–પહેલાંં પણ આત્મા તો
આવો અનુભૂતિ સ્વરૂપ જ હતો, કાંઈ પરભાવરૂપ થયો ન હતો, પણ અજ્ઞાનદશામાં
પોતાને રાગાદિભાવરૂપે જ માનીને તેને જ સેવતો હતો, રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માને કદી એક ક્ષણ પણ સેવ્યો ન હતો. હવે પરભાવથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માનું ભાન કર્યું ત્યારે અપૂર્વ જ્ઞાન–શ્રદ્ધા–આચરણ પ્રગટ્યા, ને ત્યારે તેણે
જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા કરી. એટલે તેને સાધ્ય આત્માની સિદ્ધિ થઈ, તેને મોક્ષમાર્ગ
પ્રગટ્યો. તે જાણે