થયો ત્યાં આત્મા પોતે જ પોતાની ચૈતન્યશક્તિના નિજરસથી પ્રગટ થાય છે, પોતાની
શક્તિથી જ તે સમ્યક્ત્વાદિરૂપે તથા આનંદરૂપે પરિણમી જાય છે. અહો! ચૈતન્યદરિયો અંદરથી
પોતે જ પર્યાય ઉલ્લસે છે, તેમાં બહારનું કોઈ કારણ નથી, કોઈ વિકલ્પો ત્યાં રહેતાં નથી.
અપૂર્વ નિધાન પાસે દેવલોકનાં નિધાન અત્યંત તૂચ્છ છે. ઈંદ્ર વગેરે પોતે સમકિતી છે, અને
પોતાને પ્રગટેલી તે ચૈતન્યઋદ્ધિનું વર્ણન ભગવાન પાસે કે સંતો પાસે સાંભળતાં આનંદિત
થાય છે કે વાહ! મારા આવા અપૂર્વ નિધાન મેં મારામાં દેખી લીધા છે; ને તે જ સંતો
સંભળાવે છે.
ભગવાનના કોઈ અપૂર્વ માર્ગ છે. ભગવાનનો માર્ગ એટલે તારા આત્માના સ્વભાવનો આ
અપૂર્વ માર્ગ છે. અત્યાર સુધી આ માર્ગ ભૂલીને તેં બીજી રીતે માર્ગ માની લીધો હતો, એમાં
ક્્યાંય તારા ભવના આરા ન આવ્યા. હવે એકવાર આ માર્ગમાં આવ. તને તારો આત્મા
એવો દેખાશે કે આખા જગતથી અત્યંત છૂટો હું છું. ચૈતન્યરસનો આખો સમુદ્ર આત્મામાં
ઉલ્લસે છે, ને પોતે પોતાના આત્મરસથી જ નયપક્ષોને ઓળંગીને નિર્વિકલ્પભાવને પહોંચી
વળે છે. જ્ઞાન અંતર્મુખ થયું ત્યાં આત્મા ઝડપથી–તુંરત જ પોતાના મહા આનંદસ્વરૂપે પ્રગટે
છે, પરમાત્મસ્વરૂપે પોતે પ્રસિદ્ધ થાય છે. જગતનો સૌથી ઊંચું એવું મહાન પરમ આત્મતત્ત્વ હું
છું–એમ ધર્મી અનુભવે છે. જ્ઞાનરસથી ઉલ્લસતો આ ભગવાન સ્વાનુભવમાં પ્રગટ્યો–તેને
સમ્યગ્દર્શન કહો, જ્ઞાન કહો, આનંદ કહો, પરમાત્મા કહો; અનંતગુણનો નિર્મળ રસ તેમાં એક
સાથે ઉલ્લસે છે. આવા આત્માને નિભૃતપુરુષો–આત્મલીન આત્માના રસીલા જીવો અનુભવે
છે. અહો! આ અનુભૂતિ અદભુત્ છે! વિકલ્પવડે એના મહિમાનો પાર આવે તેમ નથી.
એવા નિર્વિકલ્પવેદનવડે ચૈતન્યના અમૃત પીધાં; આત્મા જેવો