: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૯ :
છે તેવો સાચો દેખાયો, તે જ સમ્યગ્દર્શન છે; પૂર્ણ આત્મા જેવો છે તેવો તેણે દેખી લીધો, જાણી
લીધો; તે પક્ષાતિક્રાંતિ થઈ ગયો. સમ્યગ્દર્શનપર્યાયરૂપ થયેલા તે આત્માને ‘સમયસાર’ કહેવામાં
આવે છે; તેને પરમઆત્મા કહે છે, તેને ભગવાન કહે છે. તે જ જગતમાં સુખીયા સંત છે.
આત્માના આવા અનુભવનો ઘણો મહિમા આગમમાં ગાયો છે; સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
ને આનંદ તે આ અનુભવમાં જ સમાય છે, અનુભવથી તે જુદાં નથી. મોક્ષમાર્ગ પણ આવા
અનુભવમાં સમાય છે.–
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોક્ષકા, અનુભવ મોક્ષસ્વરૂપ.
* મહાવીરનાથના વીરમાર્ગને પ્રસિદ્ધ કરતું, ચૈત્રસુદ તેરસનું
પ્રવચન આપ હવે વાંચશો *
આત્મા એવડો મોટો, જેનો જગમાં છે નહીં જોટો.
મહિમા ઘણો ઊંડો છે. અનંતા ગંભીરભાવોથી ભરેલો આત્મા એવડો
મોટો છે કે જગતમાં ક્્યાંય એનો જોટો નથી. બધા જ શાસ્ત્રોએ ચૈતન્યની
મહાનતાનો મહિમા ગાયો છે, અને છતાં વચનથી એનો મહિમા પૂરો
પડતો નથી, અનુભવથી જ એનો પાર પમાય છે.
જ્ઞાયકભાવથી ભરેલો, પરમઆનંદથી પૂરો, અને ઈંદ્રિયોથી પાર
એવો મહાન પદાર્થ સ્વયં હું જ છું; આ ચૈતન્યથી ઊંચી કે સુંદર વસ્તુ જ
જગતમાં કોઈ નથી–કે જેમાં. ઉપયોગ ઠરે. –આવા પોતાના જ્ઞાયક
મહાત્માને તેણે લક્ષમાં લીધો તે જીવ જગતનો નાયક થયો.
અહા, આત્માનું અચિંત્ય વીતરાગીસામર્થ્ય, એની અચિંત્ય
વિશાળતા, એની પરમ શાંતિ,–શ્રીગુરુમુખે જેનું શ્રવણ કરતાં મુમુક્ષુને હર્ષ
થાય, જેનું ચિંતન કરતાં હર્ષાનંદ જાગે, અને જેનો અનુભવ કરતાં તો......