Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 49

background image
: ૧૨ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
તો વીતરાગી વીરનો માર્ગ છે, શૂરવીરનો માર્ગ છે. શુભ વિકલ્પ કરતાં–કરતાં માર્ગ પમાઈ
જાય એવો આ માર્ગ નથી. વિકલ્પના કર્તૃત્વમાં જેઓ અટક્યા છે તેઓ તો કાયર છે, એવા
કાયર જીવો વીરના વીતરાગમાર્ગને પામી શકતા નથી.
આનંદને વેદનારો હું છું, વિકલ્પને વેદનારો હું નથી–એમ ધર્મીને આત્માસાક્ષાત્કાર થયો
છે, પરમાત્માનો સાક્ષાત્કાર પોતામાં થઈ ગયો છે. પરમાત્મતત્ત્વના અનુભવમાં ચૈતન્યરસ રહ્યો
ને વિકલ્પનો રસ નીકળી ગયો.–આનું નામ ભેદજ્ઞાન. ભેદજ્ઞાનપર્યાયસહિતનો એ ભગવાન
પોતે પવિત્ર પુરાણપુરુષ છે. તેને પરમાત્માના કહેણ સ્વીકાર લીધા છે, પરમાત્માએ જે કહ્યું તે
તેણે પોતામાં અનુભવી લીધું છે, ને હવે અલ્પકાળમાં તે મોક્ષલક્ષ્મીને વરશે. મોક્ષને લેતાં તેની
પરિણતિ પાછી નહિ ફરે....વીરનાથના અપ્રતિહતમાર્ગે તે મોક્ષને વરશે
* * *
ભગવાન મહાવીરાદિ સર્વજ્ઞભગવાને આખા જગતનું સ્વરૂપ સાક્ષાત્ જોયું, તેમાં
બધા પદાર્થોને દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ જોયા છે; વસ્તુ ધુ્રવપણે ટકીને પોતાની પર્યાયરૂપ
થાય છે, તે પર્યાયનો કર્તા આત્મા પોતે છે. આવું વસ્તુસ્વરૂપ જાણ્યા વગર આત્માનો
અનુભવ થાય નહીં. એકાંત ધુ્રવ કે એકાંત ક્ષણિકવસ્તુ માને તો તેને આત્માનો અનુભવ
કરવાનો અવસર રહેતો નથી. તેમજ ઈશ્વર આ આત્માને કરે એમ માનનારને પણ
‘પોતાનો આત્મા જ પરમાત્મા છે’ એવી ઓળખાણનો અવકાશ રહેતો નથી. અહીં તો
આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જ્ઞાનમાં નક્કી કરીને તેનો જેણે અનુભવ કર્યો છે તે
જીવ કેવો છે? તેનું આ વર્ણન છે. બહારનાં કામ તો દૂર રહો, અંદરના એક સ્રૂક્ષ્મ
વિકલ્પનું કામ પણ તેના જ્ઞાનમાં નથી; જ્ઞાન અંદરમાં વળીને વિજ્ઞાનરસરૂપ થઈ ગયું છે.
જ્ઞાની થયો તે જાણે છે કે પહેલાંં અજ્ઞાનદશામાં હું મારા જ્ઞાન–આનંદના
સ્વભાવથી ભ્રષ્ટ થઈને, વિકલ્પના વનમાં ભમતો હતો; હવે તે વિકલ્પોથી દૂર થઈને,
ભેદજ્ઞાનરૂપી અંતર્મુખી માર્ગદ્વારા હું મારા ચૈતન્યરસના સમુદ્રમાં વળ્‌યો છું; મારી જ્ઞાનની
ધારા જ્ઞાનરસરૂપે જ પરિણમે છે. મારા જ્ઞાનરસના મહાપ્રવાહમાં વિકલ્પોનો એક અંશ
પણ નથી. આમ જ્ઞાન અને વિકલ્પોને એક અંશ પણ નથી. આમ જ્ઞાન અને વિકલ્પ વચ્ચે
કર્તા–કર્મપણું છૂટી ગયું છે. હવે જ્ઞાન પોતાના રસમાં જ મગ્ન રહેતું થકું વિકલ્પોના
માર્ગથી તે દૂરથી જ પાછું વળી