જ્ઞાનના રસીલા જીવોએ ચૈતન્યનો આવો માર્ગ જોયો છે. વીરનાથે આવો માર્ગ બતાવ્યો છે.
વીરનાથના માર્ગનાં આ મધુરાં વહેણ છે.
સ્વાદ આવે છે. પરની સન્મુખ થઈને પરને જાણતાં કાંઈ સુખનું વેદન થતું નથી. આત્મા જ
પોતે એવો સારભૂત છે કે જેને જાણતાં સુખ થાય છે. આવા આત્માને લક્ષમાં લેતાં વિકલ્પોની
જાળ તૂટી જાય છે. જ્ઞાનને જ્ઞાનરસમાં આવવું એ તો સહજ છે, વિકલ્પનો બોજો તેમાં નથી.
આવા જ્ઞાનરસમાં આવતાં હે જીવ! તને આનંદ આવશે. જેમ પાણીને ઢાળ મળતાં તે
સહજપણે ઝડપથી તેમાં વળી જાય છે, તેમ આત્માની ચૈતન્યપરિણતિને ભેદજ્ઞાનરૂપી ઢાળ
મળ્યો ત્યાં વિકલ્પના વનમાં અટકવાનું મટી ગયું ને સહજપણે અંતરમાં વળીને પોતાના
આનંદ–સમુદ્રમાં તે મગ્ન થઈ. અહો, આ તો સમ્યગ્દ્રષ્ટિએ પોતામાં જોયેલાં માર્ગ છે...તે
અંતરમાં ગંભીર માર્ગમાં જવું તેને સુગમ થઈ ગયું છે.
ગંભીર ચૈતન્યસ્વરૂપમાં ઊતરતાં પોતાના ચૈતન્યરસનો મહાસમુદ્ર પ્રાપ્ત થાય છે. અહો!
ચૈતન્યરસના રસિકજનો! આવા તમારા શાંતરસના સમુદ્રને દેખો. એને દેખતાં વિકલ્પોનાં
મોજાં ઠરી જશે. ચૈતન્યનો રસ લાગે તેને વિકલ્પનો રસ રહે નહિ, વિકલ્પ સાથે જ્ઞાનનાં
મીંઢળ તે બાંધે નહિ. જેમ સતી પોતાના સ્વામી સિવાય બીજાનું મીંઢળ બાંધે નહીં, તેમ
સાધકધર્માત્મા ચૈતન્યરસની પરમ પ્રીતિથી કહે છે કે–