: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૧૫ :
એક અનોખો મહોત્સવ
મૃત્યુ એટલે આરાધનાનો મહોત્સવ
[સમાધિમરણ માટે આરાધકની શૂરવીરતા]
મૃત્યુ અને વળી મહોત્સવ!–એ બંનેનો મેળ કઈ રીતે? એમ
કદાચ આશ્ચર્ય થશે. લોકો તો મૃત્યુ વખતે શોક કરે, મૃત્યુના તે
કાંઈ મહોત્સવ હોય?–હા, આરાધનાના બળે મૃત્યુનો પ્રસંગ પણ
મહોત્સવરૂપ બની જાય છે. આરાધનાના મહોત્સવસહિત જેણે
મૃત્યુ કર્યું (સમાધિમરણ કર્યું) તે જીવ પ્રશંસનીય છે. શરીર
બુદ્ધિવાળું જગત મૃત્યુથી ડરે છે, પરંતુ ચૈતન્યના સાધકજીવને
મૃત્યુ એ કોઈ દુઃખપ્રસંગ નથી, એને તો એ આરાધનાનો
મહોત્સવ છે. એવા મહોત્સવનું સુંદર વર્ણન આપ અહીં વાંચશો.
એક સાધકજીવ ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે પણ પોતાની
આરાધનાને કેવી ટકાવી રાખે છે તેનું સુંદર પ્રોત્સાહક વર્ણન
ભગવતીઆરાધનામાં કર્યું છે. તે ભગવતી આરાધના વગેરેના
આધારે પં. શ્રી સુરચંદજીએ ‘મૃત્યુમહોત્સવ’ ની રચના કરી છે, તે
અહીં ગુજરાતી–અર્થસહિત આપી છે. તે મુમુક્ષુને શૂરવીરતા
જગાડીને આરાધનાનું પ્રોત્સાહન આપે છે.