: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૨૩ :
(૨૬) જે જે વસ્તુ લખત હૈ તે પર, તિનસોં નેહ નિવારો,
પર ગતિ મેં યે સાથ ન ચાલૈં, એસો ભાવ વિચારો.
જો પરભવમેં સંગ ચલૈ તુઝ, તિનસોં પ્રીત સુ કીજૈ,
પંચ પાપ તજ, સમતા ધારો, દાન ચાર વિધ કીજૈ.
બહારમાં જે–જે વસ્તુઓ દેખાય છે તે બધી પર છે, પરભવમાં તે સાથે આવતી નથી,–
એમ વિચારીને તેનો સ્નેહ છોડો. પ્રીત તો તેની કરીએ કે પરભવમાં જે પોતાની સાથે આવે. માટે
પાંચ પાપ છોડો, સમતા ધારો ને ચાર પ્રકારનાં દાન કરો.
(૨૭) દશલક્ષણ–મય ધર્મ ધરો હિય, અનુકમ્પા ઉર લાવો,
ષોડશકારણ નિત્ય વિચારો, દ્વાદશ ભાવન ભાવો
ચારોં પરવી પ્રોષધ કીજૈ, અશન રાતકો ત્યાગો,
સમતા ધર દૂરભાવ નિવારો, સંયમસોં અનુરાગો.
અંતરમાં અનુકંપા સહિત દશધર્મને ધારણ કરો; સદાય સોળ કારણનું ચિંતન કરો ને બાર
વૈરાગ્યભાવના ભાવો; રાત્રિભોજન છોડો, ને ચાર પર્વતિથિમાં પ્રૌષધ કરો; સમતા ધારણ કરીને
દુર્ભાવને છોડો, ને સંયમની ભાવના ભાવો.
(૨૮) અન્ત સમય મેં યહ શુભ ભાવ હિ, હોવે આન સહાઈ,
સ્વર્ગ–મોક્ષ–ફલ તોહિ દિખાવેં, ઋદ્ધિ દેહિ અધિકાઈ.
ખોટે ભાવ સકલ જિય ત્યાગો, ઉરમેં સમતા લાકે,
જા સેતી ગતિ ચાર દૂર કર, બસહુ મોક્ષપુર જાકે.
આવી ઉત્તમ ભાવના જ અંતરસમયમાં તને સહાયક થશે; એ જ તને સ્વર્ગમોક્ષની પ્રાપ્તિ
કરાવશે અને મહાન ઋદ્ધિ આપશે. માટે હે જીવ! તું અંતરમાં સમતા લાવીને સમસ્ત ખોટા
ભાવોને છોડ; ને તે સમતા વડે ચારે ગતિને દૂર કરીને મોક્ષપુર જઈને વસ.
(૨૯) મન થિરતા કરકે તુમ ચિન્તો, ચૌ–આરાધન ભાઈ,
યે હી તોકોં સુખકી દાતા, ઔર હિત્ કોઉ નહીં.
આગેં બહુ મુનિરાજ ભયે હૈં, તિન ગહિ થિરતા ભારી,
બહુ ઉપસર્ગ સહે શુભ ભાવન, આરાધન ઉર ધારી.
હે ભાઈ! મનને સ્થિર કરીને તમે ચાર આરાધનાનું ચિંતન કરો; તે જ