Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 49

background image
: ૩૦ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
મને મારો શુદ્ધ એકત્વ–વિભક્તિ આત્મા બતાવ્યો. મારા ઉપર અનુગ્રહ કરીને મને
નિરંતર શુદ્ધઆત્મા સમજાવ્યો. ‘નિરંતર’ સમજાવ્યું એટલે શું? એનો અર્થ એ છે કે જ્યાં
શ્રીગુરુએ શુદ્ધઆત્મા કહ્યો ત્યાં શિષ્યને અંદરમાં તે સમજવાની ધૂન ચડી ગઈ, નિરંતર
તેની વિચારધારા એવી ઉપડી કે પોતાનો શુદ્ધઆત્મા સ્વાનુભવગમ્ય થયો.
એક તો, શ્રીગુરુએ ‘નિરંતર’ અમને સમજાવ્યું–એટલે કે સમજવાની નિરંતર ધૂન
પોતાને જાગી.
બીજું––શ્રીગુરુએ નિરંતર સમજાવ્યું, તેમાં શું સમજાવ્યું? જે શુદ્ધ સ્વરૂપ અમને
અનુભવમાં આવ્યું તે જ સ્વરૂપ શ્રીગુરુએ અમને સમજાવ્યું; અમારા ઉપર અનુગ્રહ કરીને
શ્રીગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ દીધો. અને તેના વડે સ્વાનુભવ કરતાં અમને અમારા
આત્માનો નિજવૈભવ પ્રગટ્યો. આવા ધર્મી–શિષ્યે પોતાના આત્માને કેવો અનુભવ્યો તેનું
આ અલૌકિક વર્ણન છે. પોતાના અનુભવમાં આવ્યું ત્યારે ખરી ખબર પડી કે આહા!
આવું આનંદમય ગંભીર ચૈતન્યતત્ત્વ મારા ગુરુ મને વારંવાર કહેતા હતા!
ભાઈ, દુનિયા શું માને, ને કેમ કરે એ વાત એના ઘરે રહી; દુનિયાને એકકોર
મુકીને આ તો પોતે પોતાના આત્માનું હિત કરવાની વાત છે. જેને આત્માની ધૂન લાગે
એનું મન દુનિયામાં ક્યાંય ઠરે નહિ; આત્માના અનુભવ વિના ક્યાંય એને જંપ ન વળે.
દુનિયાનો રસ છૂટીને આત્મરસની ધૂન ચડી જાય, ત્યાં ઉપયોગ અંતરમાં એકાગ્ર થાય ને
ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય.
અહો, અનંતગુણગંભીર મારું ચૈતન્યતત્ત્વ, શ્રીગુરુ મને બતાવે છે,––એમ શુદ્ધાત્મા
કાનમાં પડતાં જ તેની ધૂન લાગી, દિ ને રાત એવી લાગી કે અંદર જતાં રાગથી જુદા
આનંદનો સ્વાદ આવ્યો. સ્વાદ આવતાં ખબર પડી કે અરે, મારો આત્મા તો આવો
આનંદસ્વરૂપ છે! મારા ચૈતન્યનું વેદન રાગથી તો તદ્ન જુદી જાતનું છે.
શુભાશુભરાગમાં મોક્ષના સ્વાદ ન હોય. રાગનાં કડવા સ્વાદમાં મોક્ષનાં મીઠાં ફળ કેમ
પાકે? અહા, મારું આ ચૈતન્યતત્ત્વ. રાગથી પાર, શાંતિથી છલોછલ ભરેલું, તે મારા
અંતરમાં મને પ્રાપ્ત થયું; પરમાત્મા હું જ છું–એમ મારું તત્ત્વ મેં દેખ્યું. પહેલાંં ઉન્મત્ત હતો
તે છૂટીને હવે સમ્યક્ આત્મારામ થયો, ભગવાન થયો. –જુઓ, આવો અનુભવ થયો તે
જ્ઞાનીનું લક્ષણ છે.