: ૩૪ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
અત્યારે આ પંચમકાળ છે અને તેમાં....જ્યાં જુઓ ત્યાં વિષય–કષાયની પ્રવૃત્તિ જોરશોર
કરી રહી છે, ચારેકોર રાગ–દ્વેષની રમઝટ ચાલી રહી છે; આ ઝેરી પ્રવૃત્તિમાંથી ઉગરવા માટે
અહીંનો સમાજ પૂ. ગુરુદેવના ચરણોનું અભિષેક કરવા તલસી રહ્યો છે, તલપાપડ છે; અજ્ઞાનના
એક એવા માળખે અહીંનો સમાજ અને સમુદાય પહોંચ્યો છે કે જ્યાં પૂ. ગુરુદેવ જેવા મહાન
પવિત્ર અને ભવ્ય આત્માનું આગમન અમારા હૈયાની હોળીને શમાવી દઈને અમૃતનું મધુસીંચન
કરશે; એટલે આવા આ કપરા કાળમાં પૂ. ગુરુદેવની આધ્યાત્મિક, ચમત્કારિક, વીતરાગી
અમૃતમય વાણીની જરૂરીયાત હવે વિશેષ જણાઈ રહી છે.
અનુભવથી ભારતભરમાં અધ્યાત્મનો ધોધ વહેવડાવ્યો છે અને જૈનધર્મના શાસનને શોભાવ્યું છે.
જેવી રીતે ધર્મતીર્થનાયક ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમવસરણના વિહારથી તેમની
દિવ્યધ્વનિ દ્વારા સારીયે દુનિયાને મોક્ષમાર્ગનો સત્ય ઉપદેશ મળ્યો હતો તેવી જ રીતે પૂ.
ગુરુદેવના ભારતભરના વિહારથી અને તેમના દિવ્ય ઉપદેશથી આખું ભારત તો ડોલી ઊઠયું છે
અને શાસનપ્રભાવના અદ્ભુત રીતે વૃદ્ધિ પામી છે.
પરંતુ હવે પૂ. ગુરુદેવશ્રીનો આફ્રિકા તરફ વિહાર થાય–એવો સમય પાકી ગયો છે અને
અહીંના ધર્મ–તૃષાતુર થયેલા જૈનસમાજને પૂ. ગુરુદેવની આધ્યાત્મિક બંસરી સાંભળવા મળે તો
જ તૃપ્તિ થાય એવા સંજોગો છે.
પૂ. ગુરુદેવનો જ્ઞાનપ્રકાશ ભારતદેશમાં બધે પ્રકાશિત થઈ રહ્યો છે, અને તેઓશ્રી લાખો
જીવોને સાચા માર્ગે દોરી રહ્યા છે, પૂ. ગુરુદેવનું આગમન અહીંના સમાજના અંતરના અંધારા
ઓલવશે અને આત્મદીપનો પ્રકાશ બહાર લાવશે.
અંતમાં અમે સૌ અંતઃકરણપૂર્વક ભક્તિભાવથી પૂ. ગુરુદેવને અહીં આફ્રિકા પધારવાનું
ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ, અને અમારું આ પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારવા નમ્રભાવે
વિનવિએ છીએ.
એજ વિનયવંત––
શ્રી દિગંબર જૈન મુમુક્ષુમંડળ, નાઈરોબી વતી
(પ્રમુખ) જેઠાલાલ દેવરાજ શાહ.
(મંત્રી) ઝવેરચંદ પુનમચંદ શાહ.