: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૩૫ :
[આફ્રિકાના ભાઈઓમાં પહેલેથી જ સારી જાગૃતી છે. આફ્રિકામાં પણ
જિનેન્દ્રભગવાનની મૂર્તિ પધરાવીને હંમેશાંં દર્શન–પૂજન તથા સ્વાધ્યાય ઘણા જિજ્ઞાસુઓ કરે છે;
લગ્નસંસ્કાર પણ જૈનવિધિથી જ કરે છે; હજારો ધાર્મિક પુસ્તકો મંગાવીને પ્રચાર કરે છે. તેમજ
કેટલાય જિજ્ઞાસુઓ અવાર નવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લ્યે છે. આફ્રિકામાં
ટેપરેકર્ડમશીન દ્વારા ગુરુદેવના પ્રવચનો સાંભળે છે. એકવખત તો આફ્રિકામાં જ આત્મધર્મના
૪૦૦ જેટલા ગ્રાહકો હતા. આવા આફ્રિકાના નૈરોબી મુમુક્ષુમંડળ તરફથી આવેલ વિનતિપત્ર
અહીં રજુ કર્યો છે. આ ઉપરથી આફ્રિકામાં થઈ રહેલા ધર્મપ્રચારનો જિજ્ઞાસુઓને ખ્યાલ આવશે
જ્યારે આફ્રિકાના દૂરદૂર બેઠેલા જિજ્ઞાસુઓ પણ આવો લાભ લઈ રહ્યા છે ત્યારે ભારતના
જિજ્ઞાસુઓએ તો કેટલો લાભ લેવો જોઈએ!! –સં.]
• દહેગામ–સમાચાર :–
તા. ૧૮–૪–૭૨ ના રોજ જ્યારે પૂ. ગુરુદેવ દહેગામ બિરાજતા હતા ત્યારે બપોરના
પ્રવચન દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી ઘનશ્યામભાઈ ઓઝા ગુરુદેવના દર્શન કરવા
આવ્યા હતા. ગુરુદેવનું જન્મધામ ઉમરાળા છે ને શ્રી ઓઝા પણ ઉમરાળામાં જન્મેલા છે. વર્ષો
પહેલાંં વકીલાતના કામે તેઓ અવારનવાર સોનગઢ આવતા ત્યારે ગુરુદેવના પ્રવચનમાં પણ
આવતા. આજે ફરીને ગુરુદેવના દર્શનનો યોગ બનતાં તેમણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ગુરુદેવના સુહસ્તે તેમને ‘રત્નસંગ્રહ’ અને ‘શૂરવીર સાધક’ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા
હતા. બે મિનિટના ટૂંકા વક્તવ્યમાં તેમણે કહ્યું કે હું દિલ્હી–પાર્લામેન્ટમાં કે આંતરરાષ્ટ્રીય
સંમેલનમાં તો હું ઘણીવાર બોલ્યો છું. પણ અહીં મહારાજશ્રી સમક્ષ બોલતાં હું ક્ષોભ અનુભવું છું.
સોનગઢમાં તો હું ઘણીવાર બોલ્યો છું. પણ અહીં મહારાજશ્રી સમક્ષ બોલતાં હું ક્ષોભ અનુભવું
છું. સોનગઢમાં ગુરુદેવના પ્રવચનો હું સાંભળતો, વર્ષો બાદ આજે ફરીને તેમના શ્રોતા થવાનો
લાભ જોગાનુજોગ આ દહેગામમાં બન્યો છે, તેથી મને આનંદ થાય છે. (બરાબર આ દિવસે
સાંજે જ દહેગામમાં ચૂંટણીનું પરિણામ હતું.)
• પાલેજની દુકાનમાં :– (સાચો વેપારી)
પાલેજની દુકાનમાં ભક્તિ બાદ ગુરુદેવે કહ્યું કે જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અનાદિથી
પોતાના ઉપયોગનો ઊંધો વેપાર કરે છે, રાગ–દ્વેષમાં ઉપયોગને જોડીને ખોટનો વેપાર કરે છે.
તેને બદલાવીને, ઉપયોગના વેપારને અંદર ચૈતન્યસ્વરૂપમાં જોડતાં આનંદનો લાભ થાય છે, તે
સાચો વેપાર છે, ને તેનાથી ભવના અંત આવે છે.
ઉપયોગના અંર્તવેપાર વડે જે પોતાનું સ્વરૂપ સમજ્યો તે કહે છે કે અહો! પૂર્વે કદી નહીં
સમજેલ એવું મારું ચૈતન્યપદ મને સમજાવ્યું તે પદને નમસ્કાર હો... ને જે ગુરુએ મારું આવું પદ
મને સમજાવ્યું તે ગુરુને પણ નમસ્કાર હો.