Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 49

background image
: ૩૬ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
પાલેજની પ્રસાદીમાં ગુરુદેવ કહે છે–
હે જીવ! તું ચૈતન્યરાજા છો
પાલેજપુરીમાં પૂ. ગુરુદેવ બે દિવસ રહ્યા. બંને દિવસ હર્ષ–
ઉલ્લાસભર્યું વાતાવરણ રહ્યું. એક તો પાલેજ ગુરુદેવનું જુનું પરિચિત
ગામ, અને વળી વૈશાખ સુદ બીજનો મેળ! ભલે આ બીજ અધિક
વૈશાખની હતી તોપણ પાલેજમાં જાણે નાના પાયા પર જન્મજયંતિ જ
ઉજવાતી હોય એવું વાતાવરણ હતું. ગુરુદેવ સાથે ‘અનંતનાથ’
ભગવાનને ભેટતાં ને પૂજતાં આનંદ થતો હતો. શ્રીફળ–આંબા વગેરેના
તોરણોથી સુશોભિત મંડપમાં આનંદથી જન્મજયંતિને લગતા કાર્યક્રમો,
પ્રભાતફેરી મંગલવધાઈ–ભક્તિ વગેરે થયા હતા. ઉપસ્થિત મુમુક્ષુઓએ
હોંશેહોંશે આનંદ–ઉલ્લાસથી ભાગ લીધો હતો. ગુરુદેવ પણ ખૂબ
પ્રસન્નચિત્ત હતા, ને પ્રસન્નચિત્તે ચૈતન્યરાજાની સેવા કરવાનું
સમજાવતા હતા કે–તું પોતે જ ચૈતન્યરાજા છો, તેને જાણીને તેનો
અનુભવ કર, ––એ જ મોક્ષની રીત છે, અહીં ગુરુદેવના પાલેજના
પ્રવચનોની પ્રસાદી વાંચીને આપને પણ આનંદ થશે.
[પાલેજ શહેરના પ્રવચનોમાંથી: અધિક વૈશાખ સુદ ૧–૨ સમયસાર ગાથા ૧૭–૧૮]
આ દેહથી ભિન્ન આત્મા આનંદસ્વરૂપ છે, તેને ભૂલીને, પર મારાં ને રાગમાં મારું સુખ
એવી જે અજ્ઞાનબુદ્ધિ છે તે આત્માને દુઃખનું કારણ છે તેથી તે અરિ છે––દુશ્મન છે. આત્માના
જ્ઞાનવડે તેને હણીને, તેમજ રાગ–દ્વેષને પણ હણીને જેઓ સર્વજ્ઞ–વીતરાગ પરમાત્મા થયા તેઓ
અરિહંત છે. ને પરમાર્થે બધાય આત્માનો તેવો સ્વભાવ છે.