Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 49

background image
: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૫ :
કરે છે. જગતનાં બીજા તત્ત્વો મારાથી જુદાં છે, તેમની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, આ
દેહ પણ જડ છે–જુદો છે; અંદરના શુભાશુભભાવો પણ ખરેખર હું નથી. ‘હું શુદ્ધ છું’ ઈત્યાદિ
વિકલ્પરૂપ નયપક્ષ તે પણ મારું સ્વરૂપ નથી; વિકલ્પથી પાર અનુભવમાં આવતું જે
જ્ઞાનમાત્ર સ્વરૂપ તે જ હું છું.–આમ મુમુક્ષુજીવ નિર્ણય કરે છે.
જુઓ, આવા આત્માનો જે નિર્ણય કરાવે એવા જ દેવ–ગુરુ–શાસ્ત્રને તે મુમુક્ષુ માને
છે; પણ આવા આત્માનો નિર્ણય ન કરાવે ને વિપરીત કહે–તેવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને
મુમુક્ષુ માને નહિ. આમાં દેશનાલબ્ધિ પણ આવી ગઈ; સાચા દેવગુરુએ એમ સંભળાવ્યું કે
‘આત્મા તો જ્ઞાનસ્વભાવ છે, જ્ઞાનતત્ત્વ વિકલ્પરૂપ નથી. આવું ભેદજ્ઞાન કરીને
જ્ઞાનસ્વભાવને નક્કી કર.’
અહો, આનંદધામ મારો આત્મા, તેમાં ક્્યાંય વિકલ્પની આકુળતા નથી.–આવો
નિર્ણય કરીને વિકલ્પથી જુદા જ્ઞાનને અનુભવમાં લે. અહા, આવો નિર્ણય કરવા જાય ત્યાં
પરિણતિ જ્ઞાનસ્વભાવમાં જ ઘૂસી જાય, ને જ્ઞાનસ્વભાવ સિવાય બીજા કોઈ પરભાવમાં તેની
પરિણતિ અટકે નહિ. જ્ઞાન અને રાગની ભિન્નતાનો નિર્ણય કરવામાં રાગનું આલંબન નથી,
જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે. અહા, એકવાર અંદર ચૈતન્યમાં ઊતરીને આવો નિર્ણય તો
કર કે જ્ઞાનસ્વભાવ જ હું છું. તારા જ્ઞાનસ્વભાવની મહાનતા અને ગંભીરતા લક્ષમાં લેતાં જ
વિકલ્પથી તું જુદો પડી જઈશ; ને તારો આત્મા જ તને પરમાત્મારૂપે દેખાશે. એ જ
સમ્યગ્દર્શન છે, તે જ સમયસાર છે.
અનુભવ પહેલાંંની ભૂમિકામાં વિકલ્પ હોવાં છતાં જ્ઞાને તેનાથી અધિક થઈને એમ
નિર્ણયમાં લીધું છે કે વિકલ્પ હું નથી, વિકલ્પથી પાર અખંડ જ્ઞાનતત્ત્વ હું છું અનેક
વિકલ્પોથી જુદો એક જ્ઞાનભાવ હું છું. આમ વિકલ્પના કાળે વિકલ્પથી ભિન્નતા નક્કી કરવી
તે કામ જ્ઞાનનું છે, ને તે વિકલ્પથી અધિક છે, જુદું છે. આમ અંદરના વેદનમાં જ્ઞાન અને
રાગની તદ્ન ભિન્નતા ધર્મીને ભાસે છે.
જ્ઞાનસ્વભાવી આત્માનો જે નિર્ણય છે તે નિર્ણય કરનારું જ્ઞાન આત્માને વિકલ્પથી
જુદો આનંદસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. આત્મા ઈંદ્રિયવાળો–રાગવાળો છે એમ તે જ્ઞાન પ્રસિદ્ધ
નથી કરતું, પણ વિશ્વથી ભિન્ન જ્ઞાન–આનંદસ્વરૂપ પરમાત્મા હું છું–એમ તે જ્ઞાન પ્રસિદ્ધ કરે
છે. ઈંદ્રિયજ્ઞાનમાં કે વિકલ્પમાં એવી તાકાત નથી કે તે આત્માને પરમાત્માસ્વરૂપે પ્રસિદ્ધ કરે
છે. સ્વતત્ત્વની પ્રસિદ્ધિમાં એટલે કે આનંદમય આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–અનુભવમાં
રાગનું કે ઈંદ્રિયનું અવલંબન નથી.