: ૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
ભૂમિકાઅનુસાર જે જેમ વાત હોય તેમ સમજવી જઈએ. શ્રાવકને
રાગરહિત આત્માની દ્રષ્ટિરૂપ સમ્યક્ત્વ પણ વર્તે છે, ને સાથે શુભરાગ
પણ વર્તે છે, તે રાગને કારણે પૂજા–ભક્તિ–દાન–સ્વાધ્યાય વગેરે ભાવ
આવે છે ને અશુભથી બચવા તે શુભને કર્તવ્ય પણ કહેવાય છે. પણ તે
રાગની હદ પુણ્યબંધ જેટલી છે, એ કાંઈ મોક્ષનું સાધન નથી–એમ
ધર્મીને ભાન છે.
૨૭ મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે વીતરાગભાવ છે, આવો
મોક્ષ માર્ગ જેણે જાણ્યો છે, અંશે પ્રગટ કર્યો છે તેની આ વાત છે. જે
સમ્યગ્દર્શનાદિ નિશ્ચયમોક્ષમાર્ગ છે તે તો વીતરાગભાવ છે, ને તેનું ફળ
મોક્ષ છે. તેની સાથે શુભરાગાદિ જે વ્યવહારમોક્ષમાર્ગ છે તેનું ફળ શું
છે? –તેનું ફળ તો સ્વર્ગાદિ સંસાર છે, તે તેને ખરેખર મોક્ષમાર્ગ કેમ
કહેવાય? મોક્ષમાર્ગ તો એક જ છે બે નથી. વીતરાગભાવરૂપ એક જ
મોક્ષમાર્ગ છે વીતરાગભાવ તે એક મોક્ષ માર્ગ, ને શુભરાગ તે બીજો
મોક્ષમાર્ગ, એમ મોક્ષમાર્ગ બે નથી. વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે, ને
રાગ તે મોક્ષમાર્ગ નથી. , એમ મોક્ષમાર્ગ એક જ છે.
૨૮ આ જ્ઞાયકભાવરૂપ આત્મતત્ત્વ છે તેને, પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે
દેખતાં તે શુદ્ધપણે દેખાય છે; અને ત્યારે તેને દેખનારી પર્યાય પણ શુદ્ધ
થાય છે...... એટલે કષાયચક્ર મટી જાય છે, જ્ઞાન તેનાથી છૂટું પડી જાય
છે. પર્યાયમાં કષાયચક્રથી જ્ઞાન છૂટું પડ્યા વગર ‘ચૈતન્યતત્ત્વ શુદ્ધ છે’
એવી ઓળખાણ થઈ શકે નહિ. આ રીતે શુદ્ધદ્રવ્યને દેખતાં પર્યાય પણ
શુદ્ધ થયેલી વર્તે છે.
૨૯ કષાયચક્રનું મટવું કઠણ છે, –પણ અશક્્ય નથી, કેમકે
શુદ્ધદ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં કષાયચક્ર મટી જાય છે. જ્ઞાનનું સ્વરૂપ
સ્વભાવથી જ સર્વે પરભાવોથી રહિત છે; એટલે જ્ઞાનસ્વભાવનો
અનુભવ થતાં સર્વે પરભાવોનો ધ્વંસ થઈ જાય છે. જ્ઞાનસ્વભાવ તો
રાગાદિ પરભાવ વગરનો છે જ, તેની સ્વસન્મુખ પરિણતિ પણ રાગ
વગરની થઈ ત્યાં તેણે રાગને છોડયા–એમ કહેવામાં આવે છે. બાકી
પરમાર્થે જ્ઞાનમાં કાંઈ રાગનું કતૃત્વ નથી કે જ્ઞાન તેને છોડે. જ્ઞાન તો
સ્વભાવથી જ રાગ વગરનું છે, જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી. જ્ઞાન
જ્ઞાનરૂપ થયું તે તો વિકારથી છૂટું ને છૂટું છે.
૩૦ જેનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થયું નથી ને કષાયચક્રમાં (પુણ્ય–પાપમાં)
[ અનુસંધાન : પાના ૩૩ ઉપર