Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
મોઢા પર દુર્ગંધના લપેટા શોભે નહિ તેમ સત્ એવા ચૈતન્ય ઉપર રાગના લપેટા શોભે
નહિ; ચૈતન્યમાં રાગનું કર્તૃત્વ હોય નહિ. આવી ભિન્નતાને જે જાણે તે જ્ઞાનીજીવ
પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ અંશને ભેળવતો નથી, એટલે જ્ઞાનમાં રાગનું
કતૃત્વ જરાપણ નથી. આવા આત્માના જ્ઞાન વગર, પુણ્ય કરીને પણ જીવ જરાય સુખ
ન પામ્યો. ક્્યાંથી પામે? પુણ્યના રાગમાં ક્્યાં સુખ હતું કે મળે? સુખ ચૈતન્ય
સ્વભાવમાં છે, તેને જાણે–અનુભવે તો જ ચૈતન્યસુખનો સ્વાદ આવે, ને ત્યારે જ
રાગાદિનું કર્તૃત્વ છૂટી જાય. આવી જેની દશા થઈ છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે.
જે રાગનો કર્તા થશે તે, રાગ વગરના ચૈતન્યનો સ્વાદ લઈ શકશે નહિ. અને
રાગથી ભિન્ન ચૈતન્ય સ્વાદ જેણે ચાખ્યો તે કદી રાગનો કર્તા થશે નહિ. એક સૂક્ષ્મ
વિકલ્પના સ્વાદને પણ તે જ્ઞાનથી ભિન્ન જ જાણે છે. તેથી કહ્યું છે કે–
કરે કરમ સોઈ કરતારા, જો જાને સો જાનનહારા;
જાને સો કરતા નહિ હોઈ, કર્તા સો જાને નહીં કોઈ.
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને જ્ઞાનરૂપે જે પરિણમ્યો તેના જ્ઞાન–પરિણમનમાં
રાગનું કર્તૃત્વ નથી; જે રાગનો કર્તા થાય છે તે રાગથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને
જાણતો નથી.
આત્મા અનાદિ–અનંત ચૈતન્યરસપણે જ અનુભવાય છે; જગતના બીજા બધાય
રસથી વિલક્ષણ જુદી જાતનો આ ચૈતન્યરસ છે. રાગાદિ કષાયોના રસ તો કડવા છે,
આકુળતાવાળા છે ને આ ચૈતન્યરસ અત્યંત મધુર છે, શાંત છે, નિરાકુળ છે. આમ
જ્ઞાની પોતાના ચૈતન્યસ્વાદને બીજાથી ભિન્ન પાડીને વેદે છે. અહા! આવો શાંત મધુર
આનંદધામ મારો ચૈતન્ય સ્વાદ! પૂર્વે કદી મેં ચાખ્યો ન હતો, તેથી હું દુઃખી હતો.
આત્માના આનંદરસનો સ્વાદ ચાખીને હવે હું સુખી થયો.
“સુખીયા જગતમાં સંત......” સમકિતી પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે
છે, ત્યાં દુનિયા પાસેથી તેને કાંઈ લેવું નથી, ક્્યાંય બીજામાંથી સુખ લેવું નથી, તે સંત
જગતમાં સુખી છે. બાકી પરવસ્તુમાંથી સુખ લેવા માંગે છે તેઓ તો દુઃખિયા છે ને પર
પાસેથી ભીખ માંગનારા ભીખારી છે. સમકિતી પોતાના ચૈતન્યવૈભવનો સ્વામી મોટો
બાદશાહ છે, જગતથી તે નિસ્પૃહ છે. મારું ચૈતન્યસુખ મારામાં છે, ત્યાં જગત પાસેથી
મારે કાંઈ લેવાપણું નથી.
અજ્ઞાનીને પોતાના ચૈતન્યરસને ભૂલીને રાગના રસની ટેવ પડી ગઈ છે. જેમ