Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 64

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
ઉમરાળાના સુંદરજી રૂપા ભાવસારને ગુંગાનો સ્વાદ લેવાની ટેવ પડી ગઈ હતી, તેમ
ચૈતન્યના સુંદર રૂપવાળો, ‘ભાવ–સાર’ સારભૂત જેનો સ્વભાવ છે–એવો આત્મા
પોતાને ભૂલીને, હું રાગી–હું દ્વેષી–હું શરીરવાળો–એમ માનીને અજ્ઞાનથી ગુંગા જેવા
પુણ્ય–પાપના સ્વાદમાં રોકાઈ ગયો, એ તેને શોભતું નથી. જીવનું પદ તે નથી. જીવનું
પદ કયું છે? તે બતાવતાં સમયસાર ગા. ૨૦૩ માં કહે છે કે–
જગતમાં જે ઘણા પ્રકારના દ્રવ્યો અને ભાવો છે તેમાં ભગવાન આત્માના
ચૈતન્યસ્વભાવ સાથે એકપણે જે અનુભવાય છે તે જ આત્માનું સ્થિર રહેઠાણ હોવાથી
નિજપદ છે. પણ જ્ઞાનસ્વભાવથી જુદા, અને ક્ષણિક, વિકારી ભાવો છે તેઓ પોતે
અસ્થિર છે, તે આત્માનું નિજપદ નથી. આમ જાણીને હે જીવ! તું ત્વરાથી નિજપદને
ગ્રહણ કર ને પરપદને છોડ. પરમાર્થરસપણે સ્વાદમાં આવતું ચૈતન્યમાત્ર ભાવરૂપ તારું
નિજપદ જ આસ્વાદવા જેવું છે. વિકારનો સ્વાદ અનંત કાળથી લીધો, તેમાં જીવને શાંતિ
ન મળી. પાપ હો કે પુણ્ય, તેના ફળમાં નરક હો કે સ્વર્ગ, તેમાં ક્્યાંય આત્માની શાંતિ
નથી, તે કોઈ આત્માનું નિજપદ નથી. નિજપદનો સ્વાદ તો આનંદ રૂપ હોય.
ભાઈ! તારા આત્માનો સ્વાદ તો જ્ઞાનયમ છે. જ્ઞાનરસપણે આત્માને સ્વાદમાં
લે. તે તારું નિદપદ છે.... તે જ આનંદદાયક છે. આનંદના ભાવથી ભરેલું તારું નિજપદ
છે તેને છોડીને તું રાગના મેલા ભાવોના વેદનમાં ક્્યાં રોકાણો? અરે, ચૈતન્યપ્રભુ
પુણ્ય–પાપની વિકૃત લાગણીમાં અર્પાઈ જાય–એ તેને શોભતું નથી. કયાં ચૈતન્યનું
અનુપમ પદ! ને ક્્યાં રાગાદિના કલંકભાવો! અરે, એ બંનેને એકતા કેમ હોય? ચૈતન્ય
હું’ એવા અનુભવને બદલે ‘ક્રોધ હું–રાગ–હું પુણ્ય હું’ એમ અનુભવ કરે, એ તે કાંઈ
આત્માને શોભે છે! –નથી શોભતું. માટે હે ભાઈ! એક જ્ઞાનનું જ બનેલું તારું પરમ પદ
છે, તેમાં કોઈ વિપદા નથી. એ નિજપદ પાસે બીજા બધા પરપદ તો અપદ ભાસે છે.
આવા જ્ઞાનપદનો અનુભવ તે મોક્ષનો ઉપાય છે.
* * *
[વૈશાખ સુદ સાતમનું બપોરનું પ્રવચન રખિયાલથી ત્રણ–ચાર માઈલ દૂર
ખાનપુર મુકામે થયું હતું. ખાનપુરમાં દિ. જૈનમંદિર છે. ગુરુદેવ પધારતાં ગામના જૈન–
જૈનતરોનો ઉલ્લાસ સારો હતો. પ્રવચનમાં ગુરુદેવે સુગમશૈલિથી આત્માનું સ્વરૂપ
સમજાવ્યું હતું. પ્રવચન બાદ ભક્તિ પણ ખાનપુરમાં થઈ હતી.
]