: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
જ હું–એવો જે મિથ્યાભાવ છે તે જ મુખ્ય સંસાર છે.
આત્મા અને કર્મની ભેગી અવસ્થા તે સંસાર છે?
ના; આત્માની અવસ્થામાં આત્મામાં છે, કર્મની અવસ્થા પુદ્ગલમાં છે, બંનેની
અવસ્થા જુદેજુદી છે, બંનેની ભેગી એક અવસ્થા નથી.
સ્ત્રી–છોકરા–ઘરબાર છોડતાં સંસાર છૂટી જાય ને?
ના; એ તો પરદ્રવ્ય છૂટા જ છે; તે મારા–એવી માન્યતા તે સંસારનું મૂળ છે. એ
માન્યતા છૂટયા વગર સંસાર છૂટે નહિ. પરથી છૂટો ને રાગાદિ વગરનો
ચૈતન્યસ્વભાવ કેવો છે તેને લક્ષમાં લઈને અનુવભ કરતાં સમ્યકત્વાદિ થાય છે
એટલે અજ્ઞાન છૂટી જાય છે, ને રાગાદિથી પણ આત્માનો ચૈતન્યભાવ છૂટો પડી
જાય છે. આ જ સંસાર છોડવાની ને મોક્ષમાર્ગને ગ્રહણ કરવાની રીત છે.
સમ્યક્ત્વપૂર્વકની મુનિદશાનો પરમ મહિમા
સાધુપણું કેવું હોય?
અહો, સાધુપણું તો અંદરની અલૌકિક વીતરાગદશા છે. સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન ઉપરાંત વીતરાગી ચારિત્ર પ્રગટ્યું છે, ત્રણ પ્રકારના કષાયો છૂટી
ગયા છે, આત્મા અતીન્દ્રિય આનંદની ઘણી દશામાં ઝુલે છે; દેહ ઉપર વસ્ત્રાદિની
વૃત્તિ નથી, સંપૂર્ણ દિગંબર છે, જેઓ ઉદ્ષ્ટિ આહાર લેતા નથી, ક્ષણેક્ષણે જેમને
નિર્વિકલ્પતા થયા કરે છે. આવા ભગવાન મોક્ષમાર્ગી મુનિવરો છે. અહો, એવા
મુનિઓનાં ચરણમાં નમસ્કાર હોય. એ તો પંચપરમેષ્ઠીપદમાં બિરાજમાન
ભગવાન છે.
અરે, મુનિદશાના મહિમાની જગતને ખબર નથી. સાધુ એ તો જગતમાં
હાલતા–ચાલતા સિદ્ધ છે. અહા, આવા સાધુને કોણ ન માને? સાધુ તો પરમેષ્ઠી
ભગવાન છે, એને કોણ ન ગમે? પણ આવા સાધુ ન દેખાય તેથી કાંઈ ગમે તેને
સાધુ ન માની લેવાય. કુસાધુને સાધુ માનવાથી તો સાચા સાધુઓનો અનાદાર
થઈ જાય છે. માટે સાધુ–મુનિરાજનું યથાર્થ સ્વરૂપ ઓળખીને ભક્તિ પૂર્વક તેમને
માનવા જોઈએ.
રાગથી ભિન્ન ચૈતન્યવસ્તુ શું ચીજ છે–એના ભાન વગર એકલા શુભ–
રાગથી આવું સાધુંપણુ થઈ જાય–એમ નથી. સાધુપણું તો સમ્યગ્દર્શન ઉપરાંત
ચારિત્રની ઘણી વીતરાગીદશામાં થાય છે. આવા સાધુપણા વગર મોક્ષ સધતો
નથી.