Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
કોણ છે તેને લક્ષમાં લઈને તેનું સ્મરણ કરવું તે મંગળ છે. આત્મા પોતે ચૈતન્ય
લક્ષ્મીવાળો ભગવાન છે. પોતાનું ભગવાનપણું ભૂલીને જે સુખ માટે પરવસ્તુની ભીખ
માંગે છે તે ભીખારી છે. મારા સુખ માટે મારે પૈસાની–ખોરાક વગેરેની જરૂર પડે એમ
માનનાર જીવ ભીખારી છે. બાપુ! તારો આત્મા પુણ્ય–પાપ વગરનો સ્વયં આનંદસ્વરૂપ
છે–તેનો સ્વાદ લેતાં તને પરમસુખ થશે. આવા આત્માને ઓળખતાં આનંદ મળે ને દુઃખ
ટળે–તે જ મંગળ છે.
બપોરના પ્રવચનમાં સમયસારની ચોથી ગાથા દ્ધારા ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિનું
દુર્લભપણું સમજાવતાં કહ્યું કે, આ જીવે પૂર્વે અનાદિકાળથી રાગની જ કથા સાંભળી છે
ને તેનો જ અનુભવ કર્યો છે; પણ પુણ્ય અને પાપ એ બંનેથી પાર એક ચૈતન્ય ચીજ
અંદરમાં છે, તેની વાત પૂર્વે કદી પ્રેમથી સાંભળી નથી; અને એવા ચૈતન્યતત્ત્વનો ઉપદેશ
કરનારા જ્ઞાની પણ જગતમાં બહુ વિરલ છે.
પાપ કરીને નરકમાં જીવ અનંતવાર ગયો, ને પુણ્ય કરીને સ્વર્ગમાં તો એનાથીયે
વધુવાર ગયો;–પાપ અને પુણ્ય કરતાં તો જીવને આવડે છે; પણ તેમાં જીવનું કલ્યાણ
જરાય ન થયું. પાપનો અશુભરાગ, કે પુણ્યનો શુભરાગ, એ બનેનું ફળ દુઃખ છે, સંસાર
છે, તેમાંથી એકેયમાં શાંતિ નથી, કલ્યાણ નથી. તે બંનેથી જુદી જાતનું ચૈતન્યતત્ત્વ છે
તેની વાત જીવે કદી પૂર્વે ‘સાંભળી નથી.. ’
સાંભળી નથી–એમ કેમ કહ્યું? શબ્દો ભલે કાને પડ્યા, પણ અંદર એના ભાવમાં
રાગથી છૂટા ચૈતન્યતત્ત્વનું ભાસન તેણે ન કર્યું, તો તેણે ચૈતન્યની વાત ખરેખર
સાંભળી જ નથી. સાંભળ્‌યું ખરેખર ત્યારે કહેવાય કે અંદર તેવો ભાવ પોતામાં પ્રગટ
કરે.
અહો, અરિહંતોએ આ આત્માને ‘ભગવાન’ કહીને સંબોધ્યો છે. ભગવાન્!
તારો જ્ઞાનસ્વભાવ જગતમાં મહિમાવંત છે. આવા સ્વભાવને તું રાગમાં ભેળસેળ ન
કર. રાગની જાતથી તારી ચૈતન્યજાત તદ્ન જુદી છે. અરે, એકવાર આવા તત્ત્વને
લક્ષમાં તો લે. એને લક્ષમાં લેતાં ભવથી તારા નીવેડા આવી જશે. બાકી ચૈતન્યના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપી દીવડા વગર, શુભરાગનાં એકલા ઘડાથી કાંઈ તારા આત્મામાં
ધર્મના અજવાળા નહિ થાય રાગ નાશ થઈ જાય તોપણ તારો ચૈતન્યદીવડો ઝગમગ
ટકી રહેશે. અને અંદર ચૈતન્યના દીવડા વગર એકલા રાગવડે તારું કાંઈ કલ્યાણ નહિ
થાય. –આ રીતે જ્ઞાન અને રાગને (દીવો અને ઘટની માફક) અત્યંત ભિન્નતા છે.