Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 64

background image
: ૨૬ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
અહા, રાગથી ભિન્ન ચૈતન્યની વાત કાને પડવી તે પણ મહાભાગ્યથી મળે છે.
અને તે સાંભળીને તેનો જેણે પ્રેમ કર્યો ને અનુભવ કર્યો તે તો ન્યાલ થઈ જાય છે,
ચૈતન્યના અપૂર્વ આનંદના અમૃત તેને પ્રગટે છે.
ભાઈ, પૂર્વે કદી સાંભળી નથી, જાણી નથી એટલે આ વાત તને નવી લાગે, પણ
પૂર્વે અનંતા તીર્થંકરો આ વાત કહી ગયા છે, અનંતા જીવો આવું તત્ત્વ સાધીને મોક્ષ
પામ્યા છે, તે જ આ વાત છે. અને આ સત્ય સમજયે જ જીવનું કલ્યાણ થાય છે. નવી
કહો કે અનાદિથી કહો, –સત્ય આત્મસ્વરૂપની આ વાત છે, અને આ સમજ્યે જ જીવને
ભવભ્રમણથી છૂટકારો થાય તેમ છે. માટે આ વાતનું બહુમાન લાવીને, લક્ષમાં લઈને
સમજવા જેવી છે.
પુણ્ય–પાપ બંનેથી પાર આત્માની ધર્મકથા
સંતોના અંતરના નાદની આ વાત છે.
પ્ર. વૈશાખ સુદ પુનમે ગુરુદેવે ચોરીવાડ પધાર્યા. ઉમંગભર્યું સ્વાગત થયું. અહીંનું
જિનમંદિર સુંદર રળિયામણું છે; મૂળનાયક આદિનાથ ભગવાનની આસપાસ ધાતુના
મોટા પટમાં ૨૪ ભગવંતો, તેમજ ૧૬ સ્વપ્નો વગેરેનું ભાવવાહી દશ્ય છે. ત્યાં દર્શન
કર્યાં બાદ બાજુમાં જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન ગુરુદેવના મંગલ હસ્તે થયું.
જૈનબાળપોથીમાં “ કરીને ગુરુદેવે વીતરાગવિજ્ઞાન–પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. બે–ત્રણ
હજારની વસ્તીવાળા આવા ગામમાં પણ જૈનપાઠશાળા માટેનો ઉલ્લાસ ઘણો પ્રશંસનીય
છે, ને બીજા મોટા ગામોને માટે અનુકરણીય છે. નાના ગામમાં પણ મોટા શહેર જેવી
વિશાળ પ્રવચન–સભા થતી હતી, સેંકડો હરિજન ભાઈ–બહેનો પણ આવતા હતા.
મંગલ–પ્રવચનમાં અનંતસિદ્ધોને યાદ કરીને નમસ્કાર કરતાં ગુરુદેવે કહ્યું કે આવા
અનંતસિદ્ધોને જે જ્ઞાન લક્ષમાં લ્યે છે તે જ્ઞાન રાગથી છુટું પાડીને સ્વસન્મુખ થાય છે ને
સિદ્ધ જેવા પોતાના આત્માને તે અનુભવે છે; તે અપૂર્વ મંગળ છે.
પ્રવચનમાં સમયસારની ૭૨મી ગાથા દ્ધારા શુભ–અશુભ રાગથી ભિન્ન ભગવાન
આત્મા કેવો છે તે સમજાવ્યું. શુભ–અશુભ એ તો બંને બંધનાં કારણ છે, જ્ઞાનસ્વરૂપ
આત્મા તે બંનેથી જુદો છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે–