Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
જે જે કારણ બંધનાં તેહ બંધના પંથ;
તે કારણ છેદક દશા મોક્ષપંથ ભવ–અંત.
આત્મામાં પૂર્ણ જ્ઞાન ને આનંદસ્વભાવ ભરેલો છે; તે ઈષ્ટ છે. અને શુભ અશુભ
રાગભાવો તેનાથી વિપરીત હોવાથી અનિષ્ટ છે–વેરી છે; તેને હણીને જેઓ સર્વજ્ઞ થયા
તેઓ અરહિંત છે. તે અરિહંત ભગવાન જેવું આ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. તે સદાય
અત્યંત નિર્મળ છે અને રાગાદિભાવો મલિન છે, ચૈતન્યથી વિપરીત છે.–આમ
ભેદજ્ઞાનવડે આત્માના સ્વભાવ અને પરભાવને જુદા જાણે ત્યારે તે જીવ પોતાને
જ્ઞાનપણે જ અનુભવે છે ને રાગાદિ ભાવોને જુના જાણીને તેનો કર્તા થતો નથી. આવા
જ્ઞાનસ્વભાવના ભાન વગર અનંતકાળ જીવે સંસારના દુઃખમાં ગુમાવ્યો.
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભમાંય,
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ
.
જીવ અનંતકાળથી સંસારમાં રખડયો, તે કેમ રખડયો? શું એકલા પાપ કરીને
રખડયો છે? ના, પાપ અને પુણ્ય બંને કરીકરીને જીવ સંસારમાં રખડયો છે. સંસારમાં
એકલાં પાપ જ કર્યાં છે ને પુણ્ય નથી કર્યાં–એમ નથી. પાપ અને પુણ્ય બન્ને કર્યાં છે,
પણ તે પુણ્ય–પાપથી જુદી ચૈતન્યવસ્તુ પોતે કોણ છે તે કદી જાણ્યું નથી. એવા
ચૈતન્યતત્ત્વને જાણે તો જાણે તો જીવ પુણ્ય–પાપરૂપ આસ્રવોથી છૂટો પડી જાય છે.
અહા! જ્યાં જ્ઞાન થયું કે હું તો જ્ઞાન છું, જ્ઞાન તો શાંતિસ્વરૂપ છે, ને આ રાગાદિભાવો
જ્ઞાનથી વિપરીત છે, તેમાં આકુળતા છે;–એમ જ્યાં ભેદજ્ઞાન થયું કે તે ક્ષણે જ આત્મા
તે રાગાદિથી ભિન્ન જ્ઞાનપણે પરિણમવા માંડે છે. તે જ્ઞાનમાં આસ્રવનો અભાવ છે.
ગુણગુણીભેદનો સૂક્ષ્મ વિકલ્પ તે પણ આસ્રવનું લક્ષણ છે, જ્ઞાનની જાતથી તે
વિપરીત છે. વિકલ્પ હો તે જુદી વાત છે, પણ વિકલ્પને જ્ઞાનની જાતમાં ભેળવવો તે
અજ્ઞાન છે, પોતાના શાંત–ચૈતન્યને તે ભૂલી જાય છે. જ્યારે આત્મા, પોતાના
જ્ઞાનસ્વભાવને સમસ્ત રાગાદિભાવોથી જુદો જ્ઞાનમાં લ્યે છે ત્યારે તેના અંતરમાં
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, શાંતિનું ઝરણું ઝરે છે. આવો અનુભવ કરવા
માટેની આ ધર્મકથા છે.
આત્મા ચૈતન્યમય, સ્વયં પોતે પોતાને જાણે એવો છે. રાગ તો જડસ્વભાવી છે,
તેને પોતાની ખબર નથી ‘હું રાગ છું’ ‘આ રાગ છે’ ને હું જ્ઞાન છું–એમ